ભારતના ધનકુબેર, દેશના ટોચના ઉધોગપતિ એવા મુકેશ અંબાણી હવે મુંબઈમાં પોતાના એન્ટિલિયાનું આશિયાના છોડી વિદેશ સ્થાયી થઈ જશે..?? ભારત મૂકી લંડનમાં રહેવા લાગશે…?? તાજેતરમાં એવા સમાચાર સામે આવી રહ્યા હતા કે ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી પોતાના પરિવાર માટે વિદેશમાં બીજું ઘર બનાવી રહ્યા છે એ પણ લંડનમાં..!! મુકેશ અંબાણીએ લંડનના બકિંગહામશાયરમાં સ્ટોક પાર્કની 300 એકર જમીન ખરીદી છે. તો શું મુકેશ અંબાણી હવે ત્યાં જઈને સ્થાયી થવાની તૈયારી કરી રહ્યા છે? શું ખરેખર ભારતના ધકુબેર દેશ છોડી વિદેશ વસવાટ કરશે..?? શું છે હક્કીત..? અંબાણી કુટુંબે શું કહ્યું ચાલો જાણીએ……..
અંબાણી ફેમિલી લંડનમાં સ્થાયી થશે તેવા મીડિયામાં સમાચારો ચાલી રહ્યા હતા. પરંતુ રિલાયન્સ તરફથી સ્પષ્ટીકરણ જારી કરતા કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના અહેવાલ પાયાવિહોણા છે. રિલાયન્સના જણાવ્યા અનુસાર અંબાણી પરિવાર લંડનના સ્ટોક પાર્કમાં જમીન ખરીદાઈ છે પણ ત્યાં સ્થાયી થવાની કોઈ તૈયારી નથી. સાથે જ એ પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે અંબાણી પરિવાર અન્ય કોઈ દેશમાં સ્થાયી થવાનું વિચારી રહ્યો નથી.
રિલાયન્સે મીડિયા નિવેદન દ્વારા એ સ્પષ્ટ કર્યું છે કે રિલાયન્સ ગ્રુપની કંપની RIIHLએ સ્ટોક પાર્ક ખરીધો છે. કંપનીનો હેતુ આ હેરિટેજ પ્રોપર્ટીની મદદથી પ્રીમિયર ગોલ્ફિંગ અને સ્પોર્ટિંગ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવાનો છે. તેનાથી કંપનીના કન્ઝ્યુમર બિઝનેસને વેગ મળશે. આ સાથે ભારતના હોસ્પિટાલિટી ઉદ્યોગને વિશ્વભરમાં પ્રશંસા મળશે. પણ અહીં વસવાટ માટે આ જમીન ખરીદાઈ નથી.
મુકેશ અંબાણીની આ નવી પ્રોપર્ટી વિશે કેટલીક રસપ્રદ વાતો પણ છે. આ 300 એકરનું માનસન એક ખાનગી નિવાસસ્થાન હતું, પરંતુ 1908 પછી તે કન્ટ્રી ક્લબમાં ફેરવાઈ ગયું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સ્થળને જેમ્સ બોન્ડની એક ફિલ્મમાં પણ બતાવવામાં આવ્યુ હતું.