વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનાં પોઈન્ટ ટેબલ પર ભારત ૩૬૦ પોઈન્ટે મોખરે જયારે ઓસ્ટ્રેલિયા ૧૭૬ પોઈન્ટ સાથે બીજા સ્થાન પર
હાલ ક્રિકેટ જગતમાં પીંક બોલ ટેસ્ટ અત્યંત રોમાંચક અને લોકપ્રિય બની રહ્યું છે ત્યારે ભારતે ઘર આંગણે સૌપ્રથમ વખત બાંગ્લાદેશ સામે પીંક બોલ ટેસ્ટ રમી હતી અને હાલની પરિસ્થિતિ પર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો હાલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ માટે તમામ ટીમોએ એકબીજા સાથે એક-એક ટેસ્ટ મેચ રમવો પડશે તેમાં પોઈન્ટ ટેબલ ઉપર હાલ ભારત પ્રથમ ક્રમ પર રહેલું છે. આ તકે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનાં સીઈઓ એવા કેવિન રોબોટસે બીસીસીઆઈ અને ભારતીય ટીમને આહવાન કરતા જણાવ્યું હતું કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ પૂર્વે ભારતે ઓસ્ટ્રેલિયા સામે પીંક બોલ ટેસ્ટ રમવો જોઈએ.
ગત ઓસ્ટ્રેલિયન ટુરમાં ભારતે પીંક બોલ ટેસ્ટ રમવા પર નનૈયો કર્યો હતો ત્યારે બીજી તરફ ઘરઆંગણે બાંગલાદેશ સામે પીંક બોલ ટેસ્ટ રમવા માટે જણાવાયું હતું. આ તકે કેવિન રોબોટસે માહિતી આપતા કહ્યું હતું કે, બીસીસીઆઈનાં પ્રમુખ સૌરવ ગાંગુલી દ્વારા જે પીંક બોલ ટેસ્ટ રમાડવામાં આવી તેનાથી ક્રિકેટનું સ્તર અનેકગણું સુધરશે અને આગામી ઓસ્ટ્રેલિયન ટુર માટે ભારતે પીંક બોલ ટેસ્ટ રમવા માટેની અનુમતી પણ આપવી જોઈએ. તેઓએ જણાવ્યું હતું કે, ભારતીય ટીમ ટેસ્ટમાં ખુબ જ સારું પ્રદર્શન કરી રહી છે જેનાથી ઓસ્ટ્રેલિયા સામે એક પીંક બોલ ટેસ્ટ થવી જોઈએ. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપમાં ભારત ખુબ સારું રમી રહી છે અને ૨૦૨૧માં જે ફાઈનલ રમાશે તે પૂર્વે ભારત જો ઓસ્ટ્રેલિયા સામે પીંક બોલ ટેસ્ટ રમે તો બંને ટીમો વચ્ચેની વિશેષતાઓ પણ સામે આવશે.
આ તકે કેવિન રોબોટસે જણાવ્યું હતું કે, સમગ્ર ટીમ સીરીઝ જીતી ૧૨૦ પોઈન્ટ અંકે કરી શકે છે. હાલ ભારત પોઇન્ટ ટેબલમાં મોખરે છે જેમાં તેને ૭ મેચ રમ્યા છે અને તમામ મેચોમાં વિજય પ્રાપ્ત થયો છે. હાલ ભારતીય ટીમનાં પોઈન્ટ વિશે માહિતી મેળવવામાં આવે તો ટીમ ૩૬૦ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર મોખરે છે. જયારે ઓસ્ટ્રેલિયા ૧૭૬ પોઈન્ટ, ન્યુઝીલેન્ડ ૬૦ પોઈન્ટ, શ્રીલંકા ૬૦ પોઈન્ટ, ઈંગ્લેન્ડ ૫૬ પોઈન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં પાંચમાં ક્રમ પર છે. જયારે બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ બે ટેસ્ટ સીરીઝ રમ્યા છે જેમાં બંને ટેસ્ટ સીરીઝો હારતા તેમનાં પોઈન્ટ શૂન્ય છે જયારે સાઉથ આફ્રિકા ૩ ટેસ્ટ મેચ રમી છે જેમાં ત્રણેય ત્રણ ટેસ્ટ મેચ હારતા તેનાં પોઇન્ટ પર શૂન્ય છે. પોઈન્ટ ટેબલ પર ત્યારે હાલ આંકડાકિય માહિતી લેવામાં આવે તો ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીનશીપનાં ફાઈનલમાં પહોંચવા માટે પ્રબળ દાવેદાર છે ત્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટનાં સીઈઓ કેવિન રોબોટસે જણાવ્યું હતું કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ પૂર્વે એક પીંક બોલ ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે રમાવો જોઈએ.