વિશ્ર્વની બદલાઈ રહેલી આર્થિક પરિસ્થિતિ અને વ્યાપક પણે થઈ રહેલા ડિજિટાઇઝના પગલે હવે નોટ અને રોકડા નાણાંના બદલે ઓનલાઇન વ્યવહારો વધી રહ્યા છે. તેવા સંજોગોમાં હવે નહિ ગમતું હોય તો પણ ડિજિટલ કરન્સી ને અપનાવવી જ પડે તેવા સંજોગો ઊભા થયા છે.

ડિજિટલ કરન્સી અંગે ભારતની જ્યાં સુધી વાત કરીએ તો અનિયંત્રિત પ્રકારની આ આર્થિક વ્યવહારનો ભારતે હજુ સુધી સ્વીકાર કર્યો નથી, છેતરપિંડી અને અવિશ્વાસ ની શક્યતાને લઈને ભારતમાં ડિજિટલ કરન્સી હજુ સુધી વ્યવહારૂ બની નથી. જો કે સમયના તકાજા અને વિશ્વની બદલતી જતી પરિસ્થિતિને લઈને આરબીઆઈએ કેટલાક નિશ્ચિત પરિમાણોમાં રહીને વ્યવહારને પ્રતિબંધિત ન ગણવાનું વલણ અપનાવ્યું છે. ભારતમાં પણ લક્ષ્મી નામની ડિજિટલ કરન્સી માટે વિચારણા થઈ રહી છે જો કે હજુ ડીઝીટલ કરન્સીને માન્યતા અપાય નથી. દરમિયાન યુનાઇટેડ અરબ અમીરાત એ ડિજિટલ કરન્સીની તૈયારી શરૂ કરી દીધી છે.

2026માં ડિજિટલ કરન્સી માટે યુનાઇટેડ આરબ અમીરાત પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. વિશ્વની કેટલીક મુખ્ય બેન્કોએ ડિજિટલ કરન્સી અને ખાસ કરીને બીટકોઈનના વિનિમય માટે ની રજા મંદીનું વલણ અપનાવ્યું છે. અમીરાત સેન્ટ્રલ બેન્ક જાહેર કરેલી યોજનામાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સની સાથે સાથે ડિજિટલ કરન્સીને વ્યવહારુ બનાવવામાં આવશે. 2019માં સાઉદી અરેબિયા એ તો કરન્સી અંગે વિચારણા શરૂ કરી હતી.

હવે 2026માં દુબઈમાં ડિઝીટલ કરન્સી શરૂ થશે ત્યારે ભારતમાં પણ ડિજિટલ કરન્સીના વ્યવહારને માન્યતા મળશે કે કેમ તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ તેની સાથે સાથે આર્થિક નિષ્ણાતો અને નીતિ વિષયક જવાબદારી સંભાળતા નિષ્ણાતોએ ડિજિટલ કરન્સીને હવે આવનારા સમયની જરૂરિયાત ઠરાવીને તેને અપનાવી જ પડશે તેવો મત વ્યક્ત કરીએ છીએ. ભારત પણ પોતાની લક્ષ્મી ડિજિટલ કરન્સી માટે વિચારાધીન છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.