ઈગ્લેન્ડના ખેલાડી એલેસ્ટર કુક છેલ્લી વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમવા ઉતરશે
ઈગ્લેન્ડ ભારત વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની સીરીઝમાં ઈગ્લેન્ડે ૩-૧થી લીડ મેળવતા સીરીઝની અંતીમ, પાંચમી ટેસ્ટ મેચ ઔપચારીક બની છે હવે સીરીઝ હારેલુ ભારત આજથી શરૂ થતા ટેસ્ટમાં સન્માનની લડત કરી શકશે કે નહી તે એક મોટો સવાલ છે. જયારે ઈગ્લેન્ડની નજર પૂર્વ કેપ્ટન એલેસ્ટર કૂકને વિજય વિદાય આપવા પર રહેશે તેથી ભારતીય ટીમની લીઈગ ઈલેવન ફરી બદલાય તેવી શકયતાઓ છે.
જોકે ઈગ્લેન્ડ સામેની છેલ્લી બે ટેસ્ટ મેચ માટે પૃથ્વીને સામેલ કરવામાં આવ્યો હતો જેને ઈગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું ન હતુ પરંતુ લોકેશના નિરાશાજનક પ્રદર્શનને કારણે અંતીમ ટેસ્ટમાં પૃથ્વીને ઓપનર તરીકે સ્થાન મળે તેવી શકયતાઓ છે.
ટીમના વાઈસ કેપ્ટન અંજીકયા રહાનેએ મેચની હાર બાદ બોલરોને કારણભૂત દર્શાવ્યા હતા. માટે ભારત પોતાના નીચેના ક્રમના બોલરો અને બોલીંગની ટેકનીકમાં ફેરફારો કરી શકે છે તો બીજી તરફ હાર્દિક પંડયા ફરી વખત વધુ રન બનાવવામાં નિષ્ફળ જતા હવે હનુમાને બેટીંગનો મોકો મળી શકે છે.
ભારત અને ઈગ્લેન્ડ બંને માટે અંતીમ ટેસ્ટ મહત્વની રહેશે. બીજી તરફ ઈગ્લેન્ડ માટે આ ટેસ્ટ ભાવનાત્મક રીતે વધુ મહત્વની છે કારણ કે તેના એક ખેલાડી કુક છેલ્લી વખત આંતરરાષ્ટ્રીય કિક્રેટમાં જોવા મળશે અને ત્યારબાદ તેઓ નિવૃત્તી જાહેર કરશે.