- બીજા દિવસની શરૂઆત માંજ જાડેજા અને કુલદીપ પેવેલિયન પરત
ત્રીજા ટેસ્ટ મેચ ના પ્રથમ દિવસે ભારતની ટીમે 5 વિકેટ ગુમાવી 326 રન નોંધાવ્યા હતા જેમાં સુકાની રોહિત શર્મા અને જાડેજાએ સદી ફટકારી ભારતીય ટીમને સ્થિરતા આપી હતી. ડેબ્યૂ કરેલ સરફરાજ ખાને પણ પ્રથમ મેચમાં જ અડધી સદી ફટકારી તાની પ્રતિભાનુ પ્રદર્શન પૂરું પાડ્યું હતું. બીજા દિવસની શરૂઆત ભારતીય ટીમ માટે નબળી રહી હતી અને શરૂઆતમાં જ જાડેજા ને કુલદીપ યાદવ પરત ફર્યા હતા. વિકેટ ઉપર રવિચંદ્રન અશ્વિન અને ડેબ્યૂ કરેલ ધ્રુવ ઝૂરેલ રમી રહ્યા છે. તરફથી પ્રથમ દિવસે સહ સૌથી સફળ બોલર તરીકે માર્ક વુડ રહ્યો હતો જેને ત્રણ વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમ જો 400 જેટલા રન કરે તો ઇંગ્લેન્ડને પ્રેશરમાં લાવી શકશે કારણ કે ભારતીય ખેલાડીઓએ પ્રથમ દિવસે ટેસ્ટની સાથો સાથ આક્રમક અંદાજ પણ દર્શાવ્યો હતો.
શરૂઆતના ધબડકા બાદ ભારતીય ટીમને જે સ્થિરતા મળવી જોઈએ તે સુકાની રોહિત શર્મા અને લોકલ બોય રવિન્દ્ર જાડેજા દ્વારા આપવામાં આવી હતી અને ત્યારબાદ સરફરાજ ખાને પણ પોતાની આગ વિશેની માં રમત રમી ઇંગ્લેન્ડના બોલરોને હંફાવ્યા હતા. રાજકોટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરિઝની ત્રીજી મેચ રમાઈ રહી છે. આ મેચમાં પહેલા જ દિવસે એક મોટો રેકોર્ડ બન્યો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની ત્રીજી મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ માં શરૂ છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો છે. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વની છે. હાલ બંને ટીમો સિરીઝમાં 1-1 મેચ જીતી ચૂકી છે. એવામાં બંને ટીમની આ મેચને જીતીને સિરીઝમાં આગળ નીકળવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરી છે. આ દરમિયાન રાજકોટના સ્ટેડિયમમાં મેચના પહેલા જ દિવસે એક મોટો વર્લ્ડ રેકોર્ડપણ નોંધાઈ ગયો છે.
ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ત્રીજી ટેસ્ટ મેચમાં પ્રવેશતાની સાથે જ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. 32 વર્ષનો બેન સ્ટોક્સ તેની 100મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. તે 100 ટેસ્ટ મેચ રમનાર ઈંગ્લેન્ડ તરફથી 16મો ક્રિકેટર બન્યો છે. આ સાથે જ તે એકંદરે 76મો ટેસ્ટ ક્રિકેટર બની ગયો છે. બીજી તરફ, સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ ટેસ્ટ મેચ રમી છે. તેણે 200 મેચ રમી છે.
મારી ભૂલને કારણે સરફરાઝ રનઆઉટ થયો: રવીન્દ્ર જાડેજા
મુંબઈના 26 વર્ષીય મિડલ-ઑર્ડર બૅટર સરફરાઝ ખાનને વર્ષોની ઇન્તેજારી પછી ભારત વતી રમવાનો મોકો મળ્યો, તેણે આક્રમક શરૂઆત કરી, 48 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી અને પછી ડેબ્યૂ ટેસ્ટ-ઇનિંગ્સમાં જ ઐતિહાસિક સેન્ચુરી તરફ પ્રયાણ કરી રહ્યો હતો ત્યારે સાથી-બૅટરની ભૂલને કારણે વિકેટ ગુમાવવી પડી એ બદલ ખુદ સરફરાઝ તો નિરાશ હતો જ, તેના અસંખ્ય ચાહકો પણ અપસેટ હતા અને કૅપ્ટન રોહિત શર્માએ તો ડ્રેસિંગ-રૂમમાં ઊભા-ઊભા ગુસ્સે થઈને પોતાની કૅપ કાઢીને નીચે ફેંકી હતી. જાડેજાએ રમત પૂરી થયા પછી ઇન્સ્ટાગ્રામ પરની સ્ટોરીમાં ભૂલ સ્વીકારતા લખ્યું, ‘રન દોડવા માટે મેં ખોટો કૉલ આપ્યો હતો. સરફરાઝ મારી ભૂલને કારણે રનઆઉટ થઈ ગયો એનો મને અફસોસ છે. વેલ પ્લેઇડ સરફરાઝ.’