પ્રથમ ટેસ્ટ મેચ બાદ કોહલી સ્વદેશ પરત ફરશે: પછીના ૩ ટેસ્ટ મેચમાં રહાણે ભારતીય ટીમનું સુકાન સંભાળશે
ક્રિકેટ એક મેન્ટલ ગેમ છે ત્યારે ઓસ્ટ્રેલીયામાં ભારત કાંગારૂ ટીમને ટેસ્ટમાં પરાસ્ત કરશે કે કેમ ? કેમ કે પ્રથમ વન-ડે બાદ કેપ્ટન કોહલી સ્વદેશ પરત ફરશે ત્યારબાદ અજીંક્યે રહાણે ભારતીય ટીમની કપ્તાનીનો ભાર સંભાળશે ત્યારે કેપ્ટન તરીકે અજીંક્યે રહાણે ટેસ્ટમાં શ્રેષ્ઠ સુકાની માનવામાં આવે છે. જો કે હાર્દિક પંડ્યા સાથે જોડાય તો ભારતીય ટીમને ફાયદો તેમ છે, જો કે હજુ તેમને રમવાની અસમંજસની સ્થિતિ છે. કેમ કે, ઓસ્ટ્રેલીયા ટીમની તાસીર છે કે જો ભારત આક્રમક બેટીંગ કરે તો કાંગારૂ બોલરો પ્રેસરમાં આવી શકે છે અને ત્યાં હાર્દિક પંડ્યા જેવા બેટ્સમેનો રમતા હોવા જરૂરી છે. પંડ્યા એક એવો બેટ્સમેન છે કે, જે આક્રમક બેટીંગ કરી શકે છે અને ચોગ્ગા-છગ્ગા ફટકારી શકે છે. ત્યારે હવે પ્રથમ ટેસ્ટ બાદ બોક્સિગં ડેમાં કેપ્ટન રહાણેની આક્રમકતા સામે પંડ્યા પાવર જોડાશે ?
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલીયાના એડીલેડમાં ૧૭મી ડિસેમ્બર શરૂ થનારી પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ પૂરી થયા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સ્વદેશ પરત ફરશે. ત્યારબાદ બોર્ડર-ગવાસકાર ટ્રોફીની ૩ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના સુકાની તરીકે કેપ્ટન અજીંક્યે રહાણે કપ્તાની સંભાળશે. બોક્સિગં ડેમાં કેપ્ટન રહાણેની આક્રમકતા સાથે પંડ્યા પાવર જોડાશે કે કેમ તેના પર પણ સવાલ ઉઠી રહ્યાં છે. તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલીયા સામે રમાયેલી ટી-૨૦ શ્રેણીમાં ૨-૧થી વિજય મેળવ્યો હતો. જો કે વન-ડેમાં ટીમ ઈન્ડિયાને ૨-૧થી હારનો સામનો કરવો પડ્યો હતો.
પ્રથમ ટેસ્ટ બાદ અજીંક્યે રહાણે ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનું સુકાની કરશે. ઓસ્ટ્રેલીયાના ભૂતપૂર્વ કેપ્ટન ઈયાન ચેપલે રહાણેને શ્રેષ્ઠ કેપ્ટન ગણાવ્યો છે અને તેની આક્રમક બેટીંગ ભારતીય ટીમને ફાયદો કરાવે તેમ છે. ચેપલે વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૧૭માં ધરમશાળામાં રમાયેલી એક ટેસ્ટ મેચમાં રહાણેની કપ્તાની હેઠળ ભારતીય ટીમ ખુબજ આક્રમકતા સાથે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. અજીંક્યે રહાણે ખરેખર જ એક આક્રમક કેપ્ટન તરીકે ઉભરી આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ ટેસ્ટમાં ઓસ્ટ્રેલીયાએ પ્રથમ બેટીંગ કરતા ડેવીડ વોર્નર ખુબજ ધુંઆધાર રમી રહ્યાં હતા. ત્યારે કેપ્ટન રહાણેએ કુલદિપ યાદવને બોલીંગમાં લઈ આવ્યો અને વોર્નરને આઉટ કર્યો. બીજી વાત કે ભારત ખુબજ નાના સ્કોરનો પીછો કરી રહ્યું હતું. ત્યારે ૨ વિકેટ શરૂઆતમાં જ ગુમાવી હતી. ત્યારે કેપ્ટન રહાણેએ ૨૭ બોલ પર ૩૮ રન બનાવ્યા હતા અને આક્રમક બેટીંગ કરી હતી.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કેપ્ટન પાસે બે વિકલ્પ હોય છે જેમાં એક આક્રમક રીતે અને બીજુ ડિફેન્સ અને હાલની પરિસ્થિતિમાં ટેસ્ટ ક્રિકેટમાં તો આક્રમક રૂપ અપનાવવાની જરૂર છે અને રહાણે આ માટે સક્ષમ છે.
ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલીયા ટીમમાં એડિલેડમાં રમાનારી મેચમાં વોર્નર જેવા દિગ્ગજ ખેલાડીઓની ગેરહાજરી રહેશે જે ભારતને ફાયદો કરાવશે. જ્યારે ભારત પાસે જસપ્રીત બુમરાહ અને મોહમદ શામી જેવા બે ફાસ્ટ બોલરો છે. અને પ્રથમ બેટીંગ કરી ભારત જો ૩૦૦ રન બનાવશે તો એડીલેડ ટેસ્ટમાં જીતની તરફ હશે.