એર્ટની જનરલ વેણુગોપાલના જજોની નિવૃતિ વયમર્યાદા વધારવાના સુચન સાથે સહમતિ દાખવતા સીજેઆઇ બોબડે

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું મોત ધરાવતા ભારતમાં લોકતાંત્રિક વ્યવસ્થા માટે ગોઠવાયેલા તંત્રને સમયબઘ્ધ રીતે વધુ કાર્યક્ષમ અને વિસ્તૃત બનાવવાની તબકકાવાર  પ્રવૃતિ ચાલી રહી છે. તેવી જ રીતે હવે ન્યાયતંત્રને પણ વધુ વેગવાન કાર્યક્ષમ અને દેશની અદાલતોમાં પડતર કેસોના ભારણ ધટાડવા માટે ન્યાયતંત્રની કાર્યક્ષમતા વધારવાનો પ્રશ્ર્ન ચર્ચાઇ રહ્યો છે ત્યારે ઉચ્ચસ્તરના ન્યાયતંત્રની વ્યવસ્થામાં ન્યાયધીશોની વય મર્યાદા વધારવાની ચર્ચા પણ થઇ રહી છે. ને વચ્ચે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ શરદ અરવિંદભાઇ બોબડેએ જણાવ્યું હતું કે જો નિવૃતિની વય મર્યાદા વધારવામાં આવે તો તે પોતે વધુ સમય કામ કરવા માટે તૈયાર છે.

દેશના ૪રમાં મુખ્ય ન્યાયમુર્તિ તરીકે ૧૮ નવેમ્બરે પદભાર સંભાળનારા મુખ્ય ન્યાયમુર્તિ બોબડે જનરલ કે.કે. વેણુગોપાલના ના દેશના ઉચ્ચ ન્યાયધિકારીઓની સંખ્યા વધારવાના અને બારના સભ્યો સાથે તુલનાત્મક ગણના કરવાના નિવેદનને ગંભીરતાથી લીધો છે. મુખ્ય ન્યાયમૂર્તિ ના પદગ્રહણ સમારંભમાં જનરલ વેણુગોપાલકે જણાવ્યું હતું કે ધારાશાસ્ત્રીઓ ૭૦ અને ૮૦ વર્ષે પણ કોર્ટમાં દલીલો કરતા દેખાય છે. ત્યારે ન્યાયમુર્તિઓની વય પણ સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટમાં ૬૮મી વયમર્યાદા વધારાની ૭૦ ની કરવી જોઇએ અત્યારે દેશમાં ૬૫ વર્ષની વય પહોંચનારા ઉચ્ચ ન્યાયાલયના ન્યાયધીશો રાજીનામા આપે છે. જયારે અનય કોર્ટમાં ૬૨ વર્ષની વય પછી તો ન્યાયમુર્તિઓ ઉચ્ચ હોદા સુધી પહોંચે છે.

7537d2f3 3f16 418c 8e45 6b879e722c20 7

હું એટર્ન જનરલ ના વ્યકિતગત મંતવ્ય અંગે કંઇ નથી કહેતો પરંતુ હું એટલું કહું છું કે બારના સભ્યો તરીકે તે પોતાના અસીલોએ એટલું સમજાવે કે અમે તો વધુ કામ કરવાની ઇચ્છા શકિત રાખીએ છીએ. તેમ ન્યાયમૂર્તિ બોબડેએ જણાવ્યું હતું આ કાર્યક્રમ સુપ્રિમ કોર્ટ બાર એસોસિએશન દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો.  એટની જનરલ વેણુગોપાલે બે વાર એ વાતની સ્પષ્ટતા કરી હતી કે હું આ વાત એટની જનરલ તરીકે નહિ પરંતુ બારના એક જવાબદાર વ્યકિત તરીકે કહું છું કે અત્યારે ઉચ્ચ ન્યાયલયના ન્યાયમૂર્તિઓની વય મર્યાદા ઓછી છે.

આ ચર્ચા પર ન્યાયમુર્તિ એસ.એ. બોબડેએ સામાન્ય નાગરીકો અને તેમની ન્યાય માટેની પ્રતિક્ષાની ધીરજની અને ફરજ શકિતની મર્યાદા અંગે પણ ટિપ્પણી કરીને અસીલોને પરવડે તેવી ફી રાખવાની દિશામાં પણ નજર કરવા બારને અનુરોધ કર્યો હતો. અમારા ન્યાયમંત્ર એક સ્વવિત્ત ધોરણે કામ કરતી વ્યવસ્થા છે બાર અને ન્યાયિક ખંડપીઠએ નિરંતર આ વસ્તુને જાળવવાની હોય છે. દરેક વખતે સ્વાયત્તતા નિષ્પક્ષતા  અને બંધારણના આમુખ ને મુળભુત રીતે જાળવવાની જરુરીયાત અને ખેવના માત્ર ન્યાયતંત્ર જ નહિ પરંતુ બારને પણ નિભાવવાની હોય છે.

દરેક પ્રસંગે હું કહેતો આવ્યો છું કે ભૂતકાળ અને વર્તમાનમાં બન્ને આયામોમાં આપણે ગૌરવરુપ કામ કરવાનું છે. આપણા કામ ઉપર સામાજીક, રાજકિય બદલવાનું પ્રભાવ ન પડવો જોઇએ. મુખ્ય ન્યાયમૂર્તિ બોબડેએ આ ઉ૫રાંત ન્યાયતંત્રની ધીરી કાર્યવાહી પેંડીગ કેસોના ખડકલા ન્યાયતંત્રની ઓછી માળખાકીય સુવિધાઓ ખાલી જગ્યાઓની છેલ્લા ઘણા વર્ષોથી ઉકેલવા લાયક બારી રહેતી સમસ્યાઓના ઉકેલ માટે પણ તેમણે તમામનું ઘ્યાન દોર્યુ હતું. તેમણે ઇર્ફઝેશન ટેકનોલોજનો વપરાશ વધારીને ન્યાયતંત્રની ઝડપી અને પારદર્શક બનાવવાની હિમાયત કરી હતી.

આર્ટીફીશિયલ ઇન્ટેલીજીયન્સના વધતા જતા ઉપયોગો અને ને ન્યાયીક પ્રક્રિયાને કેવી રીતે મદદ રુપ થઇને લાભકારક થઇ શકે છે. તે વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું હતુંકે અમેરિકા નેધરલેન્ડ અનેક દેશોએ ન્યાયીક વ્યવસ્થા તંત્રમાં આર્ટિફીશીયલ ઇન્ટેલીજીયન્સીના ના ખુબ જ સુચારુ ધોરણે ઉપયોગ કર્યો છે. તેથી ફિઝીટાઇઝરાનના અભિગમ ધરાવતાં દેશ તરીકે ભારતે પણ આ બાબતે ઘ્યાન આપવું જોઇએ.

તે માટે બારના પ્રમુખ રાકેશ ખન્ના અને વેણુગોપાલના વખાણ કરીને ધારાશાસ્ત્રીઓના મંડળો અને ન્યાયિક સંસ્થાનોના સુપ્રિમ કોર્ટના સઁકલન ની કામગીરીની સરાહના કરી હતી. વેણુગોપાલ તેમના સંબોધનમાં સીજીઆઇના ઓછામાં ઓછા ત્રણ વર્ષના કાર્યકાળની હિમાયત કરી હતી. કે તેમના કાર્યકાળ દરમિયાન સંકલપિત જરુરી સુધારાઓ પુરા કરી શકે ઉચ્ચ ન્યાયાલય કોલેજીયમ આ દિશામાં યોગ્ય કામ કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.