પહેલા હું ફાસ્ટ બોલર બનવા માંગતો હતો પરંતુ સ્પીનર બનવાનો નિર્ણય શ્રેષ્ઠ
તાજેતરમાં ઈગ્લેન્ડ લોયન્સ સામે ભારત માટે લડનાર મયંક માર્કન્ડેએ ૫ વિકેટ લીધી હતી. જેના શ્રેષ્ઠ પ્રદર્શનથી ખુબજ ટૂંકા સમયમાં તેમણે યુવા ક્રિકેટર તરીકે નામના મેળવી છે અને તેનું ઈનામ પણ ટૂંકા સમયમાં મળી ગયું. એક તરફ ઈંગ્લેન્ડ લોયન્સ સામેની મેચમાં માર્કન્ડેએ ૫ વિકેટ લીધી તો સીલેકશન કમીટીએ ઓસ્ટ્રેલીયા સામેની ભારતની રાષ્ટ્રીય મેચમાં પણ મયંકને સ્થાન આપ્યું છે.
નેશનલ ટીમમાં સ્થાન મેળવવા અંગે મયંકે કહ્યું હતું કે, તેના સિલેકશન બાબતે તેના સમાચાર મળ્યા ત્યારે તેને વિશ્ર્વાસ નહોતો થયો. વર્લ્ડકપને આડે ૧૦૦ દિવસનો જ સમય બાકી છે ત્યારે ખુબજ સારૂ પ્રદર્શન કરી રહેલા મયંકને જો વર્લ્ડકપની ટીમમાં સ્થાન અપાવવામાં આવે તો તે ભારતીય ક્રિકેટ ટીમનું છુપુ શસ્ત્ર બની શકે છે પરંતુ જો તેનો ઉપયોગ એ રીતે કરવામાં આવે તો ટીમ ઈન્ડિયાની સ્ટ્રેન્થ વધારી શકાય.
મયંકે કહ્યું કે, પહેલા તે ફાસ્ટ બોલર બનવા માંગતો હતો જયારે હું મારા કોચ મુનીશલીને મળ્યો ત્યારે તેને મને સ્પીનર બનવાની સલાહ આપી. જયારે હું મુનીશલીને મળ્યો ત્યારે ૧૩ વર્ષનો હતો ત્યારથી જ મને ક્રિકેટમાં રસ. ૨૦૦૮માં અન્ડર-૧૯ની વર્લ્ડકપની ટીમમાં મુનીશલી કોચીંગ કરી ચૂકયા છે.
આ વર્ષે ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલીની કપ્તાનશીમાં ભારત વર્લ્ડકપમાં ભાગ લઈ રહ્યો છે ત્યારે મારા કોચે મને ટ્રાયલ માટેની વાત કહી હતી. હું એક ફાસ્ટ બોલર બનવા માંગતો હતો પરંતુ કોચની સલાહે મારી જીંદગી બદલી અને મારી તાકાત વિશે મને જાણકાર કર્યો.