“મેઈડ ઈન ઈન્ડિયા”

ચીન સાથેના સંબંધો વણસ્યા બાદ સરકારનું આત્મનિર્ભરતા તરફનું મહત્વનું પગલું

ભારત અને ચીન વચ્ચે સરહદ પર જે તણાવ ચાલી રહ્યો છે તેના અનુસંધાને સરકાર સમક્ષ એવા પગલા ભરી રહી છે જેથી આર્થિક મોરચે ચીનની કમર તોડી શકાય. સરકારના આ નિર્ણયોના કારણે ભારત આત્મનિર્ભરતા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. હાલના સમયે દેશભરમાં વેચાતા લગભગ ૩૫ ટકા ટીવી આયાત કરવામાં આવે છે જેમાં સેમસંગ, સોની, ટીસીએમ અને એલજી જેવા ટોચના બ્રાન્ડસનો સમાવેશ થાય છે. હાલ સરકારે બ્રાન્ઈસ પાસેથી છેલ્લા ચાર વર્ષના આયાત ડેટા પણ માંગ્યા છે. આ વર્ષના પ્રારંભથી સરહદ પર અથડામણ બાદ ચીન સાથેના સંબંધો તંગ થયા છે જેના પરીણામે ભારતના તમામ બંદરો પર ૪૦,૦૦૦થી વધુ મોટી સ્ક્રીન ધરાવતા ટેલિવિઝન પડયા છે.

આગામી સમયમાં સરકાર આયાત થતા ટીવી માટેની નવી પોલીસી પણ કાર્યરત છે જેના અનુસંધાને તમામ આયાતી કંપનીઓએ આયાત લાઈસન્સ મેળવવું જરૂરી રહેશે પરંતુ ઉધોગના અધિકારીઓ કહે છે કે કંપનીઓને લાયસન્સ કયારે મળશે તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સરકારે છેલ્લા ૨૦ વર્ષમાં પ્રથમ વખત આયાતી ટીવી પર રોક લગાવી છે. જેથી કંપની માલિકો પણ ચિંતિત છે. હાલના સમયમાં કોરોનાને કારણે ટીવીની આયાતી બંધ હતી ત્યારે સરકારના આ વલણને કારણે કંપનીઓને નુકસાન થયાની ભીતિ છે. આયાતી કંપનીઓ દ્વારા ૬૦-૬૫ ઈંચના એકથી બે લાખની કિંમતનું ભારતમાં આયાત થતું હતું.

સરકારના આ નિર્ણય દ્વારા દેશના નાના અને મધ્યમ વેપારીઓને ખુબ ફાયદો થશે. ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત તરફ પણ વધુ પગલાઓ લેવાઈ રહ્યા છે. આ સાથે જ દેશના સાત મોટા બંદરો પર સરકાર નજર રાખી રહી છે. બીઆઈએસના અધિકારીઓ કસ્ટમના અધિકારીઓ સાથે મળીને ૭ મોટા પોર્ટ પર ચીનથી આયાત થતા સામાન પર નજર રાખી રહ્યા છે.

સોની ઈન્ડિયાના મેનેજીંગ ડિરેકટર સુનિલ નય્યરે જણાવ્યું હતું કે, કંપનીના સુપર મોટા સ્ક્રીન ટેલિવિઝન હાલ અટવાઈ ગયા છે ત્યારે સરકાર તરફથી આ બાબતે વહેલા નિર્ણય લેવાય તેવી આશા રાખીએ છીએ. મોટી સ્ક્રીનની આયાતનો હિસ્સો ભારતમાં ૫ થી ૬ ટકા છે પરંતુ આવી પ્રિમીયમ પ્રોડકટની વેલ્યુ શેર ભારતમાં ૧૫ થી ૧૮ ટકા હોવાથી આવી પ્રિમીયમ પ્રોડકટ પર કંપની વધારે માર્જિન બનાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.