બડે તો બડે છોટે મીયા તો સુભાનઅલ્હા !!!
ગ્રુપ સ્ટેજનાં તમામ મેચો જીત ભારતીય ટીમ મજબુત સ્થિતિમાં: વિશ્વકપ જીતવા ટીમ પ્રબળ દાવેદાર
અન્ડર-૧૯ વિશ્વકપ હાલ સાઉથ આફ્રિકા ખાતે રમાઈ રહ્યો છે જેમાં જે રીતે અન્ડર-૧૯ વિશ્વકપ માટે ભારતીય ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે તે જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે, ‘છોટે મીયા ભી શુભાન્લ્હા’. હાલ સમગ્ર વિશ્વ જાણે છે કે ભારતીય ટીમ તેનું ઉત્કૃષ્ટ પ્રદર્શન તમામ ક્ષેત્રે કરી રહ્યું છે અને વિરોધી ટીમોને હંફાવી રહ્યું છે ત્યારે બીજી તરફ ભારતીય ટીમ જે રીતે તમામ ક્ષેત્રે વિરોધીઓને માત આપી રહ્યું છે તે જોતો અને સીનીયર ખેલાડીઓની સમક્ષ હાલ અન્ડર-૧૯નાં ટેણીયાઓ પોતાનું કામ કરી રહ્યું છે અને વિશ્વ ફલક ઉપર પ્રસ્થાપિત થઈ રહ્યું છે.
હાલ દક્ષિણ આફ્રિકામાં અન્ડર-૧૯નો વિશ્વકપ રમાઈ રહ્યો છે ત્યારે ગ્રુપ સ્ટેજમાં ભારતીય ટીમે તમામ મેચ જીતી લેતા આજે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ કવાર્ટર ફાઈનલ રમશે ત્યારે જો ભારતીય ટીમ કવાર્ટર ફાઈનલ જીતી લેશે તો તે સીધો જ સેમીફાઈનલમાં પ્રવેશ મેળવશે. હાલ ભારતીય ટીમ તમામ ક્ષેત્રમાં પોતાનું ઉજજવલ પ્રદર્શન કરી રહ્યું છે તથા વિશ્વકપ જીતવા માટે પ્રબળ દાવેદાર પણ માનવામાં આવે છે.
સ્પીનરો, બેટસમેનો તથા ફિલ્ડરો પોતાની સંયુકત જવાબદારી નિભાવી રહ્યા છે. ટીમ ઈન્ડિયા તરફથી રમી રહેલ રવિ બિસ્નોઈ હાલ સર્વોચ્ચ પ્રદર્શન કરી રહ્યો છે. જે ભારતીય ટીમ માટે ટ્રમ્પકાર્ડ સાબિત થઈ શકે છે. રવિ બિસ્નોઈને ૨ કરોડમાં કિંગ્સ ઈલેવન પંજાબએ ખરીદયો છે.
જયારે ટીમનાં ફાસ્ટ બોલરો જેવા કે કાર્તિક ત્યાગી અને આકાશસિંહએ પણ તેમની બોલીંગથી પ્રભાવિત કર્યો છે. જયારે બેટીંગ કરનાર યશસ્વી જયસ્વાલ, દિવ્યાંશ સકસેના, સુકાની પ્રિથમ ગર્ગએ પણ તેમનું સર્વોચ્ચ પ્રદર્શન કર્યું છે. ઓસ્ટ્રેલિયા પણ તેના ગ્રુપ સ્ટેજ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે હારી ગયું છે ત્યારે બંને ટીમો માટે પ્રથમ કવાર્ટર ફાઈનલમાં મેચ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે.