પ્રથમ ટેસ્ટમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ, ભારતીય બોલર સમીએ ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ ઝડપી
ભારત-આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચ પૈકી પ્રથમ ટેસ્ટ મેચ સેન્ચુરિયન ખાતે રમાઇ રહ્યો છે જેમાં ત્રીજા દિવસે કુલ ૧૭ વિકેટ પડતા પીચે પોતાનો રંગ દેખાડ્યો હતો. એટલું જ નહીં હાલના આ તબક્કે જો ભારત 350 રન કરી પહેલો ટેસ્ટ જીતવાની પણ આશા પ્રબળ બની છે. બીજી તરફ સાઉથ આફ્રિકાની ટીમ પોતાની પ્રથમ ઇનિંગમાં ૧૯૭ રન જ બનાવી શકી હતી અને ભારતીય ટીમને 130 રનની લીડ પણ આપી હતી. તેના જવાબમાં ભારતીય ટીમે તેની બીજી ઇનિંગમાં 16 અને એક વિકેટ ગુમાવી છે અને 146 રનની લીડ હાંસલ કરી છે.
હાલની સ્થિતિને અનુરૂપ જો ભારતીય ટીમ વધુ 200 કરે તો ટીમ 350 રન સુધી પહોંચી શકશે. સાઉથ આફ્રિકાની ટીમ માટે ખૂબ જ કપરું રહેશે બીજી તરફ આવતી કાલે ટેસ્ટ મેચ નો છેલ્લો દિવસ છે ત્યારે જો ભારતીય ટીમ તેની રમત દાખવે તો પ્રથમ ટેસ્ટ ટીમ સહજતાથી અને સહેલાઇથી જીતી શકે છે. સેંચુરિયન ની ક્રિકેટ જાણે વાત બોલેરો માટે આશીર્વાદરૂપ સમાજ સાબિત થઇ હોય તેવું માનવામાં પણ આવી રહ્યું છે. સામે ભારતના ઘાતક બોલર મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ ઝડપી રેકોર્ડ સ્થાપિત કર્યો હતો.
ત્રીજા દિવસના અંતે મોહમ્મદ શમીએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે ટેસ્ટ-મૅચ કોઈ રોકેટ વિજ્ઞાન નથી પરંતુ જો યોગ્ય પરિસ્થિતિને સમજી અને તેને અનુરૂપ બોલિંગ કરવામાં આવે તો ખરા અર્થમાં સફળતા હાંસલ થઈ શકે છે સાથોસાથ વરસાદ પડયો હોવાનો ફાયદો પણ એટલા જ અંશે મળ્યો હતો. અમે ભારતીય ટીમ મેનેજમેન્ટ ને પણ પોતાના ડાર્ક હોર્સ સમા શાર્દુલ ઠાકુર ઉપર વિશ્વાસ હોવાના કારણે તેને પ્રથમ વિકેટ પડતાની સાથે જ વનડાઉન બેટિંગ કરવા માટે મોકલ્યો છે.