‘કેપ્ટન’ના નિવેદન પર અમરિન્દર સરકારના ૧૮ મંત્રીઓએ સિધ્ધુ વિરુદ્ધ મોરચો ખોલીને તેમના રાજીનામાની માંગ કરતા વિવાદ વકર્યો
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સિવાય કોઈને પણ પોતાના કેપ્ટન ગણતા નથી. એવું વિવાદાસ્પદ નિવેદન કરીને પંજાબના કેબીનેટ મંત્રી નવજોત સિધ્ધુ હવે ચોતરફ ઘેરાઈ ગયા છે. પંજાબ સરકારના ૧૮ મંત્રીઓએ સિધ્ધુએ કેપ્ટન અમરિન્દર સીંગનું અપમાન કર્યું હોવાનું જણાવીને આ મુદે તેઓ માફી માંગે નહિતર રાજીનામું આપે તેવી માંગ કરી છે. નહિતર રાજીનામું આજે મળનારી રાજય કેબીનેટની બેઠકમાં આ મંત્રીઓએ આ મુદે ચર્ચા કરવાની તૈયારી હાથ ધરાય રહી હોય. સિધ્ધુની મુશ્કેલી વધી રહી છે. જો કે, સિધ્ધુ આ મુદે માફી માંગવાના મુંડમાં ન હોય તેઓ આ બેઠકમાં ઉપલબ્ધ નહી તેવું જાણવા મળ્યું છે.
તાજેતરમાં પાકિસ્તાનમાં થયેલા કરતાપુર સાહિબ કોરીડોરના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી અમરિન્દરસીંગની પૂર્વ મંજૂરી વગર સિધ્ધુ પહોચી ગયા હતા. જે સામે અમરિન્દરસિંગે નારાજગી વ્યકત કરી હતી જેના જવાબમા સિધ્ધુએ કેપ્ટન અમરિન્દરસીંગને પોતાના કેપ્ટન માનવાનો ઈન્કાર કરીને પોતાના એકજ કેપ્ટન રાહુલગાંધી હોવાનું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતુ. જેની, સિધ્ધુ જે સરકારમાં મંત્રી છે તે સરકારના વડા એવા કેપ્ટન અમરિન્દર સીંગને પોતાના કેપ્ટન માનતા નથી અને તેમના કાબુ બહાર બેફામ થઈ ગયા છે. તેવું ફલીત થયું હતુ.
જેથી પંજાબના અમરિન્દરસીંગ સરકારના ૧૮ મંત્રીઓએ આ નિવેદનને તેમના કેપ્ટનના અપમાન સમાન ગણાવીને સીધ્ધુઆ મુદે માફી માંગે તેવી માગ કરી હતી. સાથે જો સિધ્ધુ માફી ન માંગે તો તેમને રાજીનામું આપી દેવું જોઈએ તેવી માંગ કરી હતી. આ મુદાને આજે મળનારી રાજય કેબીનેટની બેઠકમાં ઉઠાવવાની તૈયારી કરી લીધી છે.
જેના જવાબમાં રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરી રહેલા નવજોત સિધ્ધુએ જણાવ્યું હતુ કે તેમને કાંઈ પણ ખોટુ કહ્યું નથી. હુ એવા સ્થાન પર રહુ છું જયાં મગજ ભય વગરનો રહે છે. અને માથુ હંમેશા ઉંચુ રહે છે. જેથી આ નિવેદન અંગે માફી માંગવાનો કોઈ પ્રશ્ન જ ન થી. આમ, આનિવેદન મુદે સિધ્ધુ માફી માંગવાના મુડમાં ન હોય અમરિન્દરસીંગના વિશ્વાસુ મંત્રીઓ સિધ્ધુને આ મુદે ઘેરવાની તૈયારીમાં લાગી ગયા છે. અમરિન્દર સરકારમાં રહેલા વિવિધ ૧૮ મંત્રીઓએ સિધ્ધુનો પોતાથી મોટાનું સન્માન કરતા શીખે તેવી સલાહ પણ આપી હતી.
આ મુદે વિવાદ વકરતા નવજોત સિધ્ધુના પત્નિ નવજોત કૌરે બચાવમા ઉતર્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે સિધ્ધુ હંમેશા કેપ્ટન અમરિન્દરસીંગને પોતાના પિતા સમાન માને છે કેપ્ટનના મુદે સિધ્ધુએ આપેલા નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે.
આ નિવેદનને આખુ જોવામાં આવે તો સ્પષ્ટ થઈ જશે કે સિધ્ધુના નિવેદનમાં કાંઈ ખોટુ નથી જો કે ભાજપ હોય કે કોંગ્રેસ નવજોત સિધ્ધુ હંમેશા પોતાના મનનું ધાર્યું કરવા ટેવાયેલા હોય તેઓ સમયાંતરે વિવાદમાં પડતા રહે છે.અગાઉ વડાપ્રધાન મોદી સાથે વિવાદ થતા ભાજપમાંથી રાજીનામું આપવું પડયું હતુ હવે તેમને આ નિવેદન બાદ મંત્રીપદેથીરાજીનામું આપવું પડે તેવી સ્થિતિ ઉત્પન્ન થવા પામી છે.