છેલ્લો ઘા રાણાનો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપ કે વિપક્ષ કોંગ્રેસ પાસે એકપણ સોલીડ મુદ્દો  નથી: ભાજપ ફરી વિકાસના સહારે!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના આડે હવે માત્ર 72 કલાકનો સમય બાકી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ફરી એકવાર આતંકના નાશ અને અડિખમ વિકાસના મુદ્ાઓના સહારે ભાજપની નૈયાને તારી દેવાના પ્રયાસ કરી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સત્તાધારી પક્ષ ભાજપ કે વિપક્ષ કોંગ્રેસ પાસે કોઇ સચોટ ચૂંટણી મુદ્ાઓ નથી. નેતાઓની જાહેર સભાઓમાં પણ મતદારોને આકર્ષિત કરી શકાય તેવા કોઇ મુદ્ાઓનો ઉલ્લેખ કરવામાં આવતો ન હોવાના કારણે ચૂંટણસભામાં પણ બરાબર માહોલ જામતો નથી. ગુજરાતનો ગઢ સતત સાતમી વખત ફતેહ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ફરી એકવાર વિકાસનો સહારો લીધો છે. સાથોસાથ કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં આતંકવાદના સફાયા માટે કરેલી કામગીરીનો પણ સહારો લઇ રહ્યા છે.

ગુજરાતની ચૂંટણીના પરિણામોની અસર આવતા વર્ષે યોજાનારી અલગ-અલગ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પર પડશે તે વાત નિશ્ર્ચિત છે. આવામાં ગુજરાતમાં રતિભારની નુકશાની પણ ભાજપને પાલવે તેમ નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન સંભાળી લીધા છે. છેલ્લા 20 દિવસથી ભાજપના આ બન્ને નેતાઓ દ્વારા ગુજરાતમાં અલગ-અલગ મુદ્ાઓ છેડી લોકોને ભાજપ તરફી આકર્ષિત કરવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેને ધારી સફળતા ન મળતા હવે ફરી મોદી અને શાહની જોડીએ આતંકવાદ અને વિકાસવાદનો મુદ્ો ઉપાડ્યો છે. છેલ્લી ઘણી ચૂંટણી સભાઓ દરમિયાન મોદી અને શાહની જોડી આતંક અને વિકાસનો મુદ્ો ઉપાડી રહ્યા છે.

આ ઉપરાંત ભાજપના પરંપરાગત ચૂંટણી મૂદ્ાઓ ગણાતા રામ મંદિર, કલમ-370 જેવા ટોપીકને જનતા સમક્ષ ફરી મૂકી રહ્યા છે. ભાજપે માત્ર ગુજરાત જ નહી દેશના અનેક રાજ્યો અને લોકસભાની છેલ્લી બે ચૂંટણી માત્રને માત્ર વિકાસના મુદ્ાને આધારે જીતી છે. ફરી એક વખત ભાજપે આ મુદ્ાઓને જીતતા કર્યા છે. બીજી તરફ હરિફ એવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે કોઇ સચોટ મુદ્ાઓ નથી. મોંઘવારી, બેરોજગારી, કાયદો અને વ્યવસ્થાની કથળી સ્થિતિને તેઓ ચૂંટણીના મુદ્ાઓ બનાવી રહ્યા છે. પરંતુ તે પણ ગુજરાતની જનતામાં ઉપડતા નથી.

ભાજપ પ્રખર હિન્દુવાદી રાજકીય પાર્ટી હોવાની છાપ ધરાવતી હોવાના કારણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લોકોની સહાનુભૂતિ મેળવવા માટે ફરી એકવાર આતંક અને વિકાસનો સહારો લીધો છે. આવતીકાલે સાંજે પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચારના ભૂંગળા શાંત થઇ જશે. તે પૂર્વ આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પાલિતાણા, અંજાર, જામનગર અને રાજકોટમાં ચૂંટણી સભા સંબોધવાના છે. તેમા પણ આતંકવાદનો સફાયો અને વેગવાન વિકાસ જ મુખ્ય મુદ્ાઓ રહેશે.

