અનેક યુવા ખેલાડીઓને મળી શકે છે તક ? સુકાની રોહિતની આગેવાની હેઠળ ટીમે રફતાર પકડી
અબતક, ધર્મશાલા
હાલ ભારત અને શ્રીલંકા વચ્ચે ટી- ટ્વેન્ટી સિરીઝ ચાલી રહી છે જેમાં ભારતે પ્રથમ મેચ જીતી લીધી ચોપાસ પકડ બનાવી છે ત્યારે આજે ધર્મ શાળા ખાતે બીજો ટી20 મેચ રમવા જઈ રહ્યો છે જેમાં ભારત અત્યંત હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યું છે. જો ભારત આ બીજો ટી-20 મેચ શ્રીલંકા સામે જીતશે તો તે ઈસુ પર પણ કબ્જો મેળવી લેશે. વિરાટ કોહલી બાદ જે સમયથી રોહિત શર્માને ટીમનું સુકાની પદ આપવામાં આવ્યું છે. તે બાદ ધીમે ખરા અર્થમાં રફ્તાર પકડી છે અને વેસ્ટ ઇન્ડીઝ ઉપર પણ શ્રેણીવિજય કરી વેસ્ટ ઇન્ડીઝ સામે ક્લીન સ્વીપ કર્યું હતું.
શ્રીલંકા સામે જો ભારત ટી20 સિરીઝ જીતી લેશે તો ટીમનો જુસ્સો વધશે. એટલું જ નહીં આગામી વિશ્વ કપડે ધ્યાને લઈ હાલ ભારતીય ટીમ દ્વારા ખેલાડીઓનું ચયન પણ કરવામાં આવી રહ્યું છે અને નવોદિત ખેલાડીઓને પણ વિશેષ તક આપવામાં આવી રહી છે. જેને ધ્યાને લઇ આગામી વિશ્વ કપમાં નવોદિત ખેલાડીઓ દ્વારા જે સારું પ્રદર્શન આ સિરીઝમાં કરવામાં આવશે તેમને પણ તક સારી એવી મળી શકે છે. ગત ટી20માં જે રીતે ક્રિકેટ ટીમના બેટ્સમેનો એ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ટીમને વિજય અપાવ્યો હતો તેનાથી તેમનું મનોબળ પણ મજબૂત બન્યું છે ત્યારે આજ નો બીજો t20 પણ એટલો જ રોમાંચક ભર્યો બની રહેશે સામે શ્રીલંકાની ટીમ પણ સિરીઝ બચાવવા માટે મહેનત કરશે.