નાણામંત્રી અરૂણ જેટલી સારવાર માટે અમેરિકા જતા નાણા મંત્રાલયનો કામ ચલાઉ હવાલો ગોયલને સોંપાયો
વિત મંત્રી અરૂણ જેટલી પોતાની અસ્વસ્થ સ્વાસ્થ્યને લઈ તેઓ અમેરિકાના ન્યુયોર્કમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે ત્યારે નાણા મંત્રાલય તથા કોર્પોરેટ અફેર્સ મંત્રાલયનો ચાર્જ રેલ મંત્રી પિયુષ ગોયલને સોંપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સલાહ સુચનના આધારે રાષ્ટ્રપતિએ પિયુષ ગોયલને અસ્થાયીરૂપ પર નાણામંત્રાલય અને કોર્પોરેટ અફેર્સ મંત્રાલયનો અતિરેક ચાર્જ સોંપવામાં આવ્યો છે કારણકે આ બંને મંત્રાલયતો અરૂણ જેટલી દ્વારા સંભાળવામાં આવતા હતા.
૧લી ફેબ્રુઆરીના રોજ ઈનટ્રીમ બજેટ રજુ થવાનું છે જે હવે અરૂણ જેટલીના બદલે પિયુષ ગોયલ રજુ કરશે તો નવાઈ નહીં. સુત્રોના જણાવ્યા અનુસાર હાલ અરૂણ જેટલી ન્યુયોર્કની એક હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા છે કારણકે તેમને સોફટ ટીસ્યુ કેન્સરની સર્જરીમાંથી બહાર આવતા ડોકટરોએ તેમને બે અઠવાડિયાનો આરામ કરવાની સલાહ આપી છે. કહી શકાય કે વિત મંત્રી અરૂણ જેટલી તારીખ ૧૩ જાન્યુઆરીના રોજ અચાનક અમેરિકા જવા રવાના થઈ ગયા હતા જયાં તેઓ હાલ સારવાર લઈ રહ્યા છે ત્યારે તે વાત પણ મહદઅંશે સ્પષ્ટ થાય છે કે ૧લી ફેબ્રુઆરીના જે ઈનટ્રીમ બજેટ રજુ થવાનું છે તે રેલ મંત્રી પિયુષ ગોયલ દ્વારા રજુ કરવામાં આવે.
વાત કરવામાં આવે તો પિયુષ ગોયલને ગત વર્ષના મે માસમાં વિત મંત્રાલય અને કોર્પોરેટ અફેર્સ મંત્રાલયનો અતિરેક જવાબદારી સોંપવામાં આવી હતી જયાં તેઓએ અરૂણ જેટલીની અવેજીમાં ૧૦૦ દિવસ સુધી આ બંને મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો હતો ત્યારે મોદી સરકાર આ પૂર્ણકદનું બજેટ નહીં પરંતુ જે ઈનટ્રીમ બજેટ રજુ થશે તેમાં ઘણી ખરી નવી યોજનાઓને પણ મંજુરી આપવામાં આવે તો નવાઈ નહીં.
કહી શકાય કે પિયુષ ગોયલને આ રીતે ગત વર્ષમાં પણ બંને મંત્રાલયનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો ત્યારે ચાલુ વર્ષ એટલે કે ૨૦૧૯માં તેમની લાયકાત અને તેમની સુઝબુઝના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સલાહ-સુચનથી તેમને આ અધિક જવાબદારી સોંપવામાં આવી છે તો જોવાનું એ રહ્યું કે જયારે ઈનટ્રીમ બજેટ રજુ કરવામાં આવશે તો તે કેટલા અંશે ભારત અને કહી શકાય કે મોદી સરકાર માટે મહત્વપૂર્ણ સાબિત થશે. કહેવાય છે કે રેલ મંત્રી પિયુષ ગોયલ નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં માનવામાં આવે છે અને તેમના અનુભવના કારણે તેમને જે જવાબદારી સોંપવામાં આવી છે તે કયાંકને કયાંક નરેન્દ્ર મોદીનો પિયુષ ગોયલ પરનો ભરોસો પણ માનવામાં આવી રહ્યો છે.