આજરોજ રાજયસભાની ત્રણ બેઠકો માટેની ચુંટણી સમયસર સવારે ૯ કલાકે શરુ કરી દેવામાં આવી હતી. આ ચુંટણીમાં ભાજપ તરફથી અમિત શાહ, સ્મૃતિ ઇરાની અને બલવંતસિંહ રાજપુત ત્રણ ઉમેદવારોએ હતા. જયારે કોંગ્રેંસ તરફથી એહમદ પટેલ ઉમેદવાર હતા. આજની આ ચુંટણી રસાકસી ભરી બને તેવી સંભાવનાની વચ્ચે ભાજપ અને કોંગ્રેસના તમામ ધારાસભ્યો મતદાન કરવા માટે પહોંચ્યા હતા. ભાજપના ધારાસભ્યોને પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ આવકાર્યા હતા. તેમજ કોગ્રેસના ૪૪ ધારાસભ્યો આણંદથી એહમદ પટેલને મત આપવા પહોચ્યા હતા. આ તમામને કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતે આવકાર્યા હતા. કુલ ૧૭૬ મતોમાંથી ૮ ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કર્યુ હતું. શંકરસિંહ જુથના પાંચ ધારાસભ્યો સહીત સાણંદના ધારાસભ્ય કરમશી પટેલ કે જેઓ બેગ્લોર ગયા હતા તેમણે ક્રોસ વોટીંગ કરતા એહમદ પટેલને જટકો મળ્યો હતો. મતદાન માટે બન્ને પક્ષના ધારાસભ્યોએ પોત પોતાના ઉમેદવારો વિજેતા થવાની આશા વ્યકત કરી હતી.
કમળ ‘એકડા’ અંકે કરશે કે પંજાની ‘આબરૂ’ રહી જશે?
Previous Articleમોરબી જિલ્લામાં કપાસના પાકમાં ગુલાબી ઈયળોનો આતંક
Next Article બ્રહ્મનાદ સામાજિક જાગૃતિનો શંખનાદ બનશે