રીયલ લાઈફમાં ‘બેબો’ રેડીયોના માધ્યમથી મહિલાઓ સાથે વાત કરશે
બોલીવુડ ‘બેબો’ કરીના કપુર લગ્ન કરવાથી કારકિર્દીનો અંત આવે છે તેવું નિવેદન આપ્યું હતું. પટૌડી ખાનદાનની પુત્રવધુ બન્યા બાદ અને ‘તૈમુર’ના જન્મ પછી કરીના કપુરની તાજેતરમાં જ ‘વીર દી વેડીંગ’ ફિલ્મ આવી જોકે ત્યારબાદ તરત જ તેણે એક ન્યુઝ એજન્સીને જણાવ્યું કે, શું લગ્ન કરવાથી કારકિર્દી પૂર્ણ થઈ જાય છે. હું હંમેશા એવા વ્યકિતની ઈચ્છા રાખતી હતી જે મને પ્રેમ કરે અને સૈફ એવા જ છે અને માટે જ મેં તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો જોકે જે સમયે હું લગ્ન કરવાની હતી ત્યારે જ મને મારા ‘હિતેચ્છુ’ઓએ કહ્યું હતું કે, લગ્ન કરીશ તો કારકિર્દી સમાપ્ત થઈ જશે. કારણકે લગ્ન બાદ ઘણી બધી જવાબદારીઓ નિભાવવાની હોય છે. ઘર, બાળકો, કુટુંબ અને પોતાની કેરીયર આવામાં કેટલાક પ્રોડયુસરો પણ તેમની ફિલ્મમાં તેનો સમાવેશ કરતા નથી અને કામ મળતું નથી પરંતુ મારા કિસ્સામાં વાત સાવ જુદી છે.
૩૮ વર્ષીય કરીના કપુરે ૨૦૧૨માં સૈફઅલી ખાન સાથે લગ્ન કર્યા હતા. કરીના કપુર તેના લગ્નજીવનથી ખુબ જ ખુશ છે. વધુમાં તે જણાવે છે કે સામાન્ય રીતે લગ્ન કરવાથી કારકિર્દી સમાપ્ત થઈ જાય છે પરંતુ મારા કિસ્સામાં ઉલ્ટું થયું છે. લગ્ન બાદ મને વધારે કામ મળી રહ્યું છે. મારે કામ કરવાની ના પાડવી પડે છે એટલું વધારે કામ મને મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ‘બેબો’એ તલાશ, કી એન્ડ કા, સત્યાગ્રહ, બજરંગી ભાઈજાન જેવી મહત્વની ફિલ્મો લગ્નબાદ કરી હતી.
વધુમાં કરીનાએ જણાવ્યું કે, હું મારા દિલને ફોલો કરુ છું અને લોકો મારા વિશે શું કહે છે અને શું વિચારે છે તેની મને પરવા નથી. હું આવનાર સમયમાં પણ ખુબ જ કામ કરીશ. હું મારી કારકિર્દી પર પૂર્ણ વિરામ નહીં લાગવા દઈ અને અગાઉ પણ ઘણા લોકોએ કહ્યું હતું કે, લગ્ન કરીશ તો કારકિર્દી પૂર્ણ થઈ જશે જોકે મને હજી એવો કોઈ અનુભવ થયો નથી.
ઉલ્લેખનીય છે કે કરીના કપુરને એફએમ રેડિયો દ્વારા એક શોની ઓફર કરવામાં આવી છે. જેમાં તેણે મહિલાઓને શું જોઈએ તે વિષય પર ચર્ચા કરવાની છે. કરીનાના જણાવ્યા પ્રમાણે રેડીયોના આ પ્રોજેકટને લઈ હું ખુબ જ નર્વસ અને એકસાઈટેડ છું મેં કયારેય રેડીયોમાં રોયલ કે રીયલ લાઈફમાં કામ કર્યું નથી પરંતુ મારા માટે આ શો ખુબ જ મહત્વનો સાબિત થશે અને લગ્ન અને માતા બન્યા પછી આ જ યોગ્ય સમય છે. મારી વાત અન્ય સુધી પહોંચાડવાનો છે.
મહત્વનું છે કે કરીના કપુરે ઈન્ડીયાઝ મોગલી લીજેન્ડ ઓફ જંગલમાં વોઈસ ઓવર કર્યો છે. આ ઉપરાંત કરીનાની સાથે માધુરી દિક્ષીત, અનિલ કપુર, અભિષેક બચ્ચન અને જેકી શ્રોફે પણ આ ફિલ્મમાં મહત્વના પાત્રોને પોતાનો અવાજ આપ્યો છે. બેબો તેની આવનારી ફિલ્મ ‘તખ્ત’ માટે તે ખુબ જ એકસાઈટેડ છે.