મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, પારસી અને જૈનોને રાષ્ટ્રીય સ્તરે લઘુમતી ગણતી સૂચનાને પડકાર
અબતક, નવી દિલ્હી
હવે લઘુમતી રાષ્ટ્રીય સ્તરે નહીં પરંતુ જિલ્લા સ્તરે નક્કી કરવામાં આવે તેવી માંગ સાથેની જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. બંધારણના અનુચ્છેદ 29 અને 30 હેઠળ લાભ આપવાના હેતુથી જિલ્લા સ્તરે લઘુમતીઓને ઓળખવાના નિર્દેશોની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. અરજીમાં કેન્દ્ર સરકાર દ્વારા મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, પારસી અને જૈનોને રાષ્ટ્રીય સ્તરે લઘુમતી તરીકે જાહેર કરતી 1993 ની નોટિફિકેશનને મનસ્વી, અતાર્કિક અને બંધારણની કલમ 14, 15, 21, 29, અને 30 ની વિરુદ્ધ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. રહી છે
અનેક જિલ્લાઓ-રાજ્યોમાં હિંદુઓની વસ્તી અન્ય ધર્મના લોકોની વસ્તીથી ઓછી છે તેવા સમયમાં હિંદુઓને લઘુમતીનો લાભ મળતો નહિ હોવાની રાવ સાથે આ અરજી સુપ્રીમમાં દાખલ કરવામાં આવી છે. અરજીમાં અનેક રાજ્યોમાં હિંદુઓ તેમજ અન્ય ધર્મના લોકોની વસ્તીની ટકાવારીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
23 ઑક્ટોબર 1993 ની સૂચના મુજબ, ભારત સરકારના કલ્યાણ મંત્રાલયે રાષ્ટ્રીય લઘુમતી અધિનિયમ, 1992ની કલમ 2(સી) દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને આ પાંચ ધર્મોને “લઘુમતી સમુદાયો” તરીકે સૂચિત કર્યા છે. દેવકીનંદન ઠાકુરે દાખલ કરેલી પીઆઈએલ રાષ્ટ્રીય લઘુમતી અધિનિયમ, 1992ની કલમ 2(સી)ની બંધારણીય માન્યતાને પણ પડકારે છે, જે કેન્દ્રને લઘુમતીઓને સૂચિત કરવાની સત્તા આપે છે.
અરજીકર્તાનું કહેવું છે કે કેટલાક રાજ્યો અને પ્રદેશોમાં હિંદુઓની સંખ્યા ઓછી છે, પરંતુ તેમને લઘુમતીઓના અધિકારો આપવામાં આવ્યા નથી. એવું કહેવામાં આવ્યું છે કે લદ્દાખમાં 1%, મિઝોરમમાં 2.75 ટકા, લક્ષદ્વીપમાં 2.77 ટકા, કાશ્મીરમાં 4%, નાગાલેન્ડમાં 8.74 ટકા, મેઘાલયમાં 11.52 ટકા, અરુણાચલ પ્રદેશમાં 29 ટકા, પંજાબમાં 38.49 ટકાહિંદુઓ છે. મણિપુરમાં હિંદુઓ છે પરંતુ કેન્દ્રએ તેમને લઘુમતી જાહેર કર્યા નથી
બીજી તરફ, અરજદારનું કહેવું છે કે કેન્દ્રએ મુસ્લિમોને લઘુમતી જાહેર કર્યા છે, જે લક્ષદ્વીપમાં 96.58%, કાશ્મીરમાં 95%, લદ્દાખમાં 46% છે. એ જ રીતે, કેન્દ્રએ ખ્રિસ્તીઓને લઘુમતી જાહેર કર્યા છે, જે નાગાલેન્ડમાં 88.10 ટકા, મિઝોરમમાં 87.16 ટકા અને મેઘાલયમાં 74.59 ટકા છે. તેથી, તેઓ કલમ 30 મુજબ તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાની સ્થાપના અને સંચાલન કરી શકે છે.