વિશ્વની ૪ર ટકા વસતીનું પ્રતિનિધિત્વ કરતા બ્રિકસ દેશો ધરેલું ઉત્પાદનમાં ર૩ ટકાનો હિસ્સો ધરાવતા હોય વૈશ્વિક વેપાર માટે અતિ મહત્વપૂર્ણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલ ખાતે મળી રહેલા ૧૧માં બ્રિકસ સંમેલનમાં આગામી તા. ૧૩ અને ૧૪ નવેમ્બરની આર્થિક વિકાસ અને તેના ભવિષ્યના મુદ્દે યોજાનારી બેઠકમાં ખાસ ઉ૫સ્થિત રહેશે. વડાપ્રધાનના કાર્યલય દ્વારા જણાવાયું છે કે ૨૦૧૪માં પોર્ટાલેઝ ખાતે યોજાયેલી બ્રિકસ સમિતિની બેઠકમાં પ્રથમવાર હાજર રહેલા નરેન્દ્ર મોદીની બ્રાઝિલ ખાતે સંમેલનમાં ઉ૫સ્થિત વડાપ્રધાન માટે સતત છઠ્ઠી બેઠક બનશે કે જેમાં તેમણે હાજરી આપી હોય. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે બપોરે વિશાળ વેપારી સમુદાયના ભારતીય પ્રતિનિધિઓ સાથે બ્રિકસની આ બેઠકમાં જોડાવા રવાના થશે. આ બેઠકમાં પાંચેય દેશોના અલગ અલગ ક્ષેત્રના વ્યાપારી અને ઉઘોગપતિ સમુદાયો ખાસ ઉ૫સ્થિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લ્હાદી મીર બ્રાઝિલની આ મુલાકાત દરમિયાન રશિયાના પ્રમુખ પુતીન અને ચીનના પ્રમુખ જી જીંગપીંગ સાથે અલાયદી અને વિશિષ્ટ મુલાકાત લેશે. આ બન્ને મહાનુભાવો પણ બ્રિકસ વેપાર પરિષદના સમોરોહમાં ખાસ ઉ૫સ્થિત રહેશે. બ્રિકસ સંમેલનના પુર્ણાહુતિ સમારોહમાં વિશ્વમાં વધતા જતા પ્રદુષણ અને ખાસ કરીને ગ્લોબલ વોમિંગના મુદ્દે ચર્ચા થશે. વિશ્વની વર્તમાન આર્થિક સામાજીક અને પર્યાવરણની વર્તમાન સ્થિતિ વિશે થનારી આ ચર્ચામાં બ્રિકસના સભ્યો દેશો વચ્ચે આર્થિક વિકાસની ચર્ચા થશે.

WhatsApp Image 2019 11 11 at 11.59.49 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિકસના નેતાઓ સાથે આર્થિક મુદ્દે થનારી ચર્ચામાં બ્રિકસ બિઝનેસ કાઉન્સીલના પ્રમુખ અને નવી વિકાસ બેંકના અઘ્યક્ષ સાથે ખાસ મંત્રાણા કરશે.

બ્રિકસના એમઓયુમાં વેપાર અને રોકાણને લઇને વિવિધ સંગઠનો દ્વારા થનારા સમજુતિ કરારની નિર્ણાયક ચર્ચા થશે બ્રિકસ બેઠકમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાની ઉભરતી જતી આર્થિક મહાસત્તાઓના વધુ વિકાસ અને પાંચેય દેશોના પરસ્પરના સહકારને વધુ સુદઢ બનાવવાની દિશામાં ખાસ વિશિષ્ટ અને પરિણામદાયી ચર્ચા કરવામાં આવશે. બ્રિકસના પાંચેય દેશોનો સમુહ વિશ્વની ૪૨ ટકા જનસંખ્યાનું પ્રતિનિધિત્વ કરે છે અને વિશ્વના કુલ ધરેલું ઉત્પાદનમાં બ્રિકસના પાંચેય દેશોમાં ભારત, ચીન, દ.આફ્રિકા, રશિયા અને બ્રાઝિલનો હિસ્સો ર૩ ટકા જેટલો થવા જાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત છઠ્ઠી બ્રિકસ બેઠકમાં ભાગ લેવા જઇ રહ્યા છે. આર્થિક વિકાસ અને ભારતના અર્થતંત્રને પાંચ ટ્રિલીયન ડોલરનું  કદ આપવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષ્ય સિઘ્ધિની સંકલ્પ માટે બ્રિકસ દેશોની આ મુલાકાત ખુબ જ મહત્વની માનવામાં આવે છે. મોદી સરકાર ‘બ્રિકસ’ દ્વારા સભ્ય દેશો સાથે નિકાસને વેગ આપવાનો પુરેપુરો પ્રયત્ન કરનારા છે. જેથી, આ લક્ષ્યાંકને પુરો કરવા વડાપ્રધાન મોદી ખુદ સંમેલનમાં ભાગ લઇને તેમની વૈશ્વિક પ્રતિભાનો ઉપયોગ કરનારા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.