વૈશ્વિક મંચ ઉપર ભારતને સાથ આપવા  અમેરિકા,જાપાન, ફ્રાંસ, બ્રિટન સહિતના દેશો તત્પર

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને વિશ્વ ગુરુ બનાવવા તરફની દોટ માંડી છે ત્યારે અમેરિકા પ્રવાસે ગયેલા મોદીએ ૬૫ કલાકની યાત્રામાં 20 મિટીંગો કરી છે અને ભારતને વૈશ્વિક મંચ ઉપર અને વિશ્વની આંખે અખંડ ભારતનું નિર્માણ કરવા માટેનો તખ્તો તૈયાર કર્યો છે. વિકસિત દેશોની હરોળમાં અને વિકાસશીલ દેશોની હરોળ વચ્ચે જે વૈચારિક વિભાજન થઈ રહ્યું છે તે વૈશ્વિક ઈકોનોમી તથા વૈશ્વિક સુરક્ષા માટે ખતરાની ઘંટી સમાન છે.

વિશ્વ આખામાં હાલ ઇકોનોમિક વો ચાલી રહ્યો છે વૈશ્વિક મહામારી કોરોના ના પગલે સમગ્ર વિશ્વમાં સૌથી જટિલ મુદ્દો સામે આવ્યો હોય તો તે આર્થિક મુદ્દો છે.ભારત દેશ સહિત જગત જમાદાર અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, જાપાન, આફ્રિકા સહિત અનેક દેશો આર્થિક વૃદ્ધિ મેળવવા માટે તત્પર બન્યા છે અને તે દિશામાં યોગ્ય પગલાં પણ લઇ રહ્યા છે.

આ તમામ સ્થિતિને ધ્યાને લઇ ચીન પોતાની સર્વોપરિતા સાબિત કરવા માટે પેરેલલ ઈકોનોમી ઉભી કરવા ડંફાસ મારી રહ્યું છે તો સામે ભારતને કેપિટાલિસ્ટિક દેશો નો પૂર્ણ સાથ અને સહકાર મળતા ચીનની જે મેલી મુરાદ છે તે પૂર્ણ થઇ શકતી નથી. અખંડ ભારત અને વિકાસશીલ ભારત નું સ્વપ્ન જોનાર દેશના વડાપ્રધાન માટે દેશના વિકાસ માટે કેપિટલસ્ટીક થવું અત્યંત જરૂરી છે. એ વાત સ્પષ્ટ છે કે ચાઇના સામ્યવાદી દેશ છે.

સમગ્ર વિશ્વ માટે ભારત વૈશ્વિક ઉત્પાદકો માટેનું સૌથી મોટું બજાર છે ત્યારે પોતાના વ્યાપારને વેગ આપવા માટે અમેરિકા જાપાન બ્રાઝિલ જર્મની  જેવા વિકાસશીલ દેશો ભારતની પડખે ઉભા રહેવા માટે હરહંમેશ તૈયાર રહે છે. ભારત પાસે યુવાવર્ગ ભૌગોલિક સ્થિતિ અને ખરીદી શકતી વધુ હોવાના કારણે ભારત પોતાની વિશ્વસનીયતા વૈશ્વિક સ્તર પર સાબિત કરવામાં સફળ રહ્યું છે.

ભારતની પડખે રહેલા વિશ્વ સમુદાયને ધ્યાને લઇ ભારત તરફથી ચાઈનીઝ આયાત ઉપર નિયંત્રણ લાદવામાં આવે તો નવાઈ નહીં હાલના સમયમાં ચાઇના અશાંતિ ફેલાવવા માટે પોતાનું લશ્કર બોર્ડર પર તૈનાત કર્યુ છે. ચાઇના ને એ વાતનો પૂર્ણતઃ ખ્યાલ છે કે ભારતને આર્થિક રીતે પછાત આપવી અશક્ય છે ત્યારે તેને જોતાં સંરક્ષણ ક્ષેત્ર પણ ચાઇના પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

