બેંગલોરની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ 

આઇપીએલ  હાલ અત્યંત રોમાંચક તબક્કામાં આવી પહોંચ્યું છે હવે ગણતરીના મેચો ટીમ માટે ના બાકી રહ્યા છે ત્યારે ટોપ ચાર ટીમ કે જે પ્લેઓફમાં  એકબીજા સામે ટકરાશે તે કોણ હશે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. હાલ પોઇન્ટ ટેબલ ઉપર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો ચેન્નઈ સુપર કિંગ અને દિલ્હી કેપિટલ આ બંને ટીમ 18 પોઇન્ટ સાથે પ્રથમ અને બીજા ક્રમ પર જોવા મળી રહી છે ત્યારે ત્રીજા ત્રીજા સ્થાન પર આરસીબી જોવા મળી રહ્યું છે હાલ ચોથા સ્થાન પર પહોંચવા માટે હજુ ટિમો પોતાનું એડીચોટીનું જો લગાવી રહ્યું છે.

પ્લેઓફ માટે ક્વોલિફાઈ થનારી બેંગ્લોરની ટીમના સુકાની વિરાટ કોહલીએ માહિતી આપતા જણાવ્યું હતું કે , હજુ બેંગ્લોરના બે મેચ બાકી છે ત્યારે આ બંને મેચ જીતી પોઇન્ટ ટેબલમાં ટોપ ટુમાં  પહોંચવા માટે ની મહેનત કરવામાં આવશે. મુખ્ય કારણ તો એ છે કે જે ટીમ ટોપ ટેનમાં હોય ત્યારે બંને ટીમને ખુબ સારો ફાયદો મળતો હોય છે ટોપ ટુ ટીમ વચ્ચે જ્યારે મેચ રમવામાં આવે ત્યારે જીતનારી ટીમ  સીધી જ ફાઇનલમાં પહોંચે છે તો સામે જે ટીમ પ્રથમ મેચમાં હારી હોય તેને વધુ એક તક મળે છે.

ત્યારે હવે જે આઈપીએલમાં મેચ બાકી છે તે ટોપ ટુ માં પહોંચવાની હરીફાઈ માટેના છે જેમાં બેંગ્લોર હાલની સ્થિતિએ ફેવરેટ માનવામાં આવી રહ્યું છે. ત્યારે વિરાટ કોહલીની હોમ ટીમ એવી દિલ્હી સામેના મેચમાં જો બેંગલોર જીતે તો ટીમ ટોપ 2 પર પહોંચી જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.