સૂર્યપ્રકાશથી ‘કોરોના’ વાયરસના સંહાર અંગે સંશોધન; વૈજ્ઞાનિકોએ વ્હાઈટ હાઉસમાં નિદર્શન રજૂ કર્યું
અંધારામાં એક કલાક ટકી શકતા વિષાણુ સૂર્યપ્રકાશમાં એક મિનિટ માંડ ટકી શકે છે
સૂર્ય છે તો પૃથ્વી પર સમગ્ર સૃષ્ટિ છે સૂર્યના અગણિત ઉપકાર છે સૂર્ય વિના પૃથ્વીપર સુષ્ટિનું અસ્તિત્વ જ ન હોઈ શકે હાલ ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. અને આખી દુનિયા તેને રોકવા માટે ઉપાયો શોધવા લાગી છે. અને અવનવા સંશોધનો થઈ રહ્યા છે. આવા સમયે સૂર્યદેવ આ વાયરસને અટકાવવામાં મદદરૂપ બની શકે છે કે કેમ તે અંગેના સંશોધનો પણ શરૂ થઈ ગયા છે.
સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસનો હજુ સુધી કોઈ ઈલાજ હાથ આવ્યો નથી ત્યારે અમેરિકાના વૈજ્ઞાનિકોએ આ વાયરસપર સૂર્યપ્રકાશ અને ગરમીની કેવી અસરો થાય છે તે અંગે સંશોધન શરૂ કર્યું છે.
શું સૂર્યપ્રકાશથી કોરોના વાયરસનો સંહાર કરી શકાય ? કેટલાક અમેરિકન વૈજ્ઞાનિકોએ આ અંગે વ્હાઈટહાઉસમાં પ્રેઝેન્ટેશન રજૂ કર્યું હતુ. વૈજ્ઞાનિકોએ આ અંગે વ્હાઈટહાઉસમાં પ્રેઝેન્ટેશન રજૂ કર્યું હતુ વૈજ્ઞાનિકોએ કેટલાક તારણો રજૂ કર્યા હતા. પરંતુ હજુ આ અંગે સંશોધનના અંતિમ પરિણામોની રાહ જોવાનું મૂનાસીબ સમજયું હતુ.
અમેરિકાના વૈજ્ઞાનિકોએ એક ધ્યાન આકર્ષક ધોષણામાં ગૂરૂવારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સૂર્ય પ્રકાશની વિકીરણશકિતની અસરકારકતા અંગે અભ્યાસ લેખ રજૂ કર્યો હતો. જોકે આ દવામાં કેટલાક વૈજ્ઞાનિકોએ સહમતી દર્શાવી ન હતી. ટેકસાસ યુનિ.ના વૈજ્ઞાનિક બેઝામીન ન્યુમને જણાવ્યું હતુ કે કયાંક સૂર્યપ્રકાશની અસરો જોવા મળી છે તો કયાંક નથી જોવા મળી પરીક્ષણ કેવી રીતે કરવામાં આવ્યું તે જાણવું જરૂરી છે.
પોલાદ અને સ્ટીલની સપાટી પર સૂર્યપ્રકાશથી વાયરસ પર સારી અસર જોવા મળી હતી ૨ મીનીટમાં ૭૦ થી ૭૫ ડીગ્રી તાપમાનનું વાતાવરણ ઉભુ કરી કાય છે. ત્યારે આજ પરિસ્થિતિમાં અંધારામાં આ કિરણો આ સ્થિતિમાટે છકલાકનો સમય લે છે. જયારે વિષાણું હવામાં હોય છે. ત્યારે તેનું અર્ધુજીવન સૂર્યપ્રકાશથી અસરગ્રસ્ત થાય છે. ૭૦ થી ૭૫ ડિગ્રી તાપમાન સામે તે એકાદ મિનિટ સુધી ટકી શકે છે જયારે અંધારામાં એક કલાક સુધી કંઈ થતુ નથી.
