-
કાયદાને અનુસરી અને કાયદાનું ચુસ્ત રીતે પાલન કરાવવાની આગવી છાપ ધરાવતા હસમુખ પટેલમાં રાજકોટ પોલીસનું મોરલ ઉંચુ લાવવાની પુરી ક્ષમતા
-
અમદાવાદ મેટ્રો સિટીમાં ફરજ સોંપવામાં આવે તો કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓ માટે મુશ્કેલીમાં મુકાય જાય
-
વિધાનસભાની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા માટે કડક અને સ્વચ્છ છાપ ધરાવતા હસમુખ પટેલને ગ્રાઉન્ડ પર મહત્વની જગ્યા ફાળવાશે
વિધાનસભાની ચૂંટણીને ગણતરીના જ મહિનાઓ આડે છે ત્યારે કયા આઇએએસ અને આઇપીએસને કયાં મુકવા તે અંગે તંત્ર દ્વારા ચોકઠા ગોઠવવામાં આવી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવવા તેમજ પોલીસ સ્ટાફનું મોરલ ઉચુ લાવવું જરૂરી બન્યું હોવાથી નખશિખ અને પ્રમાણીક આઇપીએસની છાપ ધરાવતા હસમુખ પટેલને રાજકોટ અથવા અમદાવાદ ખાતે પોલીસ કમિશનર તરીકે નિમણુંક આપવી જરૂરી બન્યાનું ગૃહ વિભાગના વર્તુળો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. રાજકોટમાં હસમુખ પટેલને પોલીસ કમિશનર બનાવવામાં આવે તો શું અસર થાય અને અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં પોલીસ કમિશનર તરીક મુકવામાં આવે તો શું થાય તે અંગે પણ ગૃહ વિભાગ દ્વારા વિચારવવામાં આવી રહ્યું છે.
મુળ બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ ગામના વતની અને બાલન્દ્ર ગામે પ્રાથમિક શિક્ષણ મેળવી આઇપીએસ અધિકારી બનેલા હસમુખ પટેલ કડક અને સ્વચ્છ પ્રતિભા ધરાવે છે. જેના કારણે પોલીસમાં રહી પેધી ગયેલા સ્ટાફ માટે મુશ્કેલી થાય તેમ છે તે રીતે તેઓ પોલીસ પરિવાર માટે કલ્યાણકારી પ્રવૃતિ કરી નિષ્ઠા સાથે કામ કરતા પોલીસ સ્ટાફની પીઠ થાબડી કામગીરીને બિરદાવતા હોવાની હસમુખ પટેલને રાજકોટ અથવા અમદાવાદમાં પોલીસ કમિશનર તરીકે મુકવામાં આવે તો પોલીસ સ્ટાફ માટે કંઇ ખુશી તો કંઇ ગમ જેવી સ્થિતી થાય તેમ છે.
રાજયના કેપીટલ શહેર ગણાતા અમદાવાદમાં ઘણા આઇપીએસ અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. તેઓ વચ્ચે ચાલતા અંદરો અંદરના ગજગ્રાહ પર અંકુશ લાવવામાં સફળ રહે તો કેટલાક નીચેના સ્ટાફ વિના કારણે ભોગ બનતા બચી શકે તેમ છે. તેઓ ભાવનગર એસપી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે અષાઢી બીજની રથયાત્રા અને ઇદનું ઝુલુશ કાયદાની મર્યાદામાં રહી કાઢવા દીધી હતી તેમજ રથયાત્રામાં હથિયારબંધીનો કડક અમલ કરાવ્યો હોવાથી તે રીતે ઇદના ઝુલુસમા માટે પણ સમય મર્યાયામાં પુરી કરાવી સુલહે શાંતિ સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સફળ રહ્યા હતા તેમ અમદાવાદમાં પણ ભગવાન જગન્નનાથની રથયાત્રા પોલીસ માટે પડકાર સમાન હોય છે તેમાં તેઓ કાયદાનું ચુસ્ત પાલન કરાવાનો આગ્રહ રાખે તો કેટલાક રાજકીય નેતાઓ અને રથયાત્રાના આયોજકો વચ્ચે વિવાદ સર્જાય નહી તે અંગે ધ્યાન રાખવું તંત્ર માટે જરૂરી બની જશે.
સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસના વિવાદમાં સપડાતી હોવાથી પોલીસ સ્ટાફનું મોરલ તુટી ગયું છે. ત્યારે પોલીસ સ્ટાફનું મોરલ ઉચ્ચુ લાવવા માટે હસમુખ પટેલ જેવા બાહોસ અને નિષ્ઠાવાન અધિકારીની જરૂર છે. જો હસમુખ પટેલને રાજકોટના પોલીસ કમિશનર તરીકે મુકવામાં આવે તો ગુનેગારો પર ધાક બેસાડી શકાય તેમ છે. અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેઓ સો ટકા સફળ રહે તેમ છે. પરંતુ રાજકોટ પોલીસની છાબી ખરડી રહેલા કેટલાક પેધી ગયેલા પોલીસ સ્ટાફ માટે મુશ્કેલી ઉભી થાય તેમ છે. પોલીસની મહત્વની જગ્યા પર ભલામણથી આવેલા સ્ટાફ પોતાની સ્વૈચ્છાએ બદલી માગી લે તેમ પણ છે. જેના કારણે પોલીસમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને નાથી શકાય તેમ છે.
કોઇની શેહ શરમ રાખ્યા વિના જ કાયદાકીય કાર્યવાહી કરનાર તેમજ ગાંધીવાદી વિચારધારાને વરેલા આઇપીએસ હસમુખ પટેલ જામનગર અને ગોંડલ ખાતે પ્રોબેશનલ પિરીયડ પુરો કરી પોરબંદર, ભાવનગર, નર્મદા, વલસાડ, રેલવે એસપી, ડીજી વિઝીલન્સ વડા, સુરત રેન્જમાં ડીઆઇજી અને તાજેતરમાં જ લેવાયેલી પીએસઆઇ અને એલઆરડીની ભરતી પ્રમાણિકતા સાથે કોઇ વિવાદ વિના પુરી કરાવવામાં સફળ રહ્યા છે.