છોટે મિયાં શુભાનલ્લા….
યુવાન બ્રિગેડ આજે રેકોર્ડ સર્જવા ઇંગ્લેન્ડ સામે ટકરાશે
અબતક, નવી દિલ્લી
એન્ટિગામાં આજે સાંજે ૬:૩૦ વાગ્યાથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે અંડર-૧૯ વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાશે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ અત્યાર સુધી સતત પાંચ જીતીને ફાઇનલમાં પહોંચી છે. ફાઇનલમાં કેપ્ટન યશ ધ્રૂલ પર બધાની નજર રહેશે. જેને સેમિ ફાઇનલ મચેમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શાનદાર સદી ફટકારી હતી, બેટ્સમેન શેખ રાશિદ, સ્પિન બૉલર નિશાંત સિન્ધુ અને વિક્કી ઓસ્તવાલ પણ સારા ફોર્મમાં છે.
ભારતીય ટીમે અંડર-૧૯ વર્લ્ડકપમાં આ પહેલા ૭ વાર ફાઇનલમાં જગ્યા બનાવી છે. જેમાંથી ટીમ ૪ વાર ખિતાબ જીતી ચૂકી છે. મોટી વાત એ છે કે ભારતીય ટીમ વર્ષ ૨૦૧૬ થી સતત ૪ વાર ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. બીજીબાજુ ઇંગ્લેન્ડ ટીમનો ઇરાદો ઇતિહાસ રચવાનો છે, અને બન્ને ટીમોની વચ્ચે આ મેચ રોમાંચક બની રહેશે.
ચાર વખતની ચેમ્પિયન ભારતીય ટીમ સતત ચોથી વખત અને રેકોર્ડ આઠમી વખત ફાઇનલમાં પહોંચી છે. અંડર-૧૯ વર્લ્ડ કપમાં સૌથી વધુ વખત ફાઇનલમાં પહોંચવાનો રેકોર્ડ ભારતના નામે છે. ટીમ ઈન્ડિયા ૨૦૦૦, ૨૦૦૬, ૨૦૦૮, ૨૦૧૨, ૨૦૧૬, ૨૦૧૮, ૨૦૨૦ અને આ વર્ષે ફાઇનલમાં પહોંચી છે. ભારતે ૨૦૦૦, ૨૦૦૮, ૨૦૧૨ અને ૨૦૧૮માં વર્લ્ડ કપ જીત્યો હતો.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી ૫મી ફેબ્રુઆરીએ અંડર ૧૯ વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાશે, બન્ને ટીમો આ ખિતાબી જંગ માટે તૈયાર છે. એકબાજુ ઇંગ્લેન્ડ ટીમ ૨૪ વર્ષમાં પહેલીવાર અંડર ૧૯ વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યુ છે, ઇંગ્લિશ ટીમે અફઘાનિસ્તાનને સેમિ ફાઇનલમાં હારવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, તો બીજીબાજુ ટીમ ઇન્ડિયાએ શાનદાર ફોર્મ બતાવતા કાંગારુ ટીમને માત આપી છે. ઓસ્ટ્રેલિયન ટીમને ૯૬ રનથી સેમિ ફાઇનલમાં હારવીને ભારતીય ટીમે અંડર ૧૯ વર્લ્ડકપની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે સાંજે ૬:૩૦ વાગે શરૂ થશે, ટૉસ સાંજે ૬ વાગે થશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ એન્ટીગુઆ, નોર્થ સાઉન્ડના સર વિવિયન રિચાર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બન્ને ટીમો આ માટે તૈયાર છે.