કેકેઆરે દિલ્હીને 3 વિકેટે હરાવી આઇપીએલ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો
અબતક, નવીદિલ્હી
આઇપીએલ રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે અને 2 ફાઈનાલિસ્ટ ટીમો પણ નિર્ધારિત થઈ ચૂકી છે ત્યારે બીજા ક્વોલિફાયર મેચમાં કેકેઆર અને દિલ્હી કેપિટલ વચ્ચે મેચ રમ્યો હતો જેમાં દિલ્હી તો સારી પ્રથમ બેટિંગ કરી હતી, કેકેઆરની ચુસ્ત બોલિંગના પગલે દિલ્હીની ટીમ માત્ર અને માત્ર 135 રન જ બનાવી શકી હતી જેના જવાબમાં કેકેઆર એ ત્રણ વિકેટથી દિલ્હીને પરાજય આપી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
આવતી કાલે ફાઇનલ મેચ ચેન્નઈ સુપરકિંગ્સને કેકેઆર વચ્ચે રમાશે ત્યારે જોવાનું એ રહ્યું કે શું દિલ્હી બાદ ચેન્નાઈને હરાવી કેકેઆર સુપર કિંગ બનશે કે કેમ? કલકત્તા તરફથી શુભમન ગીલ અને ટેસ્ટ જ્યારે વિસ્ફોટક બેટિંગ કરી ટીમને વિજય અપાવ્યો હતો ત્યારે તેની સામેના મેચમાં પણ કલકત્તાના ઓપન આ ઉપર પૂર્ણત: દારોમદાર રહેશે અને સારા એવા ટોટલ થી વિપક્ષી ટીમને હરાવવા ની રણનીતિ પણ તૈયાર કરવામાં આવશે આવતીકાલનો ફાઇનલ મેચ દુબઈ ખાતે આવવાનો છે ત્યારે ચાલુ આઈપીએલ સીઝન માં જે ટીમ ટોસ સીટી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે તે ટીમનો વિજય મહત્તમ અંશે જોવા મળ્યો છે.
ચાલુ આઈપીએલ સીઝન માં મહત્તમ નવોદિત ખેલાડીઓ દ્વારા જે પ્રદર્શન કરવામાં આવ્યું છે તેની સીધી અસર આગામી સમયમાં ટીમ ઇન્ડિયા આ ખેલાડીઓ પર જોવા મળશે જેનું મુખ્ય કારણ એ છે કે નવોદિત ખેલાડીઓનું પ્રદર્શન આવનારા સમય માટે ટીમ ઇન્ડિયા માટે અત્યંત લાભદાયી અને મહત્વપૂર્ણ સાબિત થશે ત્યારે ચાલુ આઈપીએલ બાદ આજે વિશ્વ કપ રમવા જઈ રહ્યો છે તેમાં અનેકવિધ નવા અને યુવાન ખેલાડીઓને તક મળી છે જે ભારતીય ટીમ માટે સફળતાની ચાવી રૂપ સાબિત થશે.