સેન્ટ્રલ રિઝર્વ બેંકની નાણાકીય નીતિની ત્રણ દિવસની બેઠક આજથી શરૂ, બુધવારે વ્યાજદર અંગે થશે જાહેરાત
દેશમાં અત્યારે રાજકોશિય ખાધમાં ઘટાડો થયો છે. બીજી તરફ ફુગાવા ઉપર પણ અંકુશ મુકાયો છે. આવી સ્થિતિમાં આરબીઆઇ દ્વારા વ્યાજદર વધારાશે કે કેમ તેની ઉપર સૌની નજર છે. બીજી તરફ નિષ્ણાંતોના મતે વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો થવાની પણ શક્યતા સેવાઇ રહી છે.
સેન્ટ્રલ રિઝર્વ બેંકની નાણાકીય નીતિની બેઠક આજથી શરૂ થઈ ગઈ છે. આ બેઠક 3 દિવસ સુધી ચાલશે અને બુધવારે નાણાકીય નીતિ બહાર આવશે. બુધવારે ખબર પડશે કે આરબીઆઈ ફુગાવાને કાબૂમાં રાખવા માટે રેપો રેટમાં કેટલા બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે.
જોકે નિષ્ણાતોનું માનવું છે કે આ વખતે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે. ડિસેમ્બરમાં યોજાયેલી મોનેટરી પોલિસી મીટિંગમાં સેન્ટ્રલ બેંકે બેન્ચમાર્ક વ્યાજ દરમાં 35 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. અગાઉ, રેપો રેટમાં સતત ત્રણ વખત 50-50 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો.
ગયા વર્ષે મે મહિનાથી ભારતીય રિઝર્વ બેંકે ટૂંકા ગાળાના ધિરાણ દરમાં 225 ટકા સુધીનો વધારો કર્યો છે. મોંઘવારી પર અંકુશ મેળવવા માટે આરબીઆઈએ આ પગલું ભર્યું હતું. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે વિકસી રહેલી વૈશ્વિક સપ્લાય ચેઈનને કારણે આ ફુગાવો વધ્યો હતો.અંદાજ મુજબ આરબીઆઈ મોનેટરી પોલિસીમાં માત્ર 25 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે અને રેપો રેટને 6.5 ટકા સુધી વધારી શકે છે.