ચલો દીલદાર ચલો… ચાંદ કે પાર ચલો… આજના 21મી સદીના આધુનિક યુગમાં અવનવી ટેકનોલોજી વિકસતા નવા સંશોધનોના દ્વાર ખૂલ્યા છે. પરંતુ આ સંશોધનો જ હોડ ઉભી કરતા હોય એવી સ્થિતિ ઉભી થઈ છે. જમીની હક જમાવી તો પૃથ્વી પર દેશો, આંતરરાષ્ટ્રીય સંગઠનો આધિપત્ય જમાવી રહ્યા છે. ભારત 2029 સુધીમાં અંતરિક્ષમાં પોતાનું સ્પેશ સ્ટેશન સ્થાપિત કરશે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ તેની જાહેરાત કરી ચુકી છે. ભારતને અંતરિક્ષમાં પોતાનું સ્પેશ સ્ટેશન સ્થાપિત કરવાથી શું ફાયદો થશે? હાલમાં કેટલા સ્પેશ સ્ટેશન અંતરિક્ષમાં કામ કરે છે ?સ્પેશ સ્ટેશન શું છે? તો ચાલો આ સવાલોના જવાબો શોધવા પ્રયત્ન કરીએ.
સ્પેસ સ્ટેશન એટલે શું?
સ્પેસ સ્ટેશન એક સ્પેસક્રાપ્ટ (અવકાશયાન) છે. તેમાં રહીને અવકાશયાત્રીઓ દ્વારા ઘણા પ્રકારના પ્રયોગો કરવામાં આવ્યા છે. સ્પેસ સ્ટેશનથી બીજા અવકાશયાન સાથે પણ કનેક્ટ થઈ શકે છે. ત્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)સૌથી વધુ લોકપ્રિય છે. તે 1998માં અંતરિક્ષમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. તે પૃથ્વીના નીચલા ભાગમાં રહિને ભ્રમણ કરે છે અને તેને નરી આંખોથી પણ જોઇ શકાય છે. ભારતીય સ્પેસ સ્ટેશનની સ્થાપના પૃથ્વીથી 400 કિમીની ઉચાઇએ કરવામાં આવશે. તેમાં અવકાશયાત્રીઓ 15થી 20 દિવસ રોકાઈ શકશે. ઇસરોના વડા કે શિવાને જાહેરાત કરી હતી કે, ભારતના સૂચિત અંતરિક્ષ સ્ટેશનનું વજન આશરે 20 ટન હશે.
અંતરિક્ષમાં બે સ્પેસ સ્ટેશન કામ કરી રહ્યું છે. તેમાંથી એક યુ.એસ, રશિયા, યુરોપિયન યુનિયન અને જાપાનના સહયોગથી ચલાવવામાં આવી રહ્યું છે. તેને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)કહેવામાં આવે છે. બીજું સ્પેસ સ્ટેશન ચીનનું છે. તેનું નામ તિઆનગોંગ-2 છે. પરંતુ, આઇએસએસ પોતે જ સંપૂર્ણ રીતે સક્રિય છે.
ભારતને શથે આ ફાયદા
સ્પેસ સ્ટેશન ભારત માટે અનેક રીતે ફાયદાકારક રહેશે. આનાથી ભારત માત્ર અંતરિક્ષમાં જ નહીં પણ પૃથ્વી પર પણ નજર રાખવાની ક્ષમતામાં વધારો કરશે. ભારતીય વૈજ્ઞાનિકો આ સ્ટેશન પર અનેક પ્રકારના પ્રયોગો કરી શકશે. તેમના પરિણામોનો વ્યાપક ઉપયોગ કરી શકાય છે. સ્પેસ સ્ટેશનમાં સ્થાપિત કેમેરાથી ભારત સારી તસવીરો મેળવી શકશે. ભારત જે જોવા માંગે છે તે સરળતાથી જોઈ શકે છે.
સ્પેશ સ્ટેશનની મદદથી, ભારત તેના દુશ્મન દેશો પર નજર રાખી શકશે. સાથે અંતરિક્ષમાં વારંવાર મોનિટર થયેલ સેટેલાઇટ મોકલવાની જરૂર રહેશે નહીં. તેનાથી ખર્ચ પણ ઘટશે. ખાસ વાત એ છે કે,આનાથી દુનિયામાં અંતરિક્ષ શક્તિ તરીકે ભારતની શક્તિમાં વધારો થશે. સ્પેસ સ્ટેશનના નિર્માણથી 15 હજાર લોકોને રોજગાર પણ મળશે.
ખુબજ રોમાંચક પ્રોજેક્ટ
દિગ્ગજ અંતરિક્ષ વૈજ્ઞાનિક જી. માધવન નાયરે ઇસરોના સૂચિત અંતરિક્ષ સ્ટેશન નિર્માણને એક ખૂબ જ આકર્ષક પ્રોજેક્ટ ગણાવતાં કહ્યું હતું કે, તે ભારતને અવકાશ ક્ષેત્રે અગ્રણી ભૂમિકા જાળવી રાખવામાં મદદ કરશે.
ISS કેવી રીતે કામ કરે છે?
હાલમાં, સંપૂર્ણ સક્રિય ISS પૃથ્વીની નીચલી કક્ષામાં ભ્રમણ કરે છે, જ્યાં ખગોળશાસ્ત્રીઓ ઘણા સંશોધન કરે છે. ISS યુરોપિયન સ્પેસ એજન્સી, અમેરિકા (નાસા), જાપાન (જેએક્સએ), કેનેડા (સીએસએ) અને રશિયા (રોસકોસ્મોસ) વચ્ચેની ભાગીદારી હેઠળ બનાવવામાં આવ્યું છે, જે યુરોપિયન દેશોનું પ્રતિનિધિત્વ કરે છે. વિજ્ઞાન અને તકનીકીના ક્ષેત્રમાં વિશ્વનો સૌથી મોટો અંતરિક્ષ ભાગીદારીનો કાર્યક્રમ છે.