  • અમે આતંકીઓને છોડતા નથી ઘરમાં ધુસીને મારીએ છીએ: વડાપ્રધાન
  • કોંગ્રેસે આતંકના આકાઓ સામે કાર્યવાહી કરવાના બદલે હિન્દુઓને આતંકી હોવાનું ષડયંત્ર કર્યુ: મોદી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સુરત ખાતે જાહેર સભાને સંબોધી હતી તે પહેલા સુરત એરપોર્ટથી લઇ અબ્રામા રોડ સુધી ભવ્ય રોડ-શો યોજાયો હતો. પ્રધાનસેવક  નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, જીવનામાં રોડ-શો ઘણા કર્યા તે પહેલાથી નક્કી હોય પરંતુ મારા આજના કાર્યક્રમમાં રોડ-શો હતો જ નહી. અંદાજે 25 કિમી લાંબો જનસાગર, સુરતનીજની જનતા ના આશિર્વાદ અને પ્રેમ મળ્યો છે. સુરતના આ પ્રેમ,જુસ્સાનું રૂણ કેવી રીતી પરત કરુ પણ સુરતવાસીઓ લખી રાખો તમે કહેશો તેના કરતા સવાયુ કરીશ. જે લોકો રાજકીય સમીક્ષા કરે છે તેમણે જો આજનો રોડ- શો નહી જનસાગર રૂપી કેસરીયો હીલોળે ચડયો હતો અને એ નક્કી જ છે કે મતદાનમાં ભાજપના જ રેકોર્ડ તૂટશે. પોલીસ બુથમાં ભાજપના મતોની ટકાવારીનો ઐતિહાસિક

વિજય થશે.  ગુજરાતની નવી પેઢીએ સુરતમાં થયેલા બોમ્બ ધમાકા નથી જોયા,અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ નથી જોયા. મારે સુરત અને ગુજરાતના લોકોને એવા લોકોથી સતર્ક કરવા માંગુ છું કે જે આંતકવાદીઓના શુભચિંતક છે. વોટબેંકના ભખી કેટલીકા રાજનીક પાર્ટીઓ આજે પણ બાટલા હાઉસ એન્કાઉન્ટરને ફરજી કહેવાનું પાપ કરી રહ્યા છે. કેટલીક રાજકીય પાર્ટીઓ સત્તા મેળવવા શોર્ટકટ અપનાવી રહ્યા છે. તુષ્ટીકરનું રાજકારણ કરવા વાળી રાજકીય પાર્ટી ગુજરાતને આંતકવાદથી સુરક્ષીત  ન રાખી શકે. સુરત વેપાર-ધંધાનું કારોબારનું કેન્દ્ર છે,જયા આંતક અને અશાંતિ હોય તો તેની અસર વેપાર-ધંધામાં પડે છે.

દેશ પર થયેલી સૌથી મોટો 26/11નો આંતકી ઘટનાને યાદ કરીને જણાવ્યું કે આવી મોટી ઘટનામાં તે સમયે કોંગ્રેસની સરકારે આંતકના આકાઓ સામે કડક કાર્યવાહી કરવાને બદલે હિન્દુઓ પર આંતકી હોવાનું લેબલ લગાડી દેવાનું  ષડયંત્ર કરતી હતી એટલે જ વોટબેંકનુ રાજકારણ કરવા વાળી રાજકીય પાર્ટીઓને ગુજરાતથી દુર રાખજો. આજે ભાજપા સરકાર રાજયમાં હોય કે કેન્દ્રમાં આંતકવાદને શક્તિથી જવાબ આપવામાં કચાસ રાખતી નથી. દેશના વિકાસ માટે ભાજપ સરકાર પુરી તાકાતથી કામ કરે છે. આ ભાજપની જ સરકાર છે સર્જીકલ સ્ટ્રાઇક કરી શકે, જે એર સ્ટ્રાઇક કરાવી શકે અમે આંતકીઓને નથી છોડતા અને તેમના આકાઓને પણ ઘરમાં ઘસીને મારીએ છીએ. કોંગ્રેસ અને તેની સાથેની રાજકીય પાર્ટીઓ વોટબેંકનું રાજકારણ કરી રહ્યા છે તે દેશના સુરક્ષા માટે મતો માટે કયારેકય કડક કાર્યવાહી ન કરી શકે. મારા સુરતના જવાનિયાઓને ખાસ ચેતી જજો આવી રાજકીય પાર્ટીઓથી. જે 2002થી ગુજરાતને નીચુ દેખાડવા નવા નવા ષડયંત્ર કરી રહી છે તે નવા નવા રૂપમાં આવતી રહી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.