કોરોના સંક્રમણની સ્થિતિ અને ખેલાડીઓની સલામતીના મુદ્દાને ધ્યાને રાખીને બીસીસીઆઈ કરશે નિર્ણય
ટી-20 વર્લ્ડકપ ભારતમાં યોજવા બાબતે યોગ્ય નિર્ણય કરવા બીસીસીઆઈએ આઇસીસી પાસે સમયની માંગણી કરી છે ત્યારે આઇસીસી દ્વારા 28 દિવસનો સમય આપવામાં આવ્યો? છે. બીસીસીઆઈએ 28મી સુધીમાં આ બાબતે જવાબ રજૂ કરી દેવાનો રહેશે. ભારતને ટી-20 વર્લ્ડકંપની યજમાની આપવા બાબતે બીસીસીઆઈ દ્વારા આઈસીસી પાસે મુદ્દતની માંગણી કરી હતી અને હાલ 28મી જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે તે વાતની પુષ્ટિ બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કરી છે.
આઇસીસીની બેઠકના સાક્ષી બનેલા સુત્રોએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સંસ્થાએ બીસીસીઆઈને સમય આપવાનો નિર્ણય લીધો છે. કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને રાખીને બીસીસીઆઈ દ્વારા ખેલાડીઓની સલામતી સહિતના બાબતે યોગ્ય વિચારણા કર્યા બાદ 28મીએ જવાબ રજૂ કરવામાં આવનાર છે. નિર્ણય લેવામાં આવ્યો કે, બીસીસીઆઈને કોરોના પરિસ્થિતિને ધ્યાને લેવા માટે સમય આપવો જોઈએ તે વાત સાથે સભ્યો સહમત થયા હતા અને જોચાલુ માસમાં સંક્રમણ કાબૂમાં રહે તો વર્લ્ડકપ ભારતમાં રમાડવો કે કેમ? તે અંગે નિર્ણય કરવા બીસીસીઆઈને સમય આપવો જરૂરી છે તેવું પણ સભ્યોએ નોંધ્યું હતું. જો પરિસ્થિતિ કાબૂમાં નહીં આવે તો વર્લ્ડ કપ યુએઈમાં રમાય તેબી પ્રબળ શકયતા છે.
અગાઉ શનિવારે મળેલી વર્ચ્યુલ મિટિંગમાં પણ સૌરવ ગાંગુલીએ કમિટી પાસે મુદ્દતની મંગની કરવામાં આવી હતી. વર્લ્ડકપની યજમાની કરવી તે ખૂબ મોટી બાબત છે અને જો બીસીસીઆઈ આ તક ચુકે તો ખૂબ મોટી નુકસાની પણ થશે તેથી નટચાલ ચાલીને બીસીસીઆઈએ યોગ્ય નિર્ણય કરવાનો રહેશે. હવે વર્લ્ડકપની યજમાની ભારત કરશે કે કેમ? તે બાબતનો નિર્ણય બીસીસીઆઈ જે જવાબ રજૂ કરશે તે પર નિર્ભર છે. બીસીસીઆઈ ચોક્કસ ઈચ્છે છે કે, ટી-20 વર્લ્ડકપની યજમાની કરવાની તક એળે ન જવી જોઈએ પરંતુ બીજી બાજુ કોરોના સંક્રમણની સ્થિતિ કાબૂમાં નહીં હોય તો ખેલાડીઓની સલામતીને જોખમમાં મૂકીને યજમાની કરવી યોગ્ય નથી તેથી તમામ બબાતોની ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને બીસીસીઆઈ 28મીએ જવાબ રજૂ કરનાર છે.