કિવિઝ વિરુદ્ધની પ્રથમ ટેસ્ટ મેચમાં રહાણેને ટીમ ઇન્ડિયાની કમાન સોંપાય તેવી પ્રબળ શકયતા
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શરૂ થવા વાળી ટેસ્ટ મેચ સીરીઝ માટે જલ્દીમાં જલ્દી ટીમની જાહેરાત થઈ શકે છે. ભારતીય ટીમના બેટ્સમેન અંજિક્ય રહાણે પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી શકે છે. જ્યારે કે વિરાટ કોહલી બીજી મેચમાં પરત ફરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે રોહિત શર્મા જે ટી-20 સીરીઝમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે, તેઓ ટેસ્ટ સીરીઝમાં આરામ ફરમાવશે.
માનવામાં આવી રહ્યું છે કે રોહિત શર્મા જે ટી-20 સીરીઝમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે, આ ટેસ્ટ સીરીઝમાં તેઓ આરામ કરી શકે છે. ગુરુવારના રોજ પંસદગી કમટીની બેઠક યોજાઈ હતી. જલ્દી જ ટીમની જાહેરાત થાય તેવી સંભાવના છે.
એ વાત છે કે ટી-20 વર્લ્ડકપના તુંરત પછી ન્યૂઝીલેન્ડની ટીમ ભારતમાં હશે. ત્યાં કીવીની ટીમે ત્રણ ટી-20 અને બે ટેસ્ટ મેચ રમવાની છે. બે ટેસ્ટ કાનપુર અને મુંબઈમાં રમાશે.ટી-20 ફોર્મેટમાં કેપ્ટનશીપ છોડી ચૂકેલા વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ ટી-20 સીરીઝનો ભાગ નહીં હોય. બીસીસીઆઈ દ્વારા તેમને આરામ આપવામાં આવ્યો છે, જો કે તે પ્રથમ ટેસ્ટ સુધી યથાવત રહેશે. ત્યારે આવી સ્થિતિમાં વિરાટ કોહલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા રહેશે.
ત્યારે બીજી રોહિત શર્મા હવે ટી-20 ફોર્મેટમાં ભારતીય ટીમના કેપ્ટન બન્યા છે. ત્યારે આવી સ્થિતિમાં તેઓ ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ સીરીઝમાં કમાન સંભાળશે. પરંતુ તેમને બે ટેસ્ટ સુધી આરામ આપવામાં આવી શકે છે. ઘણા ખેલાડીઓ સતત ક્રિકેટ રમી રહ્યા છે. ત્યારે આ પરિસ્થિતિમાં જે ત્રણેય ફોર્મેટનો ભાગ છે, તેમને બીસીસીઆઈ દ્વારા આરામ આપવામાં આવશે.
રહાણે એટલા માટે બીસીસીઆઈની પ્રથમ પસંદ નથી, કારણકે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ અને ઈંગ્લેન્ડની વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં તેઓ ખરાબ ફોર્મમાં હતા. છેલ્લા કેટલાક સમયથી બોર્ડ તેમના પર નજર રાખી રહ્યું છે. બીસીસીઆઈ હાલમાં તે ખેલાડીઓની પણ તપાસ કરી રહ્યું છે કે જે કોહલી અને રોહિતની ગેરહાજરીમાં ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી શકે.