ઉનાળુ મગફળી, તલ અને શાકભાજીના પાકને નુકશાન થશે: તીડના ટોળાને ભગાડવા ખેડૂતો દ્વારા થાળી વગાડવા સહિતના ઉપાયો અજમાવાય છે

પાક.માંથી રાજસ્થાનમાં પ્રવેશયા બાદ ઉત્તરપ્રદેશ અને મઘ્યપ્રદેશ બાદ ગુજરાતના પાંચથી વધુ જિલ્લામાં પ્રવેશેલા તીડના ટોળા ખેત ઉત્પાદનના લક્ષ્યાંકોને છિન્ન ભિન્ન કરી નાખશે. ગુજરાતના સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ અને મોરબી બાદ સોમનાથ જીલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ તીડના ટોળા દેખાયા છે.

તીડના ટોળાને ભગાવવા માટે ખેડૂતો દ્વારા થાળી વગાડવાથી માંડી વાડી ખેતમાં મોટા અવાજ કરવા અને દવાઓના છંટકાવ કરવા સહિતના ઉપયોગ જણાવવામાં આવી રહ્યા છે. હાલમાં સોમનાથ જિલ્લાના ગીરગઢડા પંથકમાં તીડના ટોળા આવ્યા હોવાથી ખેડૂતોએ પોતાના ખેતરોમાં સામુહિક રીતે થાળીઓ વગાડી ભગાડવાના પ્રયાસો હાથ ધર્યા છે.

જે વિસ્તારમાં ત્રાટકે એ વિસ્તારના ઉભો પાક લીલા ઝાડના પાનનો સોથ બોલાવી દેતા તીડના તોળા એપ્રિલ માસના બીજા સપ્તાહમાં પાકિસ્તાનમાંથી રાજસ્થાનમાં પ્રવેશ્યા હતા. રાજસ્થાનમાં પ્રવેશેલા તીડના ટોળાએ ૧૮ જિલ્લામાં ઉત્પાદકનો સોથ વાળી દીધો હતો. બાદમાં ઉતર પ્રદેશના ઝાંસી અને આગ્રામાં તીડના ટોળા દેખાતા સરકારે રાજયમાં એલર્ટ જાહેર કર્યુ હતું તત્કાલ પગલા લેવાની શરૂઆત કરી હતી. આગ્રા, અલીગઢ, મથુરા, બુલંદ શહેર, હાથ રસ, ઇરાહ, ફીરોઝાબાદ, મેનપુરી, ઇટવાહ, ફારૂખાબાદ: ઔરંયા જલૌ, લલીતાપુર જિલ્લામાં તીડના ટોળાએ ઉભા પાકનો નાશ કર્યો હતો. ઉતર પ્રદેશના ખેતી વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે તીડનું મોટુઁ ટોળુ ખેતરમાં આવ્યા કે એટલે એક કલાકમાં એક એકરનો પાક સાફ કરી નાખે છેે આ સ્થિતિને પહોચી વળવા લોકોમાં તીડ અંગે જાગૃતિ લાવવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આગ્રામાં તો તંત્રે ૨૦૪ ટ્રેકટર મારફત ખેતરોમાં દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો હતો.

ર૦ મેથી રાજસ્થાનના દસૌ જિલ્લામાં પ્રવેશેલ તીડના ટોળાએ પાંચ દિવસમાં દસોથી અજમેર સુધીના ર૦૦ કી.મી.ના વિસ્તારને આવરી લઇ ઉભા પાકનો સાથ વાળ્યો હતો.

બાદમાં મઘ્યપ્રદેશમાં ૧ર જિલ્લામાં તીડના ટોળાએ આક્રમણ કરી દશકાનું સૌથી મોટું નુકશાન કર્યુ હતું. પ્રથમ તા.૧૭ મે ના રોજ મંદસોર, નીમચમાં પ્રવેશ્યા બાદ વધુ ૧૦ જિલ્લામાં આક્રમણ કરી ઉભા પાકનો સોથ વાળી દીધો હતો. જે જિલ્લામાં સૌથી વધુ નુકશાન કર્યુ છે તેમાં  મંદસોર, નુનીમય, રતલામ, ઉજજૈન, દેવાસ, સૈજપુર, ઇન્દોર, ખરગોન, મોરેના અને શાવપુરનો સમાવેશ થાય છે.

મઘ્યપ્રદેશમાંથી ગુજરાતમાં પ્રવેશેલા તીડના ટોળાએ પ્રથમ ઉતર તરફ અને બાદમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, મોરબી અને બાદમાં સોમનાથ જિલ્લામાં તીડના ટોળા ત્રાટકયા હતા.

સૌરાષ્ટ્રમાં ત્રાટટેલા તીડના ટોળા ખેત ઉત્પાદનના લક્ષ્યાંકોને છિન્ન ભિન્ન કરી નાખશે. અત્યારે ઉનાળુ મગફળીનો પાક મોટો થઇ રહ્યો છે. અગાઉ વાવેતર થયેલ મગફળીનો પાક તૈયાર થઇ ગયો છે તેને નુકશાન થશે. ઉપરાંત તલનો પાક પણ અમુક જગ્યાએ તૈયાર થયો છે. તે લણવાનો બાકી છે તેને મોઢું નુકશાન થશે. શાકભાજીના પાકને પણ મોટું નુકશાન થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.