સૂર્યપ્રકાશની અસર અને તેનું પ્રમાણ અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ હોય છે. આપણે જાણીએ છીએ કે સૂર્યકિરણમાં અલ્ટ્રા વાયોલેટ કિરણો હોય છે જે ઈલેકટ્રો મેગ્નેટીક તત્વો ધરાવે છે. જે આવા રોગચાળામાં ઉપયોગી થઈ શકે છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા વિકસીત દેશોમાં લોકોને પ્લાસ્ટીકની બોટલોમાં પાણી ભરી પાંચ કલાક તડકામાં રાખી તેને પીવાની સલાહ આપવામાં આવી છે. પરંતુ આ પધ્ધતિ એક સરખી રીતે અસરકારક સાબીત ન થઈ શકે સૂર્ય પ્રકાશમાં અલગ અલગ તીવ્રતા ધરાવતા અલ્ટાવાયોલેટ કિરણો હોય છે જેમાંથી કેટલાકનો ઉપયોગ ચામડી અને કેન્સરના કોષ માટે કરવામાં આવે છે. સૂર્યકિરણો ઓઝોનમાંથી ગળાઈને પૃથ્વીમાં આવે છે. ઓઝોનમાં સૂર્યકિરણનાં તમામ જોખમી દ્રવ્ય શોષી લેવામાં આવે છે. ૨૦૦૪માં અંગેનૂં સંપૂર્ણ સંશોધન થયું હતુ.
સૂર્યના અલ્ટાવાયોલેટ કિરણોના હવે લેબોરેટરી હોસ્પિટલો અને હવે તો ચીન જેવા દેશોમાં વાયરસ મૂકત સફાઈ માટે ઉપયોગ થાય છે. આવા કિરણોથી વાયરસ ૧૫ મીનીટમાં જ મરી જાય છે. કોવિડ ૧૯માં પણ સૂર્યકિરણમાં રહેલા અલ્ટ્રાવાયોલેટ કિરણોનો ઉપયોગ અસરકારક થાય તેમ છે. પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું સંશોધન થાય છે.
અત્યારે તો વિશ્ર્વભરનાં વૈજ્ઞાનિક સમુદાયો સૂર્યકિરણનો ઉપયોગ કોરોના મહામારી સામે કેવી રીતે કરી શકાય તે માટે સંશોધનમાં પડયા છે.
બીજી તરફ સૂર્યકિરણના અલ્ટ્રાવાયોલેટ કિરણો શરીરમાં વિટામીન ડીના પ્રત્યાર્પણ અને રોગપ્રતિકારક શકિત માટે ખૂબજ ઉપયોગ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડટ્રમ માટે સૂર્યકિરણ એટલે કે તડકાની સારવારથી કોરોનાના ચેપગ્રસ્ત દર્દીને કેવી રીતે સારવાર આપી શકાય તેના નિર્દેશો પર સંશોધન શરૂ થયું છે.
હનુમાનજી સૂર્યને ‘ફળ’ સમજી ગળી ગયેલા…
યુગ સહસ્ત્ર જોજન પર ભાનુ
લીન્યો તાહિ મધૂર ફળ જાનુ
હનુમાન ચાલીસરમાં હનૂમાનજીની સૂર્ય ગળી જવાની ઘટનાનો ઉલ્લેખ છે. હનુમાનજી સૂર્યને ફળ સમજી ૨૪ કલાક માટે મોંમાં ગળી ગયા હતા સૂર્યને ગળી જતા દેવલોકમાં ખળભળાટ મચી ગયો હતો. આથી સમજી કાય કે પૂરાણોમાં સૂયર્ંનું જે મહત્વ બતાવેલુ છે તે આજન સંદર્ભમાં પણ કેટલે અંશે સાર્થક છે સૂર્ય છે તો જીવ સૃષ્ટિ છે સૂક્ષ્મ જીવથી માંડી માનવી વૃક્ષો,વન્ય સૃષ્ટિ વગેરે સૂર્યને લીધે અસ્તિત્વ ધરાવે છે. સૂર્ય નહોતતો એનું અસ્તિત્વ ન હોઈ શકે.
કોરોનાના કેસ ઘટાડવા મદદ કરી શકે: સંશોધન
અમને એવું જણાયું છે કે પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ કિરણો કોવિદ ૧૯ના કેસ ઘટાડી શકે છે. કોરોનાના કેસ ઘટાડવામાં મદદ કરી શકે છે તેમ બુધવારે એક વૈજ્ઞાનિકે ઓનલાઈન જાહેર કર્યું હતુ જોકે તેની હજી સમીક્ષા કરવાનું બાકી છે. આ સંશોધન એવું બતાવે છે કે ઉનાળામાં કોરોના વાયરસના કેસ કામ ચલાઉ ઘટી શકે છે અને ચોમાસામાં વધી શકે છે. અને ફરી શિયાળામાં ટોચ પર પહોચી શકે છે. તેમ કનેકટીકટ યુનિ.ના ઈકોલોજીકલ વિભાગે જણાવ્યું હતુ જોકેકેટલાક દેશના હવામાન મુખ્ય તેની તીવ્રતામાં વધારો કે ઘટાડો થઈ શકે છે તેમ આ સંશોધનમાં જણાવાયું છે.