દેશના વિકાસ માટે ભારતે મૂડીવાદી થવું પડશે

કોઈ પણ દેશ આર્થિક રીતે સજ્જ ત્યારે જ થઈ શકે જ્યારે તે મૂડી વાદને અપનાવે . ભારત દેશ પાસે કુરતી તમામ ચીજ વસ્તુઓ છે જેનાથી દેશ આર્થિક રીતે ઉન્નતી કરી શકે ત્યારે ભારત દેશના નવા વિચારો વિશ્વ સમુદાય માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યા છે પરિણામે મૂડીવાદી દેશો પણ ભારતને સાત સહકાર આપવા માટે તત્પરતા ડાકલે છે જેની સીધી જ અસર સિંહ ઉપર જોવા. વિશ્વ આખામાં એકમાત્ર ભારત દેશ જ તે દેશ છે જેની પાસે ખરીદ શક્તિ ખૂબ મોટી છે સાથોસાથ યુવાવર્ગ પણ વધુ પ્રમાણમાં હોવાથી ઉત્પાદનમાં ઘટ ઉભી થતી નથી. માત્ર ભારત દેશ માટે રોમટીરીયલની જરૂરિયાત અને સ્કિલ લેબરની અછત ચિંતાનો વિષય છે જો ભારત આ મુદ્દે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે તો આ દેશની સિદ્ધિ બની જશે.

દેશને વિશ્વ ગુરુ બનાવવા માટે વડાપ્રધાને 65 કલાકની યાત્રામાં ૨૦ બેઠકો કરી

કોઈપણ દેશને વિશ્વ ગુરુ કે પોતાનું આધિપત્ય સ્થાપિત કરવું હોય તો તેના વડાએ સંપૂર્ણ નિષ્ઠાથી તે કામ પૂર્ણ કરવું જોઈએ ત્યારે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને વિશ્વ ગુરુ બનાવવા માટે જે અથાગ મહેનત અને પરિશ્રમ કરી રહ્યા છે તેની નોંધ સમગ્ર વિશ્વ લીધી છે. અમેરિકાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદીએ પા ૬૦ કલાકની યાત્રામાં ૨૦ બેઠકો કરી દેશની સર્વોપરિતા સાબિત કરી હતી અને ભારતનું મહત્વ વિશ્વ સમુદાયને જણાવ્યું. વિદેશ પ્રવાસ માટે તે સ્થિતિમાં પોતાને ઢાળવા માં ખૂબ મુશ્કેલી પડતી હોય છે પરંતુ વડાપ્રધાન પ્લેનમાં પગ મુકતાની સાથે જ દરેક સ્થિતિ અને પ્રતિકૂળ બનાવી ભારતનો વિકાસ વધુ ને વધુ કઈ રીતે થઈ શકે અને આર્થિક ઉન્નતિ કેવી રીતે થાય તે દિશામાં કાર્ય કરવાનું શરૂ કર્યું હતું.

આંતકવાદની કમર તોડવા અર્થ વ્યવસ્થા જ સર્વોચ્ચ હથિયાર

વિશ્વ સમુદાયને ચાલ છે કે પાકિસ્તાન આંતકવાદને પ્રોત્સાહિત કરી રહ્યું છે ત્યારે આ પ્રકારના દેશોને કોર્નર કેવી રીતે કરવા તે પણ એટલા જ જરૂરી છે ત્યારે 21મી સદીમાં આંતકવાદ ની કમર તોડવા માટે જે તે દેશની અર્થવ્યવસ્થા આમાં દોડ કરવી એ જ અત્યારનું સર્વોચ્ચ હથિયાર સાબિત થઈ રહ્યું છે વિશ્વ સમુદાએ પાકિસ્તાન અને ચીનને સાઇડ લાઇન પર મૂક્યું છે અને તેની સાથે વ્યાપારમાં પણ ઘણા ખરા અંશે કટોકટી કરી છે જેથી બંને દેશની અર્થ વ્યવસ્થા જોખમમાં મુકાય. વિશ્વ સમુદાય માટે ભારત ખૂબ જ પ્રગતિશીલ દેશ છે. વિશ્વ આખું ભારત દેશ માટે વ્યાપાર ના દરવાજા ખોલ્યા છે જેની સીધી અસર દેશની અર્થવ્યવસ્થા પર પડશે અને દેશ આર્થિક રીતે મજબૂત થશે તો સામે સાઈડલાઇન થતા અનેક પ્રશ્નો ઉત્પાદિત થાય રહ્યા છે.

