રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હાલ રાજ્ય પર ઉત્તરથી ઉત્તર પૂર્વના ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે ઠંડી ઓછી થશે અને ગરમીમાં વધારો થશે તેવી આગાહી કરી છે. તો ગુજરાતમાં આગામી સાત દિવસનું વાતાવરણ કેવું રહેશે તે જોઈએ.
આગામી પાંચ દિવસ હવામાન ડ્રાઈ રહેશે, વરસાદની કોઈ સંભાવના નથી. 48 કલાક બાદ એટલે કે આવતીકાલથી મિનિમમ તાપમાનમા વધારો થશે. 48 કલાક તાપમાનમા કોઈ મોટો ફેરફાર નહીં થાય. જો કે જે બાદ ઠંડીનું જોર ઘટશે અને ગરમીનું પ્રમાણ વધવાની આગાહી છે. અમદાવાદના આજના તાપમાનની વાત કરીએ તો આજે આકાશ સ્વચ્છ રહેશે. લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેવાની શ્ક્યતા છે.
બુધવારે ગુજરાતનાં શ્હેરના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમા 12.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે બીજા આઠ શહેરોમાં તાપમાન 12 ડિગ્રીથી નીચું નોંધાયું હતું. આવતીકાલ બાદ ગુજરાતનાં તમામ વિસ્તારોમાં તાપમાન બે થી ત્રણ ડિગ્રી વધવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાન્યુઆરીના અંતમાં કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તરભારતમાં પવનના તોફાનો ,કરા, ભારે હિમ વર્ષા થશે. અસર પાકિસ્તાનથી માંડીને કચ્છના ભાગો અને પૂર્વગુજરાતનાં ભાગો સૌરાસ્ટ્રના ઉત્તર અને પશ્ચિમના ભાગો ગુજરાતનાં બીજા ભાગોમાં માવઠું થવાની શક્યતાઓ છે.