જમીનના દસ્તાવેજો સામે પ્રશ્ર્નો ઉઠતા કંપનીએ નોટિસ ફટકારી
એકબાજુથી લાલુપ્રસાદ અને તેના પરીવાર સંપતિ મામલે ઇન્કમટેકસ અને રેવન્યુ ખાતાના ઝપેટે ચડી ગયો છે. ત્યારે હવે ફરીથી આરજેડી ચીફ લાલુનો નાનો પુત્ર તેજપ્રતાપ યાદવને તેની માલીકીનો ભારત પેટ્રોલીયમનો પેટ્રોલ પંપ ગુમાવવાનો વારો આવ્યો છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો પ્રમાણે ભારત પેટ્રોલીયમને લાલુપ્રસાદ યાદવના પુત્ર અને રાજયના આરોગ્ય મંત્રી તેજપ્રતાપ યાદવને નોટિસ ફટકારી છે. તેની સામે ખોટા દસ્તાવેજો રજુ કરીને પટણાના અનીસાબાદમાં પેટ્રોલ પંપ લેવાનો આરોપ છે.
આ નોટીસમાં તેને પૂછવામાં આવ્યું છે કે તેમના પેટ્રોલપંપની ફાળવણી રદ કેમ ના કરી દેવામાં આવે આ અંગે ભારત પેટ્રોલીયમ દ્વારા ૧પ દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે.
કંપની દ્વારા પેટ્રોલપંપ માટે ૨૦૧૧માં જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જાન્યુઆરી ૨૦૧૨માં ઇન્ટરવ્યુ થયો હતો. આ વર્ષે જ તેજ પ્રતાપને અનીસા બાદમાં પંપની ફાળવણી કરવામાં આવી હતી. તેમણે તે માટે જમીનના દસ્તાવેજ પણ આવ્યા હતા. આ જમીનના દસ્તવેજો સામે સવાલ ઉઠાવાતા હદે પેટ્રોલપંપની માલીકી છીનવાઇ જાય તેવી આશંકા સેવવામાં આવી રહી છે.