ભારત અને પાકિસ્તાનને નજીક લાવવા માટે ક્રિકેટ અને ધાર્મિક લાગણીઓ મજબુત મુળીયા

૭૨ વર્ષોની લાંબી પ્રતિક્ષા પછી શીખ શ્રદ્ધાળુઓ કરતારપર શાહીબે દર્શનાર્થે પહોંચ્યા હતા જયાં તેઓનું સ્વાગત પાકિસ્તાન દ્વારા હર્ષો ઉલ્લાસ સાથે કરવામાં આવ્યું હતું. હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સંબંધો વણસ્યા છે તે સુધારવા માટે અને બંને દેશોને નજીક લાવવા માટે કરતારપુર શાહીબ કયાંકને કયાંક મહત્વનો ભાગ ભજવશે તેવું લાગી રહ્યું છે. આ પ્રસંગે પંજાબનાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંગે પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈરાન ખાનને ભારત અને પાકિસ્તાન વચ્ચેની સામાન્યતા વિશે માહિતી આપી હતી અને તેઓએ જણાવ્યું હતું કે, ઈમરાન ખાનનાં કાકા કે જેઓનું નામ જહાંગીરખાન છે તેઓ પટીયાલા તરફથી ક્રિકેટ રમ્યા હતા જેમાં લાલા અમરનાથ, અમરસિંગ અને કેપ્ટન અમરિંદરસિંગનાં પિતા મહારાજા યદવીન્દ્રરસિંગ સાથે રમ્યા હોવાનું જણાવ્યું હતું. એ વાત સ્પષ્ટ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં સંબંધો તો જ મજબુત થશે જયારે ભારત-પાક વચ્ચે ક્રિકેટ મેચ વધુને વધુ રમાશે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ અને ધાર્મિક લાગણીઓ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

કરતારપુર કોરિડોરના ઉદ્ધાટન પહેલા માછીયામાં પીએમ મોદીની જનસભા હતા, ત્યાં તમામ લોકો પહોંચ્યા હતા. હજારોની સંખ્યામાં કાર્યક્રમમાં સામેલ થવા જઈ રહેલા લોકોને જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે દરેક આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનવા માગે છે. આખો માહોલ ભક્તિમય હતો. ત્યારબાદ અમને સુરક્ષાકર્મીઓ સાથે એવા લોકો પાસે લઈ જવામાં આવ્યા હતા જે પહેલા ગ્રુપમાં ગુરુદ્વારા સાહિબના દર્શને જવાના હતા. જેમાં રાજ્ય સરકારના મંત્રી, ધારાસભ્ય અને સાંસદ સહિત ટઈંઙ સામેલ હતા. ૧૧ વાગ્યે મોદી કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા હતા, તેમની સાથે કેપ્ટન, સુખબીર બાદલ અને હરસિમરત પણ હતી. જનસભા બાદ ૧.૨૦ વાગ્યે કરતારપુર બોર્ડર પર ઈન્ટીગ્રેટેડ ચેક પોસ્ટ પર કોરિડોરનો શુભારંભ કરીને મોદીએ પહેલા ગ્રુપને રવાના કર્યું હતું. અમેરિકામાં ભાસ્કરના ફોરેન પત્રકાર પણ સરકારના વિશેષ આમંત્રણથી પહેલા ગ્રુપમાં જોડાયા હતા. બોર્ડર પાસે પહોંચતાની સાથે જ તમામ તપાસની ફોર્માલિટી કરવામાં આવી હતી પછી અમને ખુલ્લા હોલમાં બેસાડવામાં આવ્યા. અહીં અમે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ જોવા મળ્યા જે તમામનું અભિવાદન કરી રહ્યા હતા. સની દેઓલ, નવજોત સિંહ સિદ્ધુ પણ ત્યાં જ હતા. લોકો તેમની સાથે ફોટો પડાવવા માટે લાઈનમાં લાગ્યા હતા.

WhatsApp Image 2019 11 11 at 11.59.49 AM

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે, પીએમ મોદીના કારણે હું કરતારપુર સાહિબ ગુરુદ્વારાના દર્શન કરી શક્યા હતા. પાકિસ્તાનને સલાહ આપતા કહ્યું કે, તેને શાંતિ જાળવી રાખવી જોઈએ અને પૈસા આતંકીઓને ન આપીને દેશના લોકોના વિકાસ માટે લગાવવા જોઈએ. પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલે કહ્યું કે, આજે શીખ સંગતની લાંબા સમયથી ચાલી આવી રહેલી ઈચ્છા પુરી થઈ ગઈ છે. દેશને એવા પીએમ મળી ગયા છે, જે ગુરુ નાનક દેવજીના બતાવેલા માર્ગ પર ચાલવાનો પ્રયાસ કરી રહ્યો છે. એક શ્રદ્ધાળુએ કહ્યું કે, કોરિડોરના ખુલવાથી અમારા બાળકોનું ભવિષ્ય પણ સુધરશે. અહીં રોજ ૫૦૦૦ની સંગત આવશે. પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રોજગારી મળશે. ભારત તરફથી પહોંચેલા નરિંદર સિંહે કહ્યું કે, પાકિસ્તાન દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે. બસ હવે એક જ દુઆ છે કે સંગતનો આવવા જવાનો સિલોસિલો ચાલતો જ રહે. નાનકના આ પવિત્ર સ્થવ પર દર્શન કરીને લોકોના ચહેરા ખીલી ઉઠ્યા છે. એવું લાગ્યું જાણે જીવનની સૌથી મોટી સિદ્ધી હાંસિલ કરી લીધી હોય.

કોરિડોર અંગે સિદ્ધુએ કહ્યું કે, આ અમન અને શાંતિના મુદ્દાઓના પ્રયાસ બાદ ખુલ્યો છે. આપણે તેનું દિલથી સ્વાગત કરવું જોઈએ. જો કે, ઘણા અન્ય વિષયો પર તેમને સવાલ કરવામાં આવ્યા તોનો કમેન્ટ પ્લીઝ કહીને તેમને વાતને ટાળી દીધી હતી. જ્યારે અમે પાકિસ્તાન ઈમિગ્રેશનમાં પ્રવેશ કર્યો ત્યારે સૌથી પહેલા પાકિસ્તાની કરન્સીમાં પૈસાની લેવડ દેવડ થઈ. કરન્સીમાં ૧૬૦૦ રૂપિયા જમા થયા એટલે કે ૨૦ યુએસ ડોલર. ઈમિગ્રેશન કાઉન્ટર પર લોકોએ અમારું સ્વાગત કર્યું. બસોએ તીર્થયાત્રીઓને પવિત્ર કરતારપુર કોરિડોરમાં પહોંચાડ્યા હતા, જ્યાં ૭૦૦૦ થી વધારે લોકો પહેલાથી જ હાજર હતા. જ્યારે ભારતીય શ્રદ્ધાળુઓ ત્યા પહોંચ્યા તો દરેક ઉત્સાહિત હતા. અહીં સિદ્ધુનું સ્વાગત એક હીરોની જેમ કરવામાં આવ્યું અને સની દેઓલને પણ જોવા માટે લોકોને લાઈન લાગી ગઈ હતી. અહીં માથું ટેક્યા બાદ દરેક એકબીજાને શુભેચ્છા પાઠવી રહ્યું હતું. પાકિસ્તાની શીખ શ્રદ્ધાળુઓને લોકો ભેટી રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.