જગત પરેશાન છે, સાથે ભારત પણ પરેશાન છે. એક વાત નક્કી થઇ ચુકી છે કે આ સમસ્યાનું મૂળ ભલે ચીન હોય પણ ચીન હવે યાતના ભર્યા ત્રણ મહિના વિતાવીને બહાર આવી રહ્યું છે. વિશ્વનાં ૨૦૦ થી વધારે દેશોમાં આ રોગ પહોંચી ચુક્યો છે ત્યારે વાંક કોનો કાઢવો એ સવાલ છે.
એક વાત નક્કી થઇ ચુકી છે કે કોવિડ-૧૯ ની મહામારી હવે અમેરિકા તથા યુરોપની આબાદી અને ઇકોનોમી બન્નેને બરબાદીમાં ધકેલી રહી છે.
વિશ્વની ટોપ-૨૦ ઇકોનોમીમાં સ્થાન પામતા દેશોમાંથી ૧૦ દેશો એવા છે જ્યાં કોવિડ-૧૯નાં ૨૦૦૦૦ થી વધારે કેસ થઇ ચુક્યા છે. અને ૧૦૦૦ થી વધારે માણસોના મોત થઇ ચુક્યા છે. આ બધાની વચ્ચે ભારત હાલમાં બરબાદી અને સુધારાવાળી સ્થિતીની વચ્ચે છે.
યુરોપની વાત પછી કરીએ પણ ભારતમાં ૨૧ દિવસનાં લોકડાઉન બાદ શું થશૈ ? ઠઇંઘ નાં સોશ્યલ મિડિયામાં ફરતા મેસેજ અને ચીનનાં વુહાન શહેરમાં બચી ગયેલાઓના અનુભવો એવું કહે છે કે ભારતમાં હાલમાં જે વિસ્તારોમાં કોરોના વાયરસનાં સક્રિય કેસ છે તે વિસ્તારો ૧૪ મી એપ્રિલ બાદ ફરી ૨૮ દિવસ માટે લોકડાઉનમાં રહી શકે છૈ. બાકીના વિસ્તારોને સરકાર મર્યાદિત સીમા રેખા સુધી ખુલ્લા મુકી શકે છે. આપણે ગુજરાતની વાત કરીએ તો કુલ ૩૩ જિલ્લા માંથી ૧૩ જિલ્લામાં કોરોનાનાં કેસ થયા છે. મતલબ કે બાકીનાં ૨૦ જિલ્લામાં તેમના જિલ્લાની સરહદ સુધીનાં વિસ્તારો ફરી કામે ચડી શકે છે. જો આટલું થાય તો પણ આપણી અપંગ થયેલી ઇકોનોમી ફરી કાંખધોડી પર ચાલતી થશૈ. આમ તો ભારતમાં હાલમાં થયેલા કુલ કેસોમાંથી તબલીગી જમાતનાં પ્રવાસીઓના કેસ ૩૦ ટકા જેટલા છૈ. દેશનાં કુલ ૭૨૦ જિલ્લામાંથી આશરે ૨૭૫ જિલ્લાઓમાં આ રોગચાળો ફેલાયેલો હોવાનો કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયનો દાવો છે.
મતલબ કે હવે જો કોઇ નવો જિલ્લો ન ઉમેરાય તો ૧૪ મી એપ્રિલ પછી ૬૦ ટકા જેટલું ભારત ફરી ધમધમતું થઇ શકે છૈ. ભલે કદાચ આ ખુલ્લા કરાયેલા વિસ્તારોને અન્ય વિસ્તારોમાં જવાની પરવાનગી ન પણ મળે. પરંતુ એ વિસ્તારોની સ્થાનિક ઇકોનોમી પાટે ચડશે. જે દૈનિક રોજી કમાવા વાળાના પેટનો ખાડો પુરવામાં મહત્વનો રોલ ભજવશે.
હવે યુરોપની વાત કરીએ. યુરોપિયન યુનિયનનાં દેશોમાં હાલના સંજોગોમાં જે રીતે પ્રોડક્શન અને કારોબાર ડિસ્ટર્બ થયા છે તે જોતા એવું લાગે છે કે યુરોપમાં પણ ૨૦૦૯ ની સાલ કરતા વધારે ભયાનક મંદી થશે. ૨૦૦૯ ની સાલમાં યુરોપિયન GDP ૪.૩ ટકા ઘટ્યો હતો. આજની ઘડીઐ યુરોપિયન દેશોઐ તેમના રાષ્ટ્રિય GDP નાં આશરે બે ટકા જેટલા એટલે કે ૨૪૦ અબજ યુરોનાં નાણાકિય પેકેજ સ્વીકાર કર્યા છે.
જે ૧૩ ટકા જેટલી લિક્વીડીટી આપી શકશે. આગળ જતાં રાહતનાં પેકેજ વધારવા પડશે એ પણ નક્કી છે. કારણ કે ૪ ટકા GDP માટે લગભગ બમણી રાહતની જરૂર પડે તેમ છે. યુરોપિયન કમિશનનો રિપોર્ટ કહે છે કે યુરોપમાં ૨૦૦૯ કરતા પણ વધારે તિવ્ર મંદી આવી રહી છે. અમેરિકાની સ્થિતી યુરોપ કરતા પણ વધારે ખરાબ થવાની સંભાવના છે.
હાલનાં સંજોગો જોતા યુરોપનાં મુખ્ય દેશો અને અમેરિકા આગામી બે મહિના સુધી કોરોનાગ્રસ્ત રહે તો શું? ચીન ફરી ઉત્પાદન વદારી ને આગળ નીકળી શકે છે.
હવે જો ભારત આજની સ્થિતીમાંથી જલ્દી બહાર આવે તો અમેરિકા અને યુરોપ ચીનનો વિરોધ કરીને ભારત સાથે વ્યવસાયિક સંબંધો વધારી શકે છે. યાદ રહે કે આમેય તે વિશ્વમાં બીજા નંબરની વસ્તી ધરાવતા ભારતની સરેરાશ આબાદી યુવાન છે.
તેથી આપણો કંઝમ્પ્શન પાવર સૌથી વધારે છૈ. તેથી કોઇપણ દેશ ભારતનો વિરોધ નહીં કરે. જોકે હાલનાં સંજોગો પ્રમાણે ભારતનાં દિલ્હી, મુંબઇ, અમદાવાદ, ઇન્દોર તથા જયપુર જેવા મોટા શહેરોમાં કોરોનાનો વિશેષ ફેલાવો છે. તેથી આપણી ઇકોનોમી પણ નબળી તો રહેશે જ.
ઉપરોક્ત બધી ગણતરીઓ ભારતના આગામી બે સપ્તાહનાં કોરોનાનાં આંકડા પર નિર્ભર રહેશે. કારણકે આપણે ભારત માટે પોઝિટીવ વિચારીએ છીએ. એટલે..! આમેય તે અમેરિકા અને યુરોપ માટે પોઝિટીવ વિચારવાનો સમય પુરો થઇ ગયો છે. અને જ્યારે આ રોગની દવા નથી ત્યારે આપણી પાસે હકારાત્મક વિચારો, કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ છૈ ? તમે થાળી વગાડો કે દિવડાં પ્રગટાવો અંતે આ રોગનો ઇલાજ છે રોગ પ્રતિકારક શક્તિનો વધારો. અને મનોબળ..!