ભારતની સર્વોપરિતા સાબિત કરી મોદીનો 2024ની ચૂંટણીમાં 400 બેઠક જીતવાના લક્ષ્યાંક

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક બાબતોમાં પોતાની આગવી સૂઝબૂઝ અને કુનેહ થી દેશની સર્વોપરિતા સાબિત કરવામાં સફળ થયા છે. આ તકે ભારતની સર્વોપરિતા સાબિત કરી આગામી 2024 ની ચૂંટણીમાં 400 બેઠક જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિકાસવાદ અને અખંડ ભારતના મુદ્દે ચૂંટણી લડી 400 બેઠક જીતે તે માટેનો તખ્તો તૈયાર કર્યો છે અગાઉ પણ ૧૯૮૪માં કોંગ્રેસે લાગણીને મુદ્દો બનાવી 400 બેઠક જીતી હતી ત્યારે પ્રશ્ન સામે એ પણ ઉભો થાય છે કે શું ભારત અખંડ ભારત અને વિકાસવાદ ને સાથે રાખી 400 પ્લસની વેતણી પાર કરશે કે કેમ.?

ભારત કાશ્મીરમાં વિકાસથી જ આગળ વધવા માંગે છે

વડાપ્રધાન મોદીએ કાશ્મીરમાં કલમ 370 અને 35a હટાવવાનો જે નિર્ણય કર્યો છે તેનાથી કાશ્મીરનો આર્થિક વિકાસ પાઠ આગળ વધી રહ્યો છે. તેમના આ નિર્ણયથી 40 હજાર  ગામડાઓમાં સરપંચની ચૂંટણી પણ યોજાઈ પ્રવાસન ક્ષેત્રને પણ ઘણા ખરા અંશે વેગ મળ્યો છે તો સામે અભ્યાસ , નાગરિકતા નો હક સહિત અનેક લાભો કાશ્મીરી લોકોને અપાવ્યા છે. ભારત જે રીતે અખંડ ભારતનું નિર્માણ કરવા આગળ વધી રહ્યું છે તેના માટે આંતકવાદને નાબુદી અને વિકાસવાદ નું પગલું ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

તરફ સંરક્ષણ ક્ષેત્રે પણ કાશ્મીરને આંતરરાષ્ટ્રીય એવિએશન મેપ ઉપર સ્થાન આપવામાં આવ્યું છે જેના કારણે આગામી દિવસમાં શ્રીનગરથી શારજહા વચ્ચે કોમર્શિયલ ફ્લાઇટ ઉડાન ભરશે અને કાર્ગો ની સુવિધા પણ ઉપલબ્ધ થશે પરિણામે જમ્મુ-કાશ્મીરમાં મોટા ઉદ્યોગો પણ સાબિત થશે અને રોજગારીની પણ વિપુલ તકો લોકોને મળી રહેશે.

ચીનને અસ્તિત્વ ટકાવવા માટે ભારત દેશની જરૂરિયાત

વિશ્વ સમુદાયમાં પોતાની બગડેલી છાપને સુધારવા માટે ચાઇના ને ભારતની તાતી જરૂરિયાત ઉભી થઈ છે હાલ વૈશ્વિક સ્તરે વ્યાપાર ક્ષેત્રે વિશ્વ સમુદાયે ચીનને સાઇટ પર મૂક્યું છે જેની તક ભારતને મળી છે ત્યારે ભારત સૌથી મોટી માર્કેટ હોવાના કારણે ચીન ભારત સાથેના ફરી સુધારવા માટેના પૂર્ણ પ્રયાસો હાથ ધરી રહ્યું છે જો આ કાર્ય કરવામાં ચીન નિષ્ફળ નીવડશે તો આર્થિક રીતે ચીનને મોટો પછડાટ મળશે.

ચીની ડ્રેગન ભારતને પોતાની તરફ કરવા માટે અનેક પ્રયત્નો હાથ ધરી ચૂક્યું છે છેલ્લે પૂર્વ લદાખમાં ચીન દ્વારા પોતાનું સૈન્ય તૈનાત કરી બોર્ડર પણ અશાંતિ ફેલાવવા નું કારસ્તાન હાથ ધર્યું છે પરંતુ સફળતા કેટલા અંશે ચીનને મળશે તે તો આવનારો સમય જ જણાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.