બિહારમાં લઘુમતી મતો વધુ હોવાથી જેડિયુ અને આરજેડી સાથે મળે તેવી શક્યતા !!!
દિલ વાલો કા દિલ કા કરાર લુટને મેં આઈ હું બિહાર યુપી લૂંટને ગીતની કડી વાસ્તવિક દુનિયામાં પણ ચરિતાર્થ થઈ રહી છે. રાજકારણ એક વિચારધારા ઉપર જોવા મળતું હોય છે ત્યારે છેલ્લે મહારાષ્ટ્રમાં જે ઘટના ઘટી તે એ વાત સ્પષ્ટ કરે છે કે મહારાષ્ટ્રમાં હિંદુત્વવાદ હોવાના કારણે સંદેશ સરકારે ભાજપ સાથે હાથ મિલાવ્યો. એવી જ સ્થિતિ બિહારમાં પણ ઊભી થઈ રહી છે કારણ કે બિહારમાં લઘુમતી મતો વધુ હોવાના કારણે જનતા દળ કે જે નીતિશ ની પાર્ટી છે તે હવે આરજેડી સાથે ગઠબંધન કરી સરકાર રચશે તો નવાઈ નહીં કારણકે બિહારમાં સામ્રાજ્ય ઊભું કરવું હોય તેના માટે લઘુમતી મતો હોવા ખૂબ જ જરૂરી છે. ત્યારે આ કારણને ધ્યાને લઈ નીતીશ કુમારની જનતા દળ ભાજપ સાથે છેડો ફાડશે. હાલ ભાજપ દરેક રાજ્યોને અંકે કરી રહ્યું છે ત્યારે બિહારને અંગે કરવું ખૂબ જ અઘરું છે કારણ કે ભાજપ અને એનડીએ ની વિચારધારા હિંદુત્વવાદની છે.
મળતી માહિતી મુજબ નીતિશકુમારે તેમના દરેક ધારાસભ્યો અને સાંસદોને પટના પહોંચી જવા જણાવ્યું છે ત્યારે હાલ જે સ્થિતિ બિહારમાં જોવા મળી રહી છે તેનાથી એવા સ્પષ્ટ છે કે નીતીશ અને લાલુ સાથે મળી સરકારની રચના કરશે. તો ક્યાંક ને ક્યાંક લાલુની રબડી નીતિશને જાણે મીઠી લાગી હોય તેવું સ્પષ્ટ ચિત્ર સામે આવ્યું છે.
આગામી વર્ષ 2024માં જે લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે તેમાં ભાજપ કઈ રીતે બિહારમાં તેની વહેંચણી પાર કરશે તે જોવાનું રહ્યું. બિહાર અંગે જો વાત કરવામાં આવે તો ભાજપને 77 બેઠક જ્યારે જનતા દળને 45 બેઠક મળી હતી પરંતુ હવે જનતા દળ અને આરજેડી સાથે મળતા પૂર્ણત તેમની સરકાર રચાય તેવું ચિત્ર ઊભું થયું છે. તમામ પગલાંઓને ધ્યાને લઈ ભાજપ અને એનડીએ નું હવે આગામી પગલું શું હશે તે આવનારો સમય જ જણાવશે.
બીજો પ્રશ્ન જે સામે આવી રહ્યો છે તે એકે, બિહારની સત્તા ચલાવવામાં નીતીશ કુમારને જે છૂટો દોર મળવો જોઈએ તે મળતો ન હતો અને સતત કેન્દ્ર તરફથી ચંચુપાત થતું જોવા મળતું હતું ત્યારે છેલ્લી ઘણી ખરી કેન્દ્ર સ્તળની બેઠકમાં નીતીશકુમાર હાજરી પણ નહોતા આપતા આ તમામ પગલાને ધ્યાને લેતા નીતિશનો યુટર્ન બિહારના રાજકારણમાં ઉથલપાથલ મચાવી દેશે તો નવાઈ નહીં.
વારના રોજ પણ નીતીશકુમાર સોનિયા ગાંધીને મળ્યા હતા તો આ પૂર્વે લાલુપ્રસાદ યાદવ અને નીતિશકુમાર વચ્ચે ઇફ્તાર પાર્ટી પણ યોજાઈ હતી. ભાજપ સાથે જો જનતા દળ એટલે કે નીતીશકુમારની પાર્ટી છેડો ફાળે તો પણ તે મુખ્યમંત્રી બનવા માટે જે સાથ ની જરૂર છે તે તેમને સંપૂર્ણ રીતે મળી રહેશે. બિહારના રાજકારણમાં ઘણી ખરી વખત એ વાત સામે આવી શકે જનતા દળે પાવર ગેમમાં રહેવા માટે કર્યો છે. નીતીશ કુમારે રાષ્ટ્રપતિના ગ્રહણ સમારોહમાં અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ભોજન સમારંભમાં પણ હાજર રહ્યા ન હતા બિહારના રાજકારણમાં ઉથલપાથલ થવાના સંકેતો સૂચવે છે.