પોરબંદર જીલ્લા ના માધવપુર ગમે પૌરાણિક મેળો યોજાય છે જોકે ગુજરાત માં ત્રણ મેળા મહત્વ ના છે તરણેતર નો મેળો ,માધવ પુર નો મેળો અને ભવનાથ નો મેળો જેમાં તરણેતર નો મેળો યુવાનો નો મેળો છે તો માધવપુર નો મેળો યુગલો નો મેળો અને ભવનાથ નો મેળો સંતો અને મહંતો નો મેળો છે .માધવ પુર નો મેળો શ્રી કૃષ્ણ અને રુક્ષમણીજી ના લગ્ન તરીકે જાણીતો છે પરંતુ વર્ષો જૂની પરમ્પરા જાળવતા આ મેળા માં જો રાજ્ય અને કેન્દ્ર સરકાર વધુ રસ દાખવે તો ગુજરાત માં યોજાતા તરણેતર ના મેળા સમક્ષ માધવપુર નો મેળો બની શકે તેમ છે
માધવ પૂરમાં દ્વારિકા ના રાજા કૃષ્ણ ભગવાને રુક્ષમણીજી સાથે લગ્ન કર્યા હતા તે પ્રસંગ આજે પણ જીવંત થાય છે ચૈત્રી નૌમ પાંચ દિવસ સુધી માધવરાય અને રૂક્ષ્મણીજી ના લગ્ન સમારોહ માં દેશ વિદેશ અને નજીક ના ગામડા ઓમાંથી લાખો લોકો આ લગ્ન નો લાહવો માણે છે
જો ઇતિહાસ માં ડોકિયું કરીયે તો માધવપુર ગામ એ મહાભારત કાળ નું ગામ છે અહીં 14 મી અને 15 મી સદી જૂનું બંધાવેલ માધવરાય નું મંદિર છે ઇતિહાસ પ્રમાણે શ્રી કૃષ્ણ એ મથુરા બાદ માધવપુર પસન્દ કર્યું હતું અહીં જ માધવરાય ના લગ્ન રૂક્ષ્મણીજી સાથે થયા હતા આ ઉપરાંત માધવરાય જી ના મંદિર ની સ્થાપના 1743 માં થઇ હતી જેનું નવીની કરણ પોરબંદર ના રાણી રૂપાળીબાઈ એ કરાવ્યું હતું તો આ મંદિર પર હુમલો થયા હોવાની પણ વિગત મળે છે
આ ઉપરાંત માધવપુર માં રામાનુજ ,રામાનંદ અને કબીર ઓશો પણ મુલાકાતે આવ્યા હતા તો અહીં વિશાળ અને રમણીય ઓશો આશ્રમ પણ છે જેમાં હાલ સ્વામી બ્રહ્મ વેદાંતજી ના પ્રવચન અને આધ્યાત્મિક જ્ઞાન મેળવવા અનેક ઓશો અનુયાયી ઓ મુલાકાતે આવે છે વિશેષ માં આ વિસ્તાર માં ભાતીગળ સઁસ્કૃતિ સાથે જોડાયેલ કોળી સમાજ ,માહેર સમાજ અને રબારી સમાજ તેમજ ખારવા સમાજ નો વ્યાપ વધુ છે તો
અમેરિકા ના ડો. હન્ટ ના જણાવ્યા અનુસાર માધવપુર નો દરિયો એક યુનિક બીચ છે જે પ્રવાસીઓ ને આકર્ષે છે આથી અહીં ગુજરાત ટુરિઝમ દ્વારા બીચ ફેસ્ટિવલ પણ યોજાય છે પરંતુ જો રાજ્ય અને કેન્દ્ર સરકાર આ મેળા માં વધુ રસ દાખવે તો તરણેતર ના મેળા ની સમક્ક્ષ માધવપુર નો પરંપરાગત મેળો બની શકે તેમ છે અને માધવપુર નો મેળો એક મહત્વ નું પ્રવાસી સ્થળ અને આવક નું નવું સ્ત્રોત પણ બની શકે તેમ છે