લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજકારણ ચરણસીમાએ છે. કોંગ્રેસ અને ભાજપ બન્ને પાર્ટીઓ દરેક સીટ પર પોતાના ઉમેદવારો વિચારી સમજીને નક્કી કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ પૂર્વની સીટ પરથી હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. લોકસભાની ચૂંટણીને લઇને પરેશ રાવલે મોટી જાહેરાત કરી છે. પરેશ રાવલ આ વખતે લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.
પરેશ રાવલ 2014ની લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા હતા. ત્યારે 2019મી લોકસભાની ચૂંટણીને લઇને સાંસદ પરેશ રાવલે જાહેરાત કરી છે કે, તેઓ 2019ની લોકસભાની ચૂંટણી નહીં લડશે.
પરેશ રાવલે અગાઉ પણ ચૂંટણી ન લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજકારણમાં લોકોને વધારે સમય આપવો પડે છે જે હું મારા ફિલ્મોને કારણે આપી શકતો નથી. તેથી હું ચૂંટણી નહીં લડુ. તેમણે તે પણ કહ્યું છે કે હું હંમેશા પીએમ મોદીનું સમર્થન કરતો રહીશ.