સુપ્રીમ કોર્ટે અક્ષય ઠાકુરની કયુરેટીવ અરજી ફગાવી : પવન જલ્લાદ પહોચ્યો તિહાડ જેલ
નિર્ભયા ગેંગરેપ અતિ ચકચાર ઘટના દેશમાં ઘટી હતી. જેના ભાગરુપે દોષિતોને સજાએ મોત કોર્ટ દ્વારા સજા ફરમાવવામાં આવી હતી. પરંતુ કાયદાથી બચવા આરોપીઓ દ્વારા અનેક અરજી કોર્ટ અને રાષ્ટ્રપતિને કરવામાં આવી હતી. પરંતુ દેશની ન્યાય પ્રણાલી પર ભરોશો ટકી રહે તે હેતુસર તમામ આરોપીઓને ફાંસીનાં માચડે ચડાવવામાં આવશે. પરંતુ સમય વ્યતિત થતો હોવાથી લોકોમાં ઘણાં પ્રશ્ર્નો ઉદભવીત થઇ રહ્યા છે. ત્યારે સુપ્રિમ કોર્ટે અક્ષય ઠાકુરની કયુરેટીવ અરજીને ફગાવી દીધી છે. અને ફાંસી આપનાર પવન જલ્લાદ પણ તીહાડ જેલ પહોંચી ગયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આવતીકાલે શું નિર્ભયા કાંડના આરોપીઓને ફાંસી અપાશે કે કેમ તે એક પ્રશ્ર્ન ઉદભવીત થઇ રહ્યો છે.
નિર્ભયા ગેંગ રેપ અને મર્ડર કેસમાં મોતની સજા પામેલા ચારેય દોષિતોની ફાંસી માટે ૧ ફેબ્રુઆરીનો દિવસ નકકી કરવામાં આવ્યો છે. જો કે, આ વખતે પણ તેમને ફાંસી થશે કે નહીં તેના પર સસ્પેન્સ યથાવત છે. એક દોષિત વિનયે નિચલી કોર્ટની શરણ લેતા ફાંસીને આધારે અનિશ્ર્વિતકાળ માટે ટાળવાની માગણી કરી છે. કે કેટલાક દોષિતો પોતાની પાસે રહેલા તમામ વિકલ્પોનો ઉપયોગ કરી શકયા નથી. આના પર કોર્ટે તિહાર જેલ તંત્રને શુક્રવાર સુધી જવાબ આપવાનું કહ્યું છે. આ બધાની વચ્ચે નિર્ભયાના દોષિતોને ફાંસી પર લટકાવવા માટે મેરઠથી પવન જલ્લાદ ગુરુવારે તિહાર જેલ પહોંચી ચૂકયા છે.
સ્પેશ્યિલ જજ એ.કે. જૈને વિહાર જેલના અધિક્ષકને શુક્રવાર સવારે ૧૦ વાગ્યા સુધી આ અરજી પર જવાબ આપવા માટે કહ્યું ફાંસીની સજાનો સામનો કરી રહેલા દોષિત વિનય કુમાર શર્મા તરફથી રજુ વકીલ એ.પી.સિંહે ફાંસીને અનિશ્ર્વિતકાળ સુધી ટાળી દેવા માટે કહ્યું અને કહ્યું કે કેટલાક દોષિતોના કાયદાકીય નિર્ભયા ગેંગ રેપ કેસના બીજા દોષિત અક્ષયને પણ સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. તેની કયૂરેટીવ પિટિશન પર સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. હવે મુકેશની જેમ તે પણ રાષ્ટ્રપતિની સામે દયા અરજી નોંધાવી શકે છે. જણાવી દઇએ કે મુકેશ દયા અરજી સુપ્રીમ કોર્ટ પહેલા જ નામઁજુર કરી ચૂકી છે. ચારેય દોષિતોને ૧ ફેબ્રુઆરીએ ફાંસી થશે કે નહીં તેના પર હજુ યથાવત છે. અક્ષયે ફાંસી રોકવાની વિનંતી કરી હતી. જેને પણ ફગાવી દેવાઇ
આ ચુકાદો જસ્ટિસ એન વી રમન્ના, અરુણ મિશ્રા, આર એફ નરીમન, આર ભાનુમતિ અને અશોક ભૂષણની બેંચે સંભળાવ્યો જણાવી દઇએ કે, આના પહેલા સુપ્રીમ કોર્ટે બુધવારે મુકેશની એક અરજીને ફગાવી દીધી હતી. અરજી રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી ફગાવવાની વિરુઘ્ધ હતી. હવે મુકેશ પાસે કોઇ કાયદાકીય વિકલ્પ બચ્યો નથી.