આગામી વિશ્ર્વકપ ઓસ્ટ્રેલીયામાં જે રમાવવાનો છે તેમાં ‘સુંદર’ ટીમ માટે ભજવશે મહત્વપૂર્ણ ભાગ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ ટી. ૨૦ ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચની સીરીઝ માત્ર ભારત ન્યુઝીલેન્ડ પ્રવાસ પર છે. ત્યારે ભારતે ટી. ૨૦ સીરીઝ ૩-૦થી જીતી લીધી છે. ત્યારે આજે હેમીલ્ટન ખાતે ચોથો ટી.૨૦ મેચ રમાવવા જઈ રહ્યો છે. ત્યારે ટીમનાં વોશિંગ્ટન સુંદર અને નવદિપ સૈનીએ ટીમમાં સ્થાન મળે તેવું લાગી રહ્યું છે. હવે ભારતીય ટીમ માટે આગામી ટી.૨૦વિશ્ર્વકપ મહત્વપૂર્ણ માનવામાંઆવે છે. જેથી ટીમ મેનેજમેન્ટ ઓસ્ટ્રેલીયામાં ટીમ કેવી રીતે ફાવી શકે છે.તે માટે રમશે. ત્યારે બેટીંગમાં પણ થોડા ઘણા સુધારાઓ જોવા મળે તેવું લાગે છે. ભારતીય ટીમ પાસે આગામી બે મેચમાં પ્રયોગો કરવાની તક છે. જેનું એક માત્ર કારણ એ છે કે ન્યુઝીલેન્ડ ટી.૨૦ સીરીઝ બાદ સીધો વિશ્ર્વકપ રમશે.
નવદિપ સૈનીની જો વાત કરવામાં આવે તો તે વિકલ્પ બુમરાહનો હોઈ તેવું લાગી રહ્યું છે. જો બુમરાહ મોંઘો સાબીત થાય તો નવદિપ તેનો વિકલ્પ બની શકે છે. કારણ કે શાર્દુલ ઠાકુર સ્વીંગ બોલર છે. અને નવદિપ સૈની ર્યોર્કર ખૂબ સારી રીતે નાખી શકે છે. જેથી બેટસમેનોને તકલીફ પડી શકે છે.
એવીજ રીતે વોશિંગ્ટન સુંદર રાઈટઆર્મ ઓફ બ્રેક બોલર છે. જે સ્લોબોલ નાખવામાં માહિતી છે. જેથી ટીમને તેનો લાભ ઓસ્ટ્રેલીયામાં બખૂબી રીતે મળી શકશે. ઓસ્ટ્રેલીયાનાં ગ્રાઉન્ડ વિશાળ હોવાથી બેટસમેની ભૂલ ભારતીય ટીમ માટે ફાયદારૂપ નીવડશે. જયારે બીજી તરફ વોશિંગ્ટન સુંદર ઓલ રાઉન્ડ ખેલાડી છે. જેથી તે તેની બેટીંગથી ટીમને મદદરૂપ સાબીત થઈ શકે છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી -૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણીની ચોથી મેચ ૩૧ જાન્યુઆરીએ વેલિંગ્ટનના સ્કાય સ્ટેડિયમ ખાતે રમાવાની છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં બે મહત્વના બદલાવ જોઇ શકાય છે. ભારતે શ્રેણીમાં ફતત-૦થી અગમ્ય લીડ મેળવી લીધી છે અને હવે ટીમ ઈન્ડિયા બેંચની તાકાત અજમાવી શકે છે. ત્રીજી ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ બાદ ખુદ કેપ્ટન વિરાટ કોહલીએ એક સંકેત આપ્યો હતો કે ટીમના પ્લેઇંગ ઇલેવનમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. પહેલા ત્રણ ટી -૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ટીમ ઈન્ડિયાના પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો.
વિરાટે વોશિંગ્ટન સુંદર અને નવદીપ સૈનીનું નામ લીધું હતું અને માનવામાં આવે છે કે આ બંનેને ચોથી ટી -૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં રમવાની તક મળી શકે છે. આ વર્ષે ઘભજ્ઞિંબયક્ટિોબર-નવેમ્બરમાં આઇસીસી ટી -૨૦ વર્લ્ડ કપ રમવાનો છે અને આ સંદર્ભમાં, આ શ્રેણી બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે. ન્યુઝીલેન્ડની ટીમને પ્રથમ બે મેચમાં એકતરફી પરાજયનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ત્રીજી ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં કિવિ ટીમે ભારતને પરાજિત કર્યું હતું. એક સમયે એવું લાગતું હતું કે ન્યુઝીલેન્ડની ટીમ હેમિલ્ટન ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ સરળતાથી જીતી લેશે, પરંતુ મેચને સુપર ઓવરમાં લઈ જવા માટે મોહમ્મદ શમીએ છેલ્લી ઓવરમાં મોટો ખળભળાટ મચાવ્યો હતો.