મલિકા અરોરા પોતાના કપડા, યોગા મુવ્સ અને અર્જુન કપૂરને લઈએ ચર્ચામાં રહેતી હોય છે ત્યારે તે વધુ એક વખત ચર્ચાનો વિષય બની છે. મલાઈકા અને અર્જુન રીલેશનશીપમાં છે ત્યારે તેમના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે તેઓ ક્યારે લગ્ન ગ્રંથીમાં જોડાશે ?? આ દિવસોમાં અભિનેત્રી ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટ સ્ટાર પર તેના વેબ શો ‘મૂવિંગ ઇન વિથ મલાઈકા’ માટે ઘણી લાઇમલાઇટ મેળવી રહી છે. શોના લેટેસ્ટ એપિસોડમાં મલાઈકા અરોરાએ તેના બીજા લગ્નને લઈને મોટો ખુલાસો કર્યો છે.
મલાઈકા અરોરાના લેટેસ્ટ એપિસોડમાં જોવામાં આવ્યું કે કેવી રીતે તે તેની બહેન અમૃતાને મનાવવા ગોવા ગઈ હતી. તેમને સરપ્રાઈઝ આપ્યું, પરંતુ બાદમાં માતા જોયસ અરોરાના બ્રેસલેટને લઈને બંને બહેનો વચ્ચે ઝઘડો થયો. આ લડાઈમાં મલાઈકાએ ચાહકોને ઈશારો કર્યો કદાચ ‘ફરીથી લગ્ન’ કરશે અને તે બ્રેસલેટની હકદાર માલિક છે.
‘મૂવિંગ ઇન વિથ મલાઈકા’ વેબ સીરીઝમાં બન્ને વચ્ચે થયો ઝઘડો
‘મૂવિંગ ઇન વિથ મલાઈકા’ વેબ સીરીઝમાં બન્ને બહેનો વચ્ચે માતાના બેસ્લેટ બાબતે ઝઘડો થાય છે. મલાઈકા બહેન અમૃતા સાથે ગોવાના એક કેફેમાં બેઠી હતી. અમૃતાએ મલાઈકાનું હીરાનું બ્રેસલેટ જોયું અને તેને તેની માતા જોયસનું બ્રેસલેટ યાદ આવ્યું. મલાઈકાએ કહ્યું કે હું ભૂલી ગઈ હતી, પણ તમે મારી યાદો તાજી કરી. થોડી જ વારમાં, અમૃતાએ કહ્યું કે માતાએ તાજેતરમાં એક ફંક્શનમાં બ્રેસલેટ પહેર્યું હતું અને તેણે મને કહ્યું હતું કે તે તેની પ્રિય પુત્રી એટલે કે અમૃતાને બ્રેસલેટ આપશે.
મલાઈકાએ નહિ પરંતુ તેના હાવભાવએ બધું જ દર્શાવ્યું
અમૃતાની વાત પર મલાઈકાએ કંઈ કહ્યું નહીં, પરંતુ તેના ચહેરા પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તે પોતાની બહેન પર ગુસ્સે છે. મલાઈકાનો ચહેરો જોઈને અમૃતા સમજી ગઈ. તેણે તરત જ પૂછ્યું શું તારે કેમ બ્રેસલેટ જોઈએ છે? આના પર મલાઈકાએ જવાબ આપ્યો કે તમે રાખો. અમ્મુ, તમે મમ્મીની પ્રિય દીકરી છો. મલાઈકાના આ જવાબ પરથી એમ અનુમાન લગાવી શકાય કે તે પણ લગ્ન કરવા માટે ઈચ્છુક છે.
પહેલા લગ્ન કરશે મલાઈકા અરોરા !!
અમૃતાએ કહ્યું કે તારે વસ્તુઓને એટલી ગંભીરતાથી લેવાની જરૂર નથી. અમારામાંથી જે બીજી વાર લગ્ન કરશે તે હું છું તું નહિ. તેથી મને લાગે છે કે મારે આ બેસ્લેટ લેવું જોઈએ. આપણે બધા જાણીએ છીએ કે મલાઈકા અરોરા આ દિવસોમાં અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. મલાઈકાના વેબ શો માટે અર્જુને તેને એક વીડિયો મેસેજ મોકલ્યો હતો.
શું મલાઈકા અર્જુન સાથે કરશે ન્યુયર સેલિબ્રેશન
છેલ્લા ઘણા સમયથી મલાઈકા અને અર્જુન એક બીજાને ડેટ કરી રહ્યા છે ત્યારે મલાઈકા અર્જુન કપૂર સાથે જ પોતાના આવનારા વર્ષને વધાવશે. એ શોના એક એપિસોડમાં અર્જુન કપૂર સાથે તેના નવા વર્ષનો પ્લાન પણ શેર કર્યો હતો. જ્યારે અમૃતાએ પૂછ્યું, “અર્જુન સાથે શું છે અને તમે નવા વર્ષ પર શું કરી રહ્યા છો?” મલાઈકાએ જવાબ આપ્યો, ‘હું ક્યાંક જઈશ, હજુ નક્કી નથી.’