• સોનું અને ક્રૂડ યુદ્ધના ભણકારા વચ્ચે ભડકે બળશે પ્રતિ બેરલ ક્રૂડના ભાવમાં 3 ડોલરનો વધારો

સીરિયામાં ઈરાની દૂતાવાસ પરના હુમલાના જવાબમાં ઈરાને ઈઝરાયેલ પર ડ્રોન હુમલો શરૂ કર્યો હતો. જેના વળતા જવાબમાં ગુરુવારે મોડી રાત્રે ઈઝરાયેલી મિસાઈલો ઈરાનમાં પર છોડવામાં આવી હતી ત્યારે હાલની સ્થિતિને ધ્યાને લઇ યુદ્ધ નોતરશે કે કેમ ? તે પ્રશ્ન સતાવી રહ્યો છે. ઈરાનના શહેર ઈસ્ફહાનના એરપોર્ટ પર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો પરંતુ તેનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. ઈરાનના યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમનું કેન્દ્ર સ્થાન નતાન્ઝ સહિત ઈસ્ફહાન પ્રાંતમાં અનેક ઈરાની પરમાણુ સ્થળો આવેલી છે.

ઈરાને તેના દૂતાવાસના કમ્પાઉન્ડ પર શંકાસ્પદ ઈઝરાયલી હુમલા બાદ બદલો લેવા માટે સીરિયામાં સેંકડો ડ્રોન અને મિસાઈલો છોડ્યા હતા. મોટા ભાગના ડ્રોન અને મિસાઇલો ઇઝરાયલી વિસ્તારમાં પહોંચે તે પહેલા જ તોડી પાડવામાં આવ્યા હતા. ઈરાનના ઘણા શહેરો પર મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. ઈસ્ફહાન શહેરમાં જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો. ઈસ્ફહાનમાં અનેક પરમાણુ સ્થળો છે. ઈસ્ફહાન સિવાય તબરીઝ શહેરમાં પણ વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટ રડાર અનુસાર, વિસ્ફોટો બાદ તરત જ ઈરાની એરસ્પેસમાંથી ઘણી ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવામાં આવી હતી. સીએનએન ન્યૂઝ અનુસાર લગભગ 8 વિમાનોએ તેમનો રૂટ બદલ્યો હોવાના અહેવાલ મળી આવ્યો છે.

ઈરાનના શહેર ઈસ્ફહાનના એરપોર્ટ પર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો, પરંતુ તેનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી.  ઈરાનના યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમના કેન્દ્રસ્થાને નતાન્ઝ સહિત ઈરાનની ઘણી પરમાણુ સ્થળો ઈસ્ફહાન પ્રાંતમાં આવેલી છે. ઈરાની એરસ્પેસમાંથી અનેક ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી. શુક્રવારે ક્રૂડ ઓઈલના ભાવમાં 4% થી વધુ વધારો થયો હતો, મધ્ય પૂર્વમાં સંઘર્ષ વધતા બ્રેન્ટ અચાનક ડોલર 90 પ્રતિ બેરલની ઉપર ચઢી ગયો હતો.  વૈશ્વિક બેન્ચમાર્ક 3.94 ટકા વધીને ડોલર 90.54 પ્રતિ બેરલ, જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ ફ્યુચર્સ 4.06 ટાકા વધીને ડોલર 86.09 પર પહોંચ્યું.  ઇઝરાયલી મિસાઇલો ઇરાનમાં એક સાઇટ પર ત્રાટક્યા હોવાના અહેવાલો પછી શુક્રવારે તેલના ભાવમાં બેરલ દીઠ ડોલર 3 નો વધારો થયો હતો, જેના કારણે મધ્ય પૂર્વમાં તેલનો પુરવઠો ખોરવાઈ શકે તેવી ચિંતા વધી હતી. એટલું જ નહીં સોનુ અને ક્રૂડ યુદ્ધના ભણકારા વચ્ચે ભડકે બળે તો નવાઈ નહીં.

બજાર ખુલતા જ સેન્સેકસમાં 500 પોઇન્ટનો કડાકો

19 એપ્રિલના રોજ સતત પાંચમા દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થયો હતો કારણ કે ઇઝરાયેલે ઇરાન પર મિસાઇલો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે વૈશ્વિક અર્થતંત્ર પર ચિંતા વધી હોવાથી ક્રૂડ અને સોનાના ભાવમાં ઉછાળો આવ્યો હતો.  આગામી થોડા દિવસોમાં બજાર અસ્થિર રહેશે, કારણ કે ભૌગોલિક રાજકીય તણાવ રોકાણકારોની જોખમની ભૂખ ઘટાડે છે.  શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 490.71 પોઈન્ટ અથવા 0.68 ટકાના ઘટાડા સાથે 71,998.28 પર અને નિફ્ટી 152.80 પોઈન્ટ અથવા 0.69 ટકાના ઘટાડા સાથે 21,843.00 પર હતો. ત્યારે આજે સતત પાંચમા દિવસે બજાર ખુલતા જ સેન્સેક્સમાં 500 પોઈન્ટ જેટલો કડાકો નોંધાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.