દરેક બોલને મારવાની ઘેલછાના પગલે ભારતીય બેટસમેનોની વિકેટ ટપો-ટપ પડી !!!
બોર્ડર-ગાવસ્કર શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામેની નવ વિકેટે હાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાનો ભારતનો રસ્તો અત્યંત કપરો અને મુશ્કેલ બની ગયો છે. નવમી માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચોથો ટેસ્ટ મેચ જો ભારત જીતશે તો જ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમી શકશે. જે રીતે ત્રીજા ટેસ્ટ મેચમાં ભારતની જે હાર થઈ છે તેને લઈ ભારતીય ખેલાડીઓ ઉપર આકરી ટીકાઓ શરૂ થઈ ગઈ છે ક્રિકેટ જગતના દિગ્ગજ અને ભૂતપૂર્વક ખેલાડીઓ પણ ભારતના પ્રદર્શનથી અસંતોષ છે અને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ભારત છેલ્લી ટેસ્ટ મેચ જીતે તો તે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ચેમ્પિયનશિપ નો ફાઇનલ મેચ રમશે અથવા ઓસ્ટ્રેલિયા સામે શ્રીલંકા ટીમ આમને સામને થશે.
ત્રીજો ટેસ્ટ મેચ હાર્યા બાદ ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોની આકરી ટીકા થઈ હતી. ભારત માટે ત્રીજી ટેસ્ટમાં જીત સિરીઝ તેમજ આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન મેળવી શકી હોત. ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ હવે ‘મેન ઇન બ્લુ’ માટે ફાઇનલમાં જવાનો રસ્તો મુશ્કેલ બની ગયો છે કારણ કે તેમને કાં તો અંતિમ ટેસ્ટ જીતવાની જરૂર છે અથવા તો શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની શ્રેણીના પરિણામ પર આધાર રાખવો પડશે.
ભારતીય બેટ્સમેનોએ અતિશય આત્મવિશ્વાસ માટે કિંમત ચૂકવવી પડી કારણ કે તેઓ અહીં ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન બોલરો પર આવી વિકેટ પર પ્રભુત્વ મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા. પહેલા દિવસથી બોલ ઘણો ટર્ન થઈ રહ્યો હતો. તેના પર અસમાન ઉછાળ હતો. બે દિવસ પછી ત્રીજી દિવસે સવારે સમાપ્ત થયેલી ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને નવ વિકેટે હરાવ્યું હતું.
રવિ શાસ્ત્રીએ કહ્યું, થોડીક આત્મસંતુષ્ટતા અને થોડો વધારે આત્મવિશ્વાસ શું કરી શકે છે, જ્યાં તમે વસ્તુઓને હળવાશથી લેવાનું શરૂ કરો છો, ત્યાં તમે પછડાવો છો. મને લાગે છે કે હાર આ બધી વસ્તુઓનું મિશ્રણ હતું. એટલુંજ નહીં ઇન્દોરની ટર્નિંગ વિકેટ ઉપર જે રીતે ભારતીય બેટ્સમેન હોય ડિફેન્સ રમત અપનાવી જોઈતી હતી તેમાં તેઓએ દરેક બોલને મારવાની જે કોશિશ કરી તેના પરિણામ રૂપ તેઓએ તેમની વિકેટો પાડી દીધી હોવાનું પણ સામે આવ્યું છે એટલું જ નહીં ઓવર કોન્ફિડન્સ ની સાથો સાથ ઝડપી રન બનાવવાની જે ઘેલછા ભારતીય બેટ્સમેનોમાં જોવા મળી હતી તે હારનું કારણ સાબિત થયું છે.