વર્ચ્યુઅલ કરન્સી મામલે રોકાણકારો જરા પણ સુરક્ષીત નથી: લેભાગુ યોજનાઓની જેમ બીટકોઈન સહિતની ડિજિટલ કરન્સીમાં રોકાણકારોના નાણા સલવાઈ જાય તેવી દહેશત
બીટકોઈન ઘણા સમયથી રોકાણકારોમાં ચર્ચાનો વિષય બન્યો છે. એકાએક આવતા ઉછાળા અને ઘટાડાના સમાચાર માધ્યમોમાં જોવા મળી રહ્યાં છે. ત્યારે નાણા મંત્રાલયને બીટકોઈન સહિતની વર્ચ્યુઅલ કરન્સીને મામુ બનાવવાનું કારસ્તાન ગણાવ્યું છે અને રોકાણકારોને આવી કરન્સીથી સાવધ રહેવાની ચેતવણી આપી છે.
જે પ્રકારે પોન્જી સ્કીમમાં એકાએક નફાનો લાભ આપી છેતરવામાં આવે છે તેવા જ પ્રકારે બીટકોઈન સહિતની વર્ચ્યુઅલ કરન્સીમાં ઉછાળાનો પરપોટો જોવા મળે છે.
ઘણા લોકો પોન્જી સ્કીમમાં મસમોટા રોકાણ કરી ફસાઈ ગયા છે.
તેવી જ રીતે બીટકોઈન જેવી ક્રિપ્ટો કરન્સીમાં ઉચ્ચો લાભ ખાટવા રોકાણ કરી રોકાણકારો ફસાઈ ન જાય તેવી ચેતવણી આપવામાં આવી છે.
ભારત તેમજ વિશ્ર્વના અન્ય કોઈ દેશમાં વર્ચ્યુઅલ કરન્સીને કોઈ ભૌતિક મુલ્ય આપવામાં આવતું નથી. વર્ચ્યુઅલ કરન્સી માત્ર ડિજીટલ આધારિત છે.
ઉપરાંત તેનો વિશ્ર્વાસ થઈ શકે તેમ નથી. પોન્જી સ્કીમમાં જે રીતે લોકોને ઉંચા વળતરની લાલચ આપી પૈસા ઉઘરાવવામાં આવે છે તે જ રીતે વર્ચ્યુઅલ કરન્સીમાં ઉછાળો દર્શાવી રોકાણકારોને લોભાવવામાં આવે છે પરિણામ અનેક રોકાણકારો બહોળા નાણા આવી કરન્સીમાં ગુમાવી દે છે.