કોરોનાને નાથતી રસીની રેસમાં કુદીને ઠેકડો મારવા કરતાં ભારત માટે “વેઈટ એન્ડ વોચની સ્થિતિ હિતાવહ
૧૦૦ટકા વિશ્વસનીયતાનો અભાવ અને આંતરરાષ્ટ્રીય “ગીધડાઓના ડ્રાઉં ડ્રાઉં વચ્ચે રસીને લઈ સાવચેતીપૂર્વક પગલાં ભરવા અતિઆવશ્યક
હાલના સમયે કોરોના મહામારી સામે વિશ્ર્વ આખુ ઝઝુમી રહ્યું છે તો બીજી તરફ આ કોરોના મહામારીને નાથતી રસીની રસ્તા ખેંચ જામી છે. મલ્ટીનેશનલ ‘ગીધડા’ઓ ડ્રાઉ ડ્રાઉ કરી રસીની રેસમાં ઉતર્યા છે. વિશ્ર્વના તમામ દેશો પોતાના નાગરિકોને પ્રથમ રસી મળે અને જટ કોરોનામાંથી ઉગરી તેવો પ્રયાસ કરી રહ્યા છે. હજુ તો ‘સચોટ’ રસી વિકસી પણ નથી !! ૧૦૦ ટકા વિશ્ર્વસનીયતાનો અભાવ છે. તેવામાં રસીની આ પ્રકારની ‘રસ્સાખેંચ’ મોટુ જોખમ પણ ઉભુ કરી શકે છે. પરંતુ તરફ ભારતની દોટની વાત કરીએ તો ભારતે સાવચેતી પૂર્વક પગલાઓ ભરવા અતિ આવશ્યક છે. વિશ્ર્વના અન્ય દેશોની જેમ ભારતે પણ આ રસીની રસ્સાખેંચમાં કુદીને ઠેકડો મારવો જોઈએ ?? આનો સ્પષ્ટ જવાબના જ હોવો જોઈએ કારણ કે ભારતની વસ્તી જ એટલી છે. અને એ મુજબ ભારતે હજુ પ્રાથમિક તબકકામાં ૧૬૦ કરોડ ડોઝ મંગાવ્યા છે જેની કિંમતથી માંડી ડિસ્ટ્રીબ્યુશન, લોજીસ્ટીક અને સંગ્રહ માટેનો ખર્ચનો અંદાજ કાઢીએ.
તો અબજો રૂપીયા થઈ શકે છે આથી ઉતાવળીયો નિર્ણય ભારતને આર્થિક રીતે તો મસમોટું નુકશાન કરાવનારો બની જ શકે છે. પણ આ સાથે નાગરિકોનું સ્વાસ્થ્ય પણ જોખમમાં મૂકાઈ છે. આ પરિબળોને ધ્યાને રાખીને જ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની ત્રણ ડ્રગફાર્મા કંપનીની મુલાકાત લીધી હતી. અમદાવાદ, પૂણે અને હૈદરાબાદની રસી ઉત્પાદક કંપનીઓ સાથે બેઠક યોજી સંશોધકો સાથે વિગતે ચર્ચા કરી હતી. ત્યારે શુ આ રસીની રસ્સાખેંચમાં પીએમ મોદીની આ ‘આત્મનિર્ભર ટુર’ સફળ ઠરશે??
આપણો સાંસ્કૃતિક અને પ્રાચીન વારસો એટલો ભવ્ય અને બહુઉપયોગી છે. કે જેના આવરણની બહાર કોઈ ચીજ વસ્તુ નથી ચિકિત્સા ક્ષેત્રે જે આજે અત્યાઘુનિક સર્જરીઓ થાય છે તે અગાઉ મામુલી સાધનો દ્વારા વર્ષો પહેલા થતી શ્રુતુતસંહિતામાં વાઢકાપ જેવી પ્રક્રિયા એટલે કે સર્જરીનો ઉલ્લેખ જોવા મળે જ છે.
આપણા આયુર્વેદમં અનેક ગંભીર બિમારીઓની સારવારનો ઉલ્લેખ મળે છે જે આજના આધુનિક સમયે કરવું પણ અધરૂ છે. ત્યારે હાલની કોરોનાની પરિસ્થિતિને આ અગાઉના સમય સાથે સરખાવીએ તો, ભારત જૂની પ્રણાલીઓનાં ઉપયોગ સાથે સ્વદેશી રસી વિકસાવવા સમર્થ જ છે. અને આ તાકાત વિશ્ર્વ સમક્ષ રજૂ કરવા ભારત દેશે આયુર્વેદમાં પાછુ ડોકીયું કરવું અનિવાર્ય બન્યું છે. માત્ર ભારત જ શુંકામ વિશ્ર્વના દેશોએ પણ આ તરફ વળવું મહત્વનું બન્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પરિબળો તરફ ધ્યાન દોરી મિશન વેકિસન શરૂ કર્યું હોય, તેમ રસીની પરિસ્થિતિ પર નીગરાણી રાખી રહ્યા છષ. જો ભારત સાવચેતી દાખવી સ્વદેશી રસી પર ભાર મૂકે તો ભારત સમગ્ર વિશ્ર્વને ‘સચોટ’ રસીની ભેટ ધરી શકે છે. આમ, ભારતનું શાણપણ ‘વેઈટ એન્ડ વોચ’ કરી નિર્ણય લેવામાં જ છે.
કોરોનાની રસીની ખુશખબરી દીવાસ્વપ્ન બની રહેશે??
કોરોના મહામારીને આ વર્ષનાં અંતે એક વર્ષ જેટલો સમય વિતી ચૂકયો છે. આ મહામારીમાંથી ઉગરવા વિશ્ર્વના દેશો ઉપરાંત, તમામ આંતરરાષ્ટ્રીય સંગઠનો, પ્રયાસો કરી રહ્યા છે. સચોટ રસીની શોધમાં વૈજ્ઞાનિકો સહિત તમામ દેશોની સરકારો ઉંધે માથે થઈ છે. અને હાલ, ઘણા દેશોમાં રસી આવી પણ ચૂકી છે. પણ શું કોરોનાની રસીની આ ખુશખબરી દીવા સ્વપ્ન બની રહેશે?? માત્ર રસીકરણનાં આધાર પર જ કોરોનાને હરાવવાનો ભરોસો ના રાખી શકાય તાજેતરમાં વિશ્ર્વ આરોગ્ય સંગઠને નિવેદન આપ્યું છે કે કોરોનાને લઈ ખુશખબરી છે. અને હવે મહામારીને ખત્મ કરવાના સપના જોઈ શકીએ છીએ આ નિવેદન વચ્ચે વિશ્ર્વ આરોગ્ય સંગઠને જોકે, માત્ર રસી પર ભરોસો ન રાખવા જણાવ્યું હતુ અને હાલનું આ ‘અવિશ્ર્વાસ’નું વાતાવરણ હેઠળ હજુ એમ કોરોનાને નાથવો મુશ્કેલ છે તેમ એકરાર વ્યકત કર્યો હતો. રસીકરણ દરમિયાન આવશ્યક તમામ પરીબળો સુનિશ્ર્ચિત કરવા તમામ દેશોને અપીલ કરી હતી.