ટાઈમ્સ નાઉ અને વીએમઆરનાં સર્વેમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસીનો જંગ: જેડીએસ કીંગમેકરની ભૂમિકામાં

આગામી ૧૨મી મેના રોજ યોજાનાર કર્ણાટક વિધાનસભા ચુંટણીને લઈ ટાઈમ્સ નાઉ અને વીએમઆર દ્વારા કરવામાં આવેલ સર્વેમાં સતાધારી કોંગ્રેસને પછડાટ મળે તેવો સંકેત વચ્ચે ભાજપ સતા સ્થાનની નજીક હોવાનો અણસાર મતદારોએ આપ્યો છે. જોકે કર્ણાટકની સામાન્ય ચુંટણીમાં જેડીએસ કીંગ મેકરની ભૂમિકામાં હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે.

કર્ણાટક વિધાનસભાની ચુંટણી પૂર્વે ટાઈમ્સ નાઉ અને વીએમઆર દ્વારા હાથ ધરવામાં આવેલ સર્વેક્ષણમાં મતદારોએ પોતાનો મિજાજ દર્શાવ્યો છે. સર્વે મુજબ કર્ણાટક વિધાનસભાની ૨૨૪ બેઠકો પૈકી સતાધારી કોંગ્રેસ પક્ષને ૯૧ બેઠક ભાજપને ૮૯ બેઠક જેડીએસ અને બીએસપીને ૪૦ બેઠક તેમજ અન્યોને ૪ બેઠક મળે તેવા સંકેતો આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૩માં યોજાયેલ સામાન્ય ચુંટણીમાં કર્ણાટકમાં કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી સામે ૧૨૨ સીટ મેળવી હતી અને સિઘ્ધામૈયા મુખ્યમંત્રી બન્યા હતા જયારે બીજા ક્રમે ભાજપને ૪૦ બેઠકો મળી હતી તો જેડીયુ અને બીએસપી ગઠબંધનને ૪૦ બેઠકો મળી હતી.

સર્વેક્ષણ મુજબ ભાજપને કર્ણાટકની ચુંટણીમાં ભારે લોકપ્રિયતા હાંસલ થઈ હોવાનો અણસાર વર્ષે ૨૦૧૩ની તુલનાએ ડબલથી વધુ બેઠકો મળે તેમ હોવાની આગાહી કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૩ની કર્ણાટકની સામાન્ય ચુંટણીમાં ૪૦ બેઠકો સામે આ ચુંટણીમાં ભાજપને ૮૯ બેઠકો મળવાની ધારણા ટાઈમ્સ નાઉ અને વીએમઆરનાં સર્વેમાં કરવામાં આવી છે.

જોકે સર્વેક્ષણમાં આંકડા જોતા ભાજપનાં મુખ્યમંત્રી પદનાં ઉમેદવાર યદુરપ્પા કે કોંગ્રેસના સિઘ્ધામૈયાને સ્પષ્ટ બહુમત મળી શકે તેમ ન હોવાનું સ્પષ્ટ બન્યું છે ત્યારે આ વખતની ચુંટણીમાં જેડીએમ અને બીએસપી ગઠબંધનના એચ.ડી.કુમારસ્વામી કિંગ મેકરની ભૂમિકા ભજવી શકે તેમ હોવાની આગાહી પણ કરવામાં આવી છે.

કર્ણાટક વિધાનસભા ચુંટણી માટે કરવામાં આવેલ આ સર્વેક્ષણમાં બંને સંસ્થાઓએ ભાજપનાં નેતા અને હાલનાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદુરપ્પાને મુખ્યમંત્રી તરીકે જોવા માંગો છો કે ભુખ્યવાદનાં આરોપોનો સામનો કરી રહેલા કોંગ્રેસના સિઘ્ધામૈયાને તેવા સવાલનાં જવાબમાં મતદારોએ કોંગ્રેસના સિઘ્ધામૈયા પર પસંદગી ઉતારી છે તો સાથે-સાથે મત મેળવવામાં ગત ચુંટણીની તુલનામાં કોંગ્રેસ +૨.૦૧ ટકા સાથે ૩૮.૬ ટકા વધુ મત મેળવવાની ધારણા છે તો ભાજપને ૧૫.૧૪ ટકા મત મળવાની ધારણા વ્યકત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે કર્ણાટકની ચુંટણી જીતવા ભાજપ-કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું છે અને ભાજપે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સ્ટાર પ્રચારક તરીકે મેદાનમાં ઉતારી સતા કબજે કરવા પ્રયાસો કર્યા છે તો કોંગ્રેસ પણ પુરા જોશથી આગળ વધી રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.