વનડે વર્લ્ડ કપ 2023 ક્રિકેટનો આ મહાકુંભ 5 ઓક્ટોબરથી શરૂ થવાનો છે, પરંતુ શુક્રવારથી વોર્મ-અપ મેચો શરૂ થઈ ગઈ છે. હવે આજે શનિવારના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વોર્મ-અપ મેચ રમાશે. આ મેચમાં બંને ટીમો પોતાની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન સાથે બહાર આવીને વર્લ્ડ કપની તૈયારીઓને આખરી ઓપ આપી શકે છે. બંને ટીમો પાસે વર્લ્ડ કપ માટે પોતાની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન પસંદ કરવાની આ શ્રેષ્ઠ તક છે.તમને જણાવી દઈએ કે વોર્મ-અપ મેચમાં તમામ 15 ખેલાડીઓનો ઉપયોગ કરી શકાય છે. જો કે માત્ર 11 ખેલાડીઓ જ બેટિંગ કરશે, પરંતુ પ્લેઈંગ ઈલેવન પસંદ કરવાની જરૂર રહેશે નહીં. કોઈપણ ગમે ત્યાં બેટિંગ કરી શકે છે અને કોઈપણ ગમે ત્યાં બોલિંગ કરી શકે છે.આજના મેચમાં ભારત ત્રણ સ્પીનર અને બે ફાસ્ટ બોલરની ફોર્મુલા અપનાવશે કે નહિ તે જોવાનું રહ્યું. આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ પ્રેક્ટિસ મેચ ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાશે. મેચ બપોરે 2:00 વાગ્યે શરૂ થશે.
વનડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ.
વનડે વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડની ટીમ
જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, ગુસ એટક્ધિસન, જોની બેરસ્ટો, સૈમ કર્રન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રશીદ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ, રીસ ટોપલી, ડેવિડ વિલી, માર્ક વુડ, ક્રિસ વોક્સ