મુસ્લિમ તરૂણીને ૧૮ વર્ષ લગ્નનો બાદ નથી રહેતો
મુસ્લિમ પર્સનલ લોની કલમ ૧૯૫ ઉંમર અને લગ્ન અંગે હાઇકોર્ટમાં થયું અવલોકન
મુસ્લિમ પર્સનલ લો અને સમાન નાગરિક ધારા વચ્ચે રહેલી કેટલીક વિસંગતા અંગે અવાર નવાર અદાલતમાં અવલોકન માટે આવે છે. મુસ્લિમ પર્સનલ લો પોકસોના કાયદાને જોખમી બનાવી દે તે પ્રકારની એક અરજી અંગે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં સુનાવણી માટે આવી છે.
દિલ્હીની નિર્ભયા કેસ બાદ ૨૦૦૫માં પોકસોનો ખાસ કાયદો બનાવવામાં આવ્યો છે તેમાં તરૂણ અવસ્થા અંગે વિશેષ જોગવાય સાથે જાતિય ગુના અટકાવવા લાગુ કરવામાં આવ્યો છે ત્યારે મુસ્લિમ પર્સનલ લોની કલમ ૧૯૫માં તરૂણ વયે લગ્નના અપાતા હક્ક અંગેની ઉમરનો બાદ ન હોવાની હાઇકોર્ટમાં સુનાવણી થઇ રહી છે.
આંતર ધર્મ લગ્ન અંગે પણ કાયદામાં ખાસ જોગવાય લાગુ કરવામાં આવી છે આવા કિસ્સામાં લગ્નના એકાદ માસ પૂર્વે જિલ્લાના નિયુકત કરાયેલા અધિકારીને આંતર ધર્મ અંગે જાણ કરવાની ફરજીયાત છે ત્યારે મુસ્લિમ પર્સનલ લોના કાયદામાં તરૂણ વય એટલે કે નાસમજ સગીરને પોતાના લગ્ન અંગેના મહત્વના નિર્ણય લેવાની અપાતી છુટછાટથી ધર્માંતરના કાયદા અને પોકસોના કાયદાને પણ અસર કરે તેમ હોવાનું સામે આવ્યું છે અને દેશના સમાન નાગરિક ધારા અંગે પણ પેચીંદા પ્રશ્ર્ન ઉભા થાય તેમ છે.
મુસ્લિમ પુરૂષ પોતાની પત્નીને તલ્લાક આપ્યા વિના અન્ય મહિલા સાથે લગ્ન કરી શકે છે જ્યારે મુસ્લિમ મહિલા તલ્લાક લીધા વિના અન્ય પુરૂષ સાથે લગ્ન કરી શકતી નથી જો તેણીએ લગ્ન કરવા છે તો તેણી મુસ્લિમ વિવાહ અધિનિયમ ૧૯૩૯ મુજબ પ્રથમ પતિથી તલ્લાક લેવાનું ફરજીયાત છે. તેવું પંજાબ હરિયાણા હાઇકોર્ટે મુસ્લિમ પ્રેમી યુગલને સુરક્ષા મળવાની અરજી ફગાવી દીધી છે.
પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના જસ્ટીશ અલ્કા સરીન અદાલતમાં મુસ્લિમ દંપત્તી દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણીમાં તરૂણી અને પુક્ત વયના પુરૂષ દ્વારા મુસ્લિમ પર્સનલ લો મુજબ ૨૧ જાન્યુઆરીના રોજ લગ્ન ધાર્મિક વિધી મુજબ કર્યા હતા. તેઓ પોતાની સુરક્ષા માટે અરજી કરી હતી. અરજીની સુનાવણીમાં એવી દલિલ કરવામાં આવી હતી કે, છોકરો અથવા છોકરી તરૂણ અવસ્થા પ્રાપ્ત કરી હોય પોતાના લગ્ન અંગેના નિર્ણયનો સ્વતંત્ર અધિકાર છે તેના વડીલો પાસે આ અધિકાર નથી રહેતો તેમ જણાવ્યું હતું.
બંને પક્ષની સુનાવણી અને વિવાદ સાંભળ્યા બાદ અદાલત દ્વારા મુસ્લિમ છોકરી મુસ્લિમ પર્સનલ લોનો અમલ કરવો પડે અને તેના મુળભૂત અધિકારથી વંચિત રહી ન શકે તેમ ઠરાવી માત્ર એટલા માટે કે તેણીએ પોતાના પરિવારની ઇચ્છા વિરૂધ્ધ લગ્ન કર્યા છે. ત્યારે તેની સુરક્ષા માટે મોહાલી પોલીસમાં રજુઆત કરવા જણાવી યોગ્ય પગલા અંગે નિર્દેશ આપ્યો છે.
ધર્મ પરિવર્તનના કાયદાકીય ગુંચ સર્જાઈ
મુસ્લિમ પર્સનલ લોમાં તરૂણ વયે લગ્નનો બાદ નડતો ન હોવા અંગેની જોગવાય સામે પોકસોની જેમ ધર્મ પરિવર્તનની કેટલીક કાયદાકીય જોગવાયને પણ અસર કરે તેમ છે. ધમ પરિવર્તન માટે કાયદાકીય જોગવાય મુજબ નોંધણી કરાવવાની હોય છે. આ અરજી ફોર્મ જિલ્લા કલેકટર કચેરી ખાતે જમા કરાવવાનું હોય છે.
ધર્મ પરિવર્તન અંગેના જરૂરી કારણો સાથે સોગંદનામું રજુ કરવાનું હોય છે. આ સોગંદનામાને પોલીસ તપાસ અર્થે મોકલવામાં આવે છે. જે તપાસના રિપોર્ટ અને દસ્તાવેજી પુરાના ધ્યાને લઇ કલેકટર દ્વારા અરજીનો ૩૦ દિવસમાં નિકાલ કરે છે. ત્યારે મુસ્લિમ પર્સનલ લોમાં રહેલી જોગવાયના કારણે પણ કાનૂની ગુચ ઉભી થાય છે.
પોકસો અને મુસ્લિમ પર્સનલ લોમાં શું વિસંગતા
દિલ્હીના નિર્ભયા કેસના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડયા બાદ સરકાર દ્વારા પોકસોનો ખાસ કાયદો બનાવવામાં આવ્યો અને તેમાં તરૂણ વય અંગેની જોગવાય સ્પષ્ટ કરવા ઉપરાંત જાતિય સતામણીના ગુના સામે કડક કાર્યવાહીની જોગવાય લાગુ કરવામાં આવી છે. ૧૮ વર્ષની નીચેના બાળકો પર કોઇ પણ જાતિય હુમલો કે જાતિય સતામણી થાય ત્યારે હુમલો કરનાર સામે પોકસો હેઠળ ગુનો નોંધવામાં આવે છે. જ્યારે મુસ્લિમ પર્સનલ લોની કલમ ૧૯૫માં તરૂણ વયે લગ્નનો હક્ક આપવા અંગેની જોગવાયથી પોકસો અને મુસ્લિમ પર્સનલ લો વચ્ચે રહેલી વિસંગતા સામે આવે છે ત્યારે સમાન નાગરિક ધારા સામે પણ કેટલાક પ્રશ્ર્ન ઉભા થાય છે.