ઉત્તર કોરિયા દ્વારા વધુ એકવાર બેલેસ્ટિક મિસાઈલ છોડાયું!!
વિશ્વ આખામાં યુદ્ધના વાદળો ઘેરાયા છે. હજુ રશિયા-યુક્રેનનું સાર્વભૌમત્વ બાબતે ચાલી રહેલું યુદ્ધ સંપૂર્ણપણે શાંત પડ્યું નથી તેવા સમયમાં ચાઈના-તાઇવાન વચ્ચેના સંબંધ સતત કથળી રહ્યા છે અને ગમે ત્યારે યુદ્ધના મંડાણ થઈ જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે વધુ એક યુદ્ધના ભણકારા વાગ્યા છે જે વિશ્વના બે સમૃદ્ધ દેશો વચ્ચે લડાય તેવું લાગી રહ્યું છે. એકતરફ વિકસિત જાપાન અને બીજી બાજુ પરમાણુ શસ્ત્રોમાં સમૃદ્ધ ઉત્તર કોરિયા, આ બંને દેશો વચ્ચેના સંબંધો સતત વણસતા જઈ રહ્યા છે. તેવા સમયમાં ઉત્તર કોરિયાએ જાપાન પર વધુ એક મિસાઈલ દાગી દેતા વિશ્વભરમાં ચિંતાના વાદળો મંડાયા છે.
કોરિયન દ્વીપકલ્પમાં તણાવની સ્થિતિ યથાવત છે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા અને તેના સહયોગી દેશો વચ્ચે મિસાઈલ દ્વારા સતત શક્તિ પ્રદર્શન કરાઈ રહ્યું છે. આ તણાવ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યો છે. દક્ષિણ કોરિયાનું કહેવું છે કે ઉત્તર કોરિયાએ ગુરુવારે ફરી એકવાર બેલેસ્ટિક મિસાઈલ છોડ્યું છે. આ પહેલા બુધવારે ઉત્તર કોરિયા દ્વારા જાપાન ઉપર બેલેસ્ટિક મિસાઇલો છોડવાના જવાબમાં દક્ષિણ કોરિયા અને યુએસએ બુધવારે દ્વીપકલ્પના પૂર્વ કિનારા તરફ ચાર મિસાઇલો છોડી હતી.
દક્ષિણ કોરિયાની સૈન્યએ જણાવ્યું હતું કે, ઉત્તર કોરિયાએ ગુરુવારે તેના પૂર્વ જળ સીમા તરફ બેલેસ્ટિક મિસાઇલ છોડી હતી. ઉત્તર કોરિયાના બે અઠવાડિયાથી ઓછા સમયમાં શસ્ત્રોના પરીક્ષણના છઠ્ઠા રાઉન્ડની યુનાઇટેડ સ્ટેટ્સ અને અન્ય દેશો તરફથી નિંદા કરવામાં આવી છે.
દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઑફ સ્ટાફે જણાવ્યું હતું કે આ પ્રક્ષેપણ ગુરુવારે સવારે કરવામાં આવ્યું હતું, પરંતુ શસ્ત્ર ક્યાં સુધી ગયું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આઈ નથી.
ગુરુવારે ઉત્તર કોરિયાએ પાંચ વર્ષમાં પ્રથમ વખત જાપાન પર મધ્યમ-અંતરની બેલેસ્ટિક મિસાઇલ છોડ્યાના માત્ર બે દિવસ પછી બીજું પ્રક્ષેપણ સામે આવ્યું છે. આ અંગે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, મંગળવારના રોજ છોડવામાં આવેલી મિસાઇલમાં એક મધ્યમ-અંતરનું શસ્ત્ર સામેલ હતું જે યુએસ પેસિફિક ક્ષેત્ર ગુઆમ અને તેનાથી આગળ પહોંચવા સક્ષમ હતું.
યુનાઇટેડ સ્ટેટ્સે કોરિયન દ્વીપકલ્પના પૂર્વ કિનારે દક્ષિણ કોરિયા અને જાપાન સાથે લશ્કરી કવાયત હાથ ધર્યા બાદ ઉત્તર કોરિયા તાજેતરના દિવસોમાં શસ્ત્રોનું પરીક્ષણ કરી રહ્યું છે. ઉત્તર કોરિયા આવી કવાયતને હુમલાના રિહર્સલ તરીકે જુએ છે.
ઉત્તર કોરિયાના મંગળવારના પ્રક્ષેપણ પછી યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રિટન, ફ્રાન્સ, અલ્બેનિયા, નોર્વે અને આયર્લેન્ડે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કટોકટી બેઠક બોલાવી હતી.
દરમિયાન ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે દક્ષિણ કોરિયા-યુએસ સંયુક્ત કવાયત પર કોરિયન પીપલ્સ આર્મીની સખત નિંદા કરે છે જે કોરિયન દ્વીપકલ્પ પર લશ્કરી તણાવમાં વધારો કરે છે.
ઉત્તર કોરિયાના સતત મિસાઈલ પરીક્ષણ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર પરિષદની બેઠક બોલવાઈ !!
ઉત્તર કોરિયાના મંગળવારના પ્રક્ષેપણ પછી યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રિટન, ફ્રાન્સ, અલ્બેનિયા, નોર્વે અને આયર્લેન્ડે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કટોકટી બેઠક બોલાવી હતી. જેમાં ઉત્તર કોરિયાના વલણ તેમજ વિશ્વભરમાં યુદ્ધને લઈને વધી રહેલા તણાવ અંગે ચર્ચા કરાઈ હતી. હવે જે રીતે ઉત્તર કોરિયા સતત મિસાઈલ પરીક્ષણ કરી રહ્યું છે તેના લીધે આગામી દિવસમાં યુદ્ધમાં વાદળો મંડાય તો પણ નવાઈ નહીં તેવુ ચોક્કસ લાગી રહ્યું છે.
ઉત્તર કોરિયા યુદ્ધનું રિહર્સલ કરી રહ્યું છે?
દક્ષિણ કોરિયાની સૈન્યએ જણાવ્યું હતું કે, ઉત્તર કોરિયાએ ગુરુવારે તેના પૂર્વ જળ સીમા તરફ બેલેસ્ટિક મિસાઇલ છોડી હતી. ઉત્તર કોરિયાના બે અઠવાડિયાથી ઓછા સમયમાં શસ્ત્રોના પરીક્ષણના છઠ્ઠા રાઉન્ડની યુનાઇટેડ સ્ટેટ્સ અને અન્ય દેશો તરફથી નિંદા કરવામાં આવી છે. બીજી બાજુ એવું પણ જાણવા મળી રહ્યું છે કે, જો યુદ્ધ થાય તો તેમાં ઉત્તર કોરિયા પાછું ન પડે તેવા ઉદ્દેશ્ય સાથે તે સતત શસ્ત્રનું પરીક્ષણ કરી રહ્યું છે.