પાણી, તથા જીવન જીવી શકાઈ તેવું વાતાવરણ સુપર અર્થ પર હોવાનું વૈજ્ઞાનિકોનો દાવો

પૃથ્વી પર વસતા માનવની જીજીવિશા અને જ્ઞાનના સિમાડાઓ હવે બ્રહ્માંડસુધી વિસ્તરવા લાગ્યા હોય તેમ દાયકાઓનાં અવકાશ સંશોધન બાદ પરગ્રહમાં પાણી અને જીવનની શરૂઆતોના અનુકુળ તાપમાનવાળુ વાતાવાણના સંકેતો મળ્યા છે. વિજ્ઞાનિકોને પ્રથમ વખત આપણા સૂર્યમંડળ બહાર અન્ય ગ્રહોમાં પણ પાણી અને જીવન માટે જરૂરી તાપમાનનું વાતાવરણ હોવાના સંકેતો મળ્યા છે. લંડનના અવકાશ સંશોધકોએ બુધવારે એવી જાહેરાત કરી હતી કે તેઓએ પૃથ્વીથી ૧૧૦ પ્રકાશવર્ષ દૂરના એક ગ્રહ પર પાણી અને જીવન માટે અનુકુળ વાતાવરણ વાળુ એક ગ્રહ શોધી કાઢ્યું છે. વિજ્ઞાનિકોનાં મતે આ સુપરઅર્થ જેવા ગ્રહ પોતાના તારા મંડળમાં કેવીજગ્યા પ્રસ્થાપિત છે કે જયાં જીવનની શકયતા દેખાઈ રહી છે. યુનિવર્સિટી ઓફ લંડનના વિજ્ઞાનિકોએ દાવો કર્યો છેકે આ જીવનની શકયતા વાળા સુપરઅર્થ ગ્રહ ઉપર જીવન માટે જરૂરી તાપમાન અને પાણીનો પૂરતો જથ્થો ત્યાં એવું વાતાવરણ છે કે જીવન વિકસી શકે. અલબત તેને બીજી પૃથ્વી કહેવી કે કેમ તે ચોકકસ પણે જરાવી ન શકાય આ નવો ગ્રહ કદમાં પૃથ્વીથી બે ગણોને ઘનતામાં આઠગણા ગ્રહને આપણી જેમજ સૂર્ય હોવાનું જાણમાં આવ્યું છે. જળના સંકેતો પણ મળ્યા છે. ત્યારે અત્યારે આપણે બીજા પૃથ્વીની જ પરિકલ્પના કરી શકીએ છીએ.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.