લક્ષ્મી મિત્તલે પોતાના નાનાભાઈ પ્રમોદ મિત્તલના સરકારી લેણા ૨,૨૧૦ કરોડ રૂ. ચૂકવી આપીને કાનૂની વિવાદમાંથી બચાવ્યા
તાજેતરમાં ભારતના સૌથી ધનાઢય ગણાતા મુકેશ અંબાણીએ દેવાદાર થઈ ગયેલા પોતાના નાનાભાઈ અનિલ અંબાણીની લેણી રકમ એરિકસન કંપનીને ચૂકવીને તેને જેલમાં જતો બચાવ્યો હતો. જેના બદલમાં મુકેશે અનિલની આરકોમ કંપની સસ્તામાં પચાવી પાડી હતી. આવો બીજો કિસ્સો તાજેતરમાં બહાર આવવા પામ્યો છે. જેમાં સ્ટીલ કીંગ ગણાતા લક્ષ્મી મિત્તલે પોતાના નાનાભાઈ પ્રમોદને ૨,૨૧૦ કરોડ રૂ.ની મદદ કરીને તેને પડનારી કાનૂની મુશ્કેલીઓ ટાળી હતી. પરંતુ, આ મદદના બદલામાં મિત્તલ પણ પોતાના ભાઈની કંપની મકેશ અંબાણીની જેમ પચાવી પાડશે તેવી ઉદ્યોગ જગતમાં મનાય રહ્યું છે.
ગ્લોબલ સ્ટીલ હોલ્ડીંગ્સ લીમીટેડ અને ગ્લોબલ સ્ટીલ ફિલીપાઈન્સ ઈન્ક.ના માલીક ૫૭ વર્ષિય પ્રમોદકુમાર મિત્તલ પાસે સરકારી કંપની એસટીસી ૨,૨૧૦ કરોડ રૂ.ની રકમ લેણી હતી. આ રકમ ચૂકવવામાં પ્રમોદકુમાર નિષ્ફળ જતા આ કંપનીએ તેની સામે વિવિધ કેસો દાખલ કર્યા હતા.
આ કેસોમાં પ્રમોદકુમારને મુશ્કેલી આવે તેવી સંભાવના હોય તેને લક્ષ્મી મિત્તલ પાસે મદદ માંગી હતી. જેથી લક્ષ્મી મિત્તલે તેના ભાઈને એસીટીસી કંપનીની લેણી રકમ ચૂકવીને તેનું લેણુ ચૂકવી આપ્યું હતુ એસટીસી કંપનીએ પણ જણાવ્યું હતુ કે તેની કંપનીને પ્રમોદકુમાર પાસેથી લેવાની રકમ મળી ચૂકી છે. જેની તેઓ તેની સામેના કેસો ટુંક સમયમાં પાછા ખેંચી લેશે.
પ્રમોદકુમારે પોતાને આર્થિક સહાય કરી કાયદાકીય વિવાદમાંથી બહાર લાવનારા પોતાના મોટાભાઈ લક્ષ્મી મિતલનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે મિતલ ભાઈઓએ ૧૯૯૪માં મોટાભાગનો સ્ટીલ મેન્યુફેકચરીંગ કંપની બિઝનેસ આર્સેલર મિતલની આગેવાનીમાં કબજે કર્યો હતો. જે બાદ બંને ભાઈઓએ બિઝનેસને વિભાજીત કર્યો હતો. જે બાદ પ્રમોદકુમાર મિતલ આ બંને કંપનીઓનું સંચાલન કરી રહ્યા છે. જો કે લક્ષ્મી મિતલની આ મદદ અંગે અર્સેલર મિત્તલના કંપની તરફ કોઈ વિધિવત જાહેરાત કરવામાં આવી નથી.
સરકારીમાલીકીની એસટીસી કંપની મુખ્યત્વે નિકાસ સાથે સંકળાયેલી અગ્રણી આંતરરાષ્ટ્રીય ટ્રેડીંગ કંપની છે અને આયાતની કામગીરી કરી છે. એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ દ્વારા અગાઉ પ્રમોદ મિતલની જીએસએચએલ ગ્લોબલ સ્ટીલ ફીલીપાઈન્સ ઈન્ક અને બાલાસ્ટોર એબોટસ સામે વિવિધ ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને સીબીઆઈએ આ અંગે કેસ કરીને એફઆઈ આર દાખલ કરાવી હતી. પ્રમોદ મિતલને દર વર્ષે ૧૩.૫ ટકાના દરે મુદલની ૧,૬૦૫ કરોડ રૂ. એસટીસીને આપવામાં આવ્યા હતા. જેની વ્યાજ સાથે ૨,૨૧૦ કરોડ રૂ. રકમ પ્રમોદ મિતલ પાસે લેણી નીકળતી